સાઇના નેહવાલ BJPમાં જોડાઈ, કહ્યું- નરેન્દ્ર સરે દેશ માટે ઘણું કામ કર્યું

News18 Gujarati
Updated: January 29, 2020, 1:32 PM IST
સાઇના નેહવાલ BJPમાં જોડાઈ, કહ્યું- નરેન્દ્ર સરે દેશ માટે ઘણું કામ કર્યું
બહેન ચંદ્રાશુની સાથે બીજેપીમાં જોડાઈ સાઇના નેહવાલ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી મને ઘણી પ્રેરણા મળે છે : સાઇના નેહવાલ

  • Share this:
નવ‍ી દિલ્હી : દુનિયાની પૂર્વ નંબર વન બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ (Saina Nehwal) ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગઈ છે. નવી દિલ્હીમાં બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે સાઇના નેહવાલને સભ્યપદ અપાવ્યું. સાઇનાની સાથે તેની મોટી બહેન ચંદ્રાશુ નેહવાલે પણ બીજેપીનું સભ્યપદ ગ્રહણ કર્યું છે.

બીજેપીમાં સામેલ થયા બાદ સાઇના નેહવાલે કહ્યું કે, આજે સારો દિવસ છે. મેં અનેક ટાઇટલ જીત્યા છે પરંતુ આજે હું એવી પાર્ટીમાં સામેલ થઈ રહી છું જે દેશ માટે આટલું સારું કામ કરી રહી છે. હું મહેનતુ ખેલાડી છું અને મને તે લોકોની સાથે કામ કરવાનું પસંદ છે જે અથાગ મહેનત કરે છે.

સાઇનાએ પીએમ મોદીના વખાણ કર્યા

સાઇનાએ વધુમાં કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પાસેથી મને ઘણી પ્રેરણા મળે છે. નરેન્દ્ર સરે દેશ માટે ઘણું કામ કર્યું છે. મને ખુશી છે કે હું બીજેપીનો હિસ્સો બની છું, જે દેશ માટે કામ કરી રહી છે. મને આશા છે કે હું પાર્ટીની અપેક્ષાઓ પર ખરી ઉતરીશ.

સાઇનાએ 2015માં પીએમ મોદીને રેકેટની ભેટ આપી હતી. (ફાઇલ તસવીર)


29 વર્ષીય સાઇના નેહવાલ હૈદરાબાદની રહેવાસી છે. હાલમાં તે દુનિયાની 8મા નંબરની મહિલા બેડમિન્ટન ખેલાડી છે. દુનિયાની નંબર-1 બેડમિન્ટન ખેલાડી રહી ચૂકેલી સાઇના નેહવાલે અત્યાર સુધી કુલ 24 આંતરરાષ્ટ્રીય ટાઇટલ જીત્યા છે. ઓલિમ્પિકમાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સાઇનાને રાજીવ ગાંધી ખેલ રત્ન અને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચૂકી છે.

ખેલાડીઓ પણ બીજેપીમાં જોડાઈ ચૂક્યા છે

નોંધનીય છે કે, આ પહેલા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર, રેસલર યોગેશ્વર દત્તા અને બબીતા ફોગાટ પણ બીજેપીમાં જોડાયા હતા.

આ પણ વાંચો ...જયારે 73 વર્ષના નારાયણ મૂર્તિએ 82 વર્ષના રતન ટાટાને પગે લાગી લીધા આશીર્વાદ
First published: January 29, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading