Home /News /national-international /મારો ચેલો ચરિત્રહીન નથી, તે જે કરી રહ્યો છે તે ચમત્કાર છે: બાગેશ્વર ધામ બાબાના ગુરુએ કરી મોટી વાત

મારો ચેલો ચરિત્રહીન નથી, તે જે કરી રહ્યો છે તે ચમત્કાર છે: બાગેશ્વર ધામ બાબાના ગુરુએ કરી મોટી વાત

dhirendra shastri guru rambhadracharya

ન્યૂઝ 18 સાથે વાત કરતા મધ્ય પ્રદેશના ભોપાલમાં તેમણે કહ્યું કે, મારો ચેલો પરંપરામાંથી મળેલો પ્રસાદ વહેંચે છે. તેમણે આગળ કહ્યું કે, શ્યામ માનવે અંધવિશ્વાસની ખોટી ફરિયાદ કરી છે.

    નવી દિલ્હી: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી (Pandit Dhirendra Shastri) હાલમાં ખૂબ ચર્ચામાં છે. નાગપુરમાં દરબાર લગાવ્યા બાદ તેમના પર અંધવિશ્વાસ ફેલાવાનો આરોપ લગાવ્યો છે. ત્યાર બાદ કેટલાય લોકો પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવી ગયા છે. સોશિયલ મીડિયા પર સતત લોકો બાબાના સમર્થનમાં લખી રહ્યા છે. હવે તેમના ગુરુ રામભદ્રાચાર્યએ તેમના પર મોટુ નિવેદન આપ્યું છે અને કહ્યું કે, મારો ચેલો ચરિત્રહીન હોય શકે નહીં, આ ચમત્કાર છે.

    ન્યૂઝ 18 સાથે વાત કરતા મધ્ય પ્રદેશના ભોપાલમાં તેમણે કહ્યું કે, મારો ચેલો પરંપરામાંથી મળેલો પ્રસાદ વહેંચે છે. તેમણે આગળ કહ્યું કે, શ્યામ માનવે અંધવિશ્વાસની ખોટી ફરિયાદ કરી છે. જ્યારે અજમેર શરીફમાં ચાદર ચડાવામાં આવે છે, ત્યારે અંધવિશ્વાસ નથી થતો. જ્યારે વિધર્મી અલગ અલગ ચર્ચા કરે છે, ત્યારે અંધવિશ્વાસ નથી થતો, આ સત્ય છે, અંધવિશ્વાસ નથી.
    " isDesktop="true" id="1325853" >


    તેમણે આગળ કહ્યું કે, મારો ચેલો સારો છે, કોઈની બહેન દીકરીને નથી જોતા. ચરિત્રહીન નથી. તેને પરંપરામાંથી જે પ્રસાદ મળ્યો છે, તેનું વિતરણ કરે છે. શું ભૂલ કરી રહ્યો છે બિચારો. વધતા વિવાદને લઈને કહ્યું કે, વિવાદ એટલા માટે ઊભો કરવામાં આવે છે કેમ કે, સારા લોકોની પ્રગતિ આ લોકો જોઈ શકતા નથી. તે નાનો એવો 26 વર્ષનો બાળક છે, તેની ભલાઈ લોકો જોઈ શકતા નથી.

    માઈંડ રીડિંગને લઈને પણ રામભદ્રાચાર્યએ ન્યૂઝ 18 સાથે વાત કરી. તેમણે કહ્યું કે, માઈંડ રીડિંગનો એક પક્ષ છે, પણ અમે તેને યોગ્ય માનતા નથી. મારા શિષ્યને જે ધમકી મળી રહી છે, તે ખોટી બાબત છે. તેની સાથે અન્યાય થઈ રહ્યો છે. તેને જે પણ લોકો ધમકી આપી રહ્યા છે, તેના પર કડક કાર્યવાહી થવી જોઈએ. મારી પ્રેરણાથી મારો શિષ્ય આજે બધુ કરી રહ્યો છે. સારુ કરી રહ્યો છે, ખોટુ કરતો તો હું જ તેને રોકતો.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन