Home /News /national-international /VIDEO: બાગેશ્વરધામના દિવ્ય દરબારમાં આવેલી મુસ્લિમ મહિલા પ્રભાવિત થઈ, હજારો લોકોની સામે હિન્દુ ધર્મ અપનાવ્યો

VIDEO: બાગેશ્વરધામના દિવ્ય દરબારમાં આવેલી મુસ્લિમ મહિલા પ્રભાવિત થઈ, હજારો લોકોની સામે હિન્દુ ધર્મ અપનાવ્યો

બાગેશ્વરધામમાં મુસ્લિમ મહિલા બની હિન્દુ

બાગેશ્વર ધામ સરકારની કથા હાલમાં છત્તીસગઢના રાયપુરમાં ચાલી રહી છે. વિવાદો બાદ બાગેશ્વર મહારાજની આ કથા ચર્ચામાં છે. શનિવારે બાગેશ્વર મહારાજે ફરી એક દિવ્ય દરબાર લગાવ્યો છે.

    રાયપુર: બાગેશ્વર ધામ સરકારની કથા હાલમાં છત્તીસગઢના રાયપુરમાં ચાલી રહી છે. વિવાદો બાદ બાગેશ્વર મહારાજની આ કથા ચર્ચામાં છે. શનિવારે બાગેશ્વર મહારાજે ફરી એક દિવ્ય દરબાર લગાવ્યો છે. આ દિવ્ય દરબારમાં એક મુસ્લિમ મહિલા પણ આવી પહોંચી હતી. દિવ્ય દરબારમાં મુસ્લિમ મહિલાએ બાબાનો ચમત્કાર જોઈને હેરાન રહી ગઈ હતી. મુસ્લિમ મહિલાએ મંચ પરથી હિન્દુ ધર્મ અપનાવવાની જાહેરાત કરી હતી. આ મહિલા છત્તીસગઢના બિલાસપુરની રહેવાસી છે. મહિલાએ કહ્યું કે, સનાતમ ધર્મ શ્રેષ્ઠ છે. તેણે કહ્યું કે, હિન્દુ ધર્મમાં ભાઈ અને બહેનના લગ્ન થતાં નથી. આ ધર્મ સભ્યતાવાળો સમાજ છે. મહિલાનું નામ સુલ્તાના છે.
    " isDesktop="true" id="1324609" >

    મહિલાએ કહ્યું કે, સનાતમ ધર્મ શ્રેષ્ઠ છે, કેમ કે ત્રણ તલાક બોલી દેવાથી પતિ અને પત્નીનો સંબંધ ખતમ નથી થતો. મહિલાની વાત સાંભળીને મંચ પર બેઠેલા લોકો બાબાની જયકાર કરવા લાગ્યા. મહિલાના દિવ્ય દરબારમાં અરજી લગાવી હતી. બાબાએ ફરી એક વાર બતાવ્યા વિના મહિલાની સમસ્યા પેપરમાં લખી દીધી. બાબાનો આ ચમત્કાર જોઈને મહિલા પ્રભાવિત થઈ ગઈ.


    ત્રણ લોકોએ કરી ઘરવાપસીની જાહેરાત


    બાગેશ્વર ધામ મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારમાં શનિવારે ઓડિશાના ત્રણ લોકોએ ધર્મ વાપસીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, અમે ઈસ્લામ છોડીને સનાતન ધર્મને અપનાવવાની જાહેરાત કરીએ છીએ. મંચ પરથી બાગેશ્વર મહારાજે આ તમામનું સ્વાગત કર્યું. આ અગાઉ દિવ્ય દરબારમાં મહારાજે અનેક ભક્તોની અરજી સાંભળી હતી. તેમની સમસ્યા પુછી અને પહેલાથી કાગળ પર લખેલી રાખી અને સમાધાન કરવા માટે બાગેશ્વર બાબા પર વિશ્વાસ રાખવા માટે જણાવ્યું.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन