Home /News /national-international /આજથી બંધ થઈ જશે બદરીનાથના કપાટ: આ વખતે પીએમ મોદી સહિત સાડા 17 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

આજથી બંધ થઈ જશે બદરીનાથના કપાટ: આ વખતે પીએમ મોદી સહિત સાડા 17 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

badrinath temple

હિન્દુઓના પવિત્ર ધાર્મિક સ્થળ શ્રી બદરીનાથ ધામના કપાટ શિયાળામાં બંધ થઈ જાય છે. 19 નવેમ્બરે સાંજના 3 વાગ્યેની 35 મિનિટ પર ભગવાન બદરીના વિશાળ કપાટ બંધ થશે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Haldwani Talli, India
  હલ્દ્વાની: હિન્દુઓના પવિત્ર ધાર્મિક સ્થળ શ્રી બદરીનાથ ધામના કપાટ શિયાળામાં બંધ થઈ જાય છે. 19 નવેમ્બરે સાંજના 3 વાગ્યેની 35 મિનિટ પર ભગવાન બદરીના વિશાળ કપાટ બંધ થશે. જેની તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. મંદીરને સુંદર રીતે રંગબેરંગી ફુલોથી સજાવામાં આવ્યું છે. કપાટ બંધ થવાથી હજારો શ્રદ્ધાળુઓ બદરીનાથ પહોંચ્યા છે. જે કપાટ બંધ થવાની ધાર્મિક પ્રક્રિયાના સાક્ષાત સાક્ષી બનશે. બદરીનાથની પૂર્વ ધર્માધિકારી ભુવન ચંગ્ર ઉનિયાલ મુજબ કપાટ બંધ થતા પહેલા ભગવાન બદરીવિશાલને ઉની ધૃત કંબલ ઓઢાડવામાં આવશે. આ ધાબળા માના ગામની મહિલાઓ દ્વારા તૈયાર કરવામા આવે છે. જેને ધીમાં પલાળીને તૈયાર કરવામાં આવે છે.

  આ પણ વાંચો: Vadodara: માત્ર ત્રણ દિવસમાજ શહેરના આ 6 યુવાનોએ કેદારકંઠા સર કર્યું

  આ ધાબળાને મંદીરના મુખ્ય પૂજારી ઈશ્વરી પ્રસાદ નંદૂબરી ભગવાનને અર્પણ કરશે. આ અગાઉ શનિવારે રાવલ એટલે કે મુખ્ય પૂજારી ઈશ્વરી પ્રસાદ નંદૂબરી સ્ત્રીનો વેશ ધારણ કરી માતા લક્ષ્મીની પ્રતિમાને બદરીનાથ ધામના ગર્ભ ગૃહમાં પ્રતિષ્ઠાપિત કરશે અને ઉદ્ધવ અને કુબેરની પ્રતિમાને મંદિર પરિસરમાં લાવવામાં આવશે. બદરીનાથ ધામના કપાટ બંધ થવાની સાથે જ ઉત્તરાખંડમાં આવેલ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદરીનાથ ધામની યાત્રા પણ આજે સંપન્ન થશે.

  આ વર્ષે સાડા સત્તર લાખથી વધારે તીર્થયાત્રી ભગવાન બદરીનાથના દર્શન કરી ચુક્યા છે. બદરીનાથના કપાટ બંધ થયા બાદ ઉદ્ધવ અને કુબેરજીની ડોલી બામણી ગામમાં પહોંચશે. જ્યારે શંકરાચાર્યજીની ગાદી રાવલ નિવાસમાં આજે રાત્રે વિશ્રામ કરશે. કાલે રવિવારે સવારે પાવન ગાદી અન ઉદ્ધવ કુબેરજીની મૂર્તિ પાંડુકેશ્વર માટે રવાના થશે. 21 નવેમ્બરે શંકરાચાર્યની ગાદી જોશીમઢના નરસિંહ મંદિર પહોંચશે અને શીતકાળ સુધી રહેશે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Badrinath

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन