Home /News /national-international /જો કોઈ પાખંડી અમને આંખ બતાવશે તો તેનો ઈલાજ બરાબર કરીશું: ચંદ્રશેખરે બાગેશ્વરધામને લઈને આપી ચેતવણી

જો કોઈ પાખંડી અમને આંખ બતાવશે તો તેનો ઈલાજ બરાબર કરીશું: ચંદ્રશેખરે બાગેશ્વરધામને લઈને આપી ચેતવણી

ચંદ્રશેખર રાવણે બાગેશ્વર ધામને લઈને ચેતવણી આપી

હકીકતમાં જોઈએ તો, અંધ શ્રદ્ધા ઉન્મૂલન સમિતિએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ જાદૂ ટોણા કરવા અને અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. જેને લઈને સમિતિના સંસ્થાપક શ્યામ માનવે મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વધુ જુઓ ...
છતરપુર(મધ્ય પ્રદેશ): મોટા ભાગે પોતાના અંદાજ અને વિવાદીત નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા બાગેશ્વર ધામના કથાવાચક ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈને ફરી એક વાર વિવાદ સર્જાયો છે. ફરી એક વાર તેમના વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ અન્ય કોઈ નહીં પણ નાગપુરની અંધ શ્રદ્ધા ઉન્મૂલન સમિતિના સંસ્થાપક શ્યામ માનવે કરી છે. તેમણે શાસ્ત્રી પર અંધ વિશ્વાસ ફેલાવાનો આરોપ લગાવ્યો છે. તો વળી બીજી તરફ ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર રાવણે છતરપુરમાં એક મોટી રેલી કરી હતી. ચંદ્રશેખરે આ સભામાં વિરોધીઓ પર ખૂબ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જો કોઈ પાંખડી અમને આંખ બતાવશે તો તેનો ઈલાજ અમે કરીશું. હું આવા લોકોને એ જ કહેવા માટે છતરપુર આવ્યો છું.

આ પણ વાંચો: VIDEO: નાના પડદાનો કિંગ મોટા પડદે ઝીરો સાબિત થયો, કપિલ શર્માની ફિલ્મનો પ્રથમ દિવસે જ ધબડકો

હકીકતમાં જોઈએ તો, અંધ શ્રદ્ધા ઉન્મૂલન સમિતિએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ જાદૂ ટોણા કરવા અને અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. જેને લઈને સમિતિના સંસ્થાપક શ્યામ માનવે મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાથે જ પડકાર આપતા કહ્યું કે, જો બાબા 10 લોકો વિશે યોગ્ય જવાબ આપી દે તો, તેમને સમિતિ તરફથી 30 લાખ રૂપિયા આપવામાં આવશે.


આપને જણાવી દઈએ કે, ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખરે છતરપુરના પૂર્વ ધારાસભ્ય આરડી પ્રજાપતિના પક્ષમાં રેલી કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ચંદ્રશેખરે જનતાને સંબોધન કરતા કહ્યું કે, હું આરડી પ્રજાપતિ સાથે ઊભો છું. જે કોઈ તેમને ડરાવશે, અથવા તેમની સામે આવશે, તેને અમે છોડીશું નહીં. તે કોઈ પણ હોય, એ સાંભળી લે કે પ્રજાપતિ એકલા નથી. શાસન પ્રશાસન અને સરકારને પણ આ ચેતવણી છે. જો ગુંડાગીરી ખતમ નથી થઈ તો, અહીંની સરકાર પણ બદલાશે, કોઈ કસર છોડવામાં આવશે નહીં. જો ઈચ્છતો તો આ સભા એસપી ઓફિસ બહાર કરાવતો, તેમને પણ ખબર પડેત. અબકી બાર મધ્ય પ્રદેશમાં આદિવાસી જ મુખ્યમંત્રી બનશે. આપને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીનો ભાઈ સાલિગ્રામ પર દલિત પરિવારને ધમકાવવાનો આરોપ લાગ્યો હતો. તેના માટે તેના ભાઈની ધરપકડ પણ થઈ છે. કહેવાય છે કે, છતરપુર પોલીસે ચંદ્રશેખરના પ્રેશરમાં આવીને તેની ધરપકડ કરી છે. કારણ કે, ભીમ આર્મીએ જ ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ પર ફરિયાદ નોંધાવી હતી.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો