Home /News /national-international /બાગેશ્વર ધામ મહારાજે કેમેરાની સામે પત્રકારોની ચેલેન્જ સ્વીકારી, લાઈવ ડેમો જોઈ દંગ રહી ગયા લોકો
બાગેશ્વર ધામ મહારાજે કેમેરાની સામે પત્રકારોની ચેલેન્જ સ્વીકારી, લાઈવ ડેમો જોઈ દંગ રહી ગયા લોકો
bageshwar dham maharaj
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મહિલા પત્રકારને ચેલેન્જ આપે છે કે, અહીં ચાર પંડાલ છે, આ ચારેયમાંથી કોઈ એક શખ્સને બોલાવી લાવો. અરજીમાં લખેલી વાત તેના જીવન સાથે જોડાયેલી હશે.
રાયપુર: બાગેશ્વર ધામ મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાયપુરમાં રામકથા કરી રહ્યા છે. તેમના ચમત્કાર અને દિવ્ય દરબાર પર અનેકો સવાલ ઉઠી રહ્યા છે. સાથે જ તેમના પર આરોપ પણ લાગી રહ્યા છે કે, તેઓ અંધવિશ્વાસને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ આરોપ પર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કહી રહ્યા છે કે, અમે કોઈ વસ્તુ સારી કરી દઈશું, તેવો દાવો નથી કરતા. આ બધું ગુરુજીની કૃપાથી થાય છે. તમામ આરોપોની વચ્ચે બાગેશ્વર ધામ મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતાની શક્તિઓનો લાઈવ ડેમો આપ્યો છે. આ દરમિયાન દેશભરના ટીવી પત્રકારો પણ ત્યાં પહોંચ્યા હતા.
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની અરજી પર સવાલ હતા. અમુક લોકો કહી રહ્યા હતા કે, બાબા અરજીમાં જે વાત લખે છે, તે પહેલાથી લખેલી હોય છે. બાગેશ્વર મહારાજે રાયપુરમાં લાઈવ ડેમો આપ્યો હતો. દેશભરમાંથી આવેલા પત્રકારોને ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આપમાંથી કોઈ એક સામે આવી જાવ. ત્યાર બાદ એક મહિલા પત્રકાર સૌની સહમતીથી આગળ આવે છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તે પત્રકારને કહે છે કે, હું હાલમાં અરજી લખું છું, તેઓ બાલાજીનું નામ લઈને એક અરજી તૈયાર કરે છે. " isDesktop="true" id="1324097" >
પત્રકાર ભીડમાંથી એક મહિલાને બોલાવે છે
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મહિલા પત્રકારને ચેલેન્જ આપે છે કે, અહીં ચાર પંડાલ છે, આ ચારેયમાંથી કોઈ એક શખ્સને બોલાવી લાવો. અરજીમાં લખેલી વાત તેના જીવન સાથે જોડાયેલી હશે. આપ એ વાતનું ચોક્કસ ધ્યાન રાખજો કે આપના ઓળખીતા ન હોય. મહિલા પત્રકાર બાબાની ચેલેન્જ સ્વીકાર કરીને ભીડમાંથી એક મહિલાને લઈને આવે છે.
મહિલાના બાળકની તબિયત ખરાબ હતી
પત્રકાર મહિલા અને તેના બાળકને લઈને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી નજીક આવે છે. ત્યાર બાદએ મહિલાને અરજી આપી. અરજીમાં લખેલી તમામ વાતો મહિલાના જીવનની હતી. મહિલા બિલાસપુરની રહેવાસી હતી. પોતાના બાળકની બિમારીને લઈને ત્યાં આવી હતી. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, બાલાજીની કૃપાથી 40 ટકા બિમારી ઠીક થઈ જશે.
अबकी बार बागेश्वर धाम के महंत पं. धीरेंद्र शास्त्री जी ने किसी और की नहीं बल्कि एबीपी न्यूज के रिपोर्टर को ही बुला लिया।
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહિલાને એ પણ જણાવ્યું કે, તે યૂપીની રહેવાસી છે. બિલાસપુરમાં રહે છે. તમારી કુળદેવી ગામડે છે. તેની પૂજા અને શૃંગાર કરતા રહો. ત્યાર બાદ તે મહિલાને સવાલ પુછે છે કે, શું તમે પહેલા ક્યારેય અમને મળ્યા છો, તમે પહેલા ક્યારેય તમારી સમસ્યા વિશે અમને વાત કરી છે. મહિલા ના પાડે છે.
ત્યાર બાદ મહિલા કહે છે...
મહિલા બાગેશ્વર ધામ મહારાજના સવાલ પર કહે છે કે, મેં આપને કોઈ વાત નથી જણાવી. બાગેશ્વર મહારાજે કહ્યું કે, આજ પછી હવે હં કોઈને સફાઈ નહીં આપું. જો અંધવિશ્વાસી કહેશે, તેવા લોકોને હું નાગા કરી દઈશ. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર