Home /News /national-international /બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ 30 લાખની ચેલેન્જને ઠોકર મારી, ફ્રીમાં દરેક સવાલોના જવાબ આપવાની ચેલેન્જ

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ 30 લાખની ચેલેન્જને ઠોકર મારી, ફ્રીમાં દરેક સવાલોના જવાબ આપવાની ચેલેન્જ

બાગેશ્વરધામ બાલાજીના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી

હાલમાં જ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી નાગપુર ગયા હતા, જ્યાં તેમણે પોતાનો દિવ્ય દરબાર લગાવ્યો હતો. તેને લઈને અંધ શ્રદ્ધા નિર્મૂલન સમિતિના સંસ્થાપક અને નાગપુરની મંત્ર-તંત્ર વિરોધી નિયમ જનજાગૃતિ પ્રચાર પ્રસાર સમિતિના સહ અધ્યક્ષ શ્યામ માનવે પોલીસને ફરિયાદ કરી હતી.

વધુ જુઓ ...
    બાગેશ્વર ધામના કથાવાચક પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ નાગપુરની સમિતિની ચેલેન્જનો સ્વીકાર કરી લીધો છે. તેમણે સમિતિની 30 લાખ રૂપિયાની ઓફરને ઠોકર મારી દીધી છે. તેમણે કહ્યું કે, તે ફ્રીમાં તેમના તમામ સવાલોના જવાબ આપશે. તેમના સમિતિના સભ્યોને રાયપુરમાં 20 અને 21 જાન્યુઆરીએ થનારા દરબારમાં પહોંચવાનું રહેશે. તેમના આવવા જવાનો ખર્ચ પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આપવા તૈયાર છે. જો કે, સમિતિના પ્રો. શ્યામ માનવે રાયપુર જવાની ના પાડી દીધી છે.

    શું છે સમગ્ર મામલો


    હાલમાં જ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી નાગપુર ગયા હતા, જ્યાં તેમણે પોતાનો દિવ્ય દરબાર લગાવ્યો હતો. તેને લઈને અંધ શ્રદ્ધા નિર્મૂલન સમિતિના સંસ્થાપક અને નાગપુરની મંત્ર-તંત્ર વિરોધી નિયમ જનજાગૃતિ પ્રચાર પ્રસાર સમિતિના સહ અધ્યક્ષ શ્યામ માનવે પોલીસને ફરિયાદ કરી હતી. મીડિયા સાથે ચર્ચા દરમિયાન તેમણે કહ્યું હતું કે, નાગપુરમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથા 5થી 13 જાન્યુઆરીએ થવાની હતી. આમંત્રણ પત્ર અને પોસ્ટરમાં પણ 13 જાન્યુઆરીથી સુધીની કથાનો ઉલ્લેખ હતો. કથા પુરી કરવાના બે દિવસ પહેલા જ નાગપુરથી જતાં રહ્યા હતા. શ્યામ માનવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને ડરનો દરબાર ગણાવ્યો હતો અને કાર્યવાહીની માગ કરી હતી. તેમણે જણાવ્યું છે કે, દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ભક્તોના નામ અને નંબરથી લઈને ઘણી બધી જાણકારી બતાવાનો દાવો કરતા રહે છે. અમે તેમના અનેકો વીડિયો જોયા છે. અમે તેમને આ દાવાઓ સાબિત કરી આપવાની ચેલેન્જ આપીએ છીએ.

    આ પણ વાંચો: ફક્ત સામે બેસો અને તમારા જીવનમાં શું દુ:ખ-દર્દ છે, તે કહી દેતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે કેટલું જાણો છો તમે?

    સમિતિએ કેવી આપી હતી ચેલેન્જ


    સમિતિએ પોતાના 10 લોકોને ધીરેન્દ્ર સામે લઈને જવાના હતા અને પોતાના અંતરજ્ઞાનથી તેમના વિશે જણાવાનું હતું. તેમાં તેમનો નંબર, નામ, ઉંમર અને તેમના પિતાનું નામ બતાવાનું હતું. આ ઉપરાંત તેમના રુમમાં 10 વસ્તુઓ રાખી છે, આ કઈ વસ્તુઓ છે, તે ઓળખી બતાવાની હતી. તેને બે વાર રીપિટ કરી બતાવે. જો તેઓ 90 ટકા રિઝલ્ટ પણ સાચુ આપશે જો સમિતિ તેમને 30 લાખ રૂપિયાનું ઈનામ આપશે. જો કે, તેના માટે તેમને 3 લાખ રૂપિયા ડિપોઝિટ કરવાના હોય છે. શ્યામ માનવના જણાવ્યા અનુસાર, તેમને આ ચેલેન્જ સ્વીકાર નથી, તેઓ પહેલાથી જ નાગપુરથી રવાના થઈ ગયા છે.

    ચેલેન્જ પર શું બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી


    પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા રાયપુરમાં ચાલી રહી છએ. અહીં તેમણે કહ્યું કે, આપ દુનિયાના ચક્કરમાં ન પડો. ભૂત-પિશાચ નિકટ નહીં આવે. શું આ ખોટું છે. શું આ અંધ શ્રદ્ધા છે. શું આ અંધ વિશ્વાસ છે. અમે મહારાષ્ટ્રમાં કોઈ પણ પ્રકારના કાયદાનું ઉલ્લંઘન નથી કર્યું. અને ક્યારેય કરીશું પણ નહીં. જો તેઓ કહેતા હોય કે, ભગવાન છે કે નહીં, અમારે અનુભવ કરવો છે. બાગેશ્વરધામ બાલાજીનો બે દિવસનો દરબાર લાગ્યો. આપ ન આવ્યા. 7 દિવસનો દરબાર લાગ્યો, આપ ન આવ્યા. અમને સમય મળશે અમે ફરી આવીશું, પણ રાયપુરમાં 20 અને 21 તારીખે ફરી દરબાર છે. આવવાનું ભાડૂ અમે આપીશું. આપની ચેલેન્જ અમને સ્વિકાર છે. વેલકમ ટૂ રાયપુર.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Raipur

    विज्ञापन
    विज्ञापन