બદ્રીનાથના કપાટ આ તારીખે યાત્રાળુઓ માટે ખોલવામાં આવશે, સમિતિએ આપી જાણકારી
27 એપ્રિલે બદ્રિનાથના કપાટ ખુલશે
વસંત પંચમીના અવસર પર બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ઉત્તરાખંડના ચાર ધામોમાંના એક ભગવાન બદ્રી વિશાલ મંદિરના કપાટ ખોલવાની તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યો છે.
વસંત પંચમીના અવસર પર બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ઉત્તરાખંડના ચાર ધામોમાંના એક ભગવાન બદ્રી વિશાલ મંદિરના કપાટ ખોલવાની તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યો છે. આ વર્ષે 27 એપ્રિલે સવારે 7:10 કલાકે ભગવાન બદ્રીનાથના કપાટ ખોલવામાં આવશે.
આ અંગેની માહિતી શ્રી બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિ દ્વારા વસંત પંચમી પર આપવામાં આવી હતી. સમિતિ વતી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું હતું કે, "ભગવાન બદ્રી વિશાલના કપાટ આ વર્ષે 27 એપ્રિલે સવારે 07:10 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવશે. નરેન્દ્રમાં આયોજિત એક કાર્યક્રમમાં કપાટ ખોલવાની તારીખની જાહેરાત કરવામાં આવી હતી.
भगवान #बदरी_विशाल के कपाट इस वर्ष 27 अप्रैल को प्रात: 07:10 बजे श्रद्धालुओं के लिए खोल दिए जाएंगे।
बसंत_पंचमी के अवसर पर नरेंद्रनगर में आयोजित समारोह में कपाट खुलने की तिथि घोषित हुई।
સમિતિ દ્વારા સમયની જાહેરાત કરવામાં આવી ત્યારે શાહી પરિવારના સભ્યો સિવાય શ્રી બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજય હાજર હતા. કમિટીએ આપેલી માહિતી અનુસાર, વસંત પંચમીના અવસર પર આ વખતે પણ ભગવાન બદ્રી વિશાલની કપાટ ખોલવાનું શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે 27 એપ્રિલે સવારે 7:10 કલાકે ગુરુ પુષ્ય યોગમાં કપાટ યાત્રાળુઓ માટે ખોલવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર