VIDEO: નોળીયાએ નાગણને મારી નાખી, વિયોગમાં તડપી રહેલા નાગે પણ પ્રાણનો ત્યાગ કર્યો
નાગણના વિયોગમાં નાગ બેહાલ થઈ ગયો
ગામલોકોના જણાવ્યા અનુસાર, વર્ષોથી એક નાગ અને નાગણનું કપલ અહીં રહેતું હતું. આ કપલને રાહદારીઓએ પણ જોયું હતું. પણ આજ સુધીમાં આ નાગ-નાગણની જોડીએ કોઈને પણ નુકસાન પહોંચાડ્યું નથી.
બદાયૂ: આમ તો કેટલીય ફિલ્મો અને વાર્તાઓમાં આપે જોયું હશે અને સાંભળ્યું પણ હશે કે પ્રેમમાં પાગલ નાગણ અને નાગ એકબીજા માટે જીવ આપી દેવા માટે તત્પર રહેતા હોય છે, પણ શું વાસ્તવમાં તે શક્ય છે ખરુ? શું કોઈ નાગણ પોતાના નાગના પ્રાણ બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દે છે. યૂપીના બદાયૂં જિલ્લામાં કંઈક આવો જ દાવો કરવામાં આવી રહ્યો છે. દાવો છે કે, તાલુકાના બિલ્સી ગામ નગલા ડલ્લૂમાં રામ દાસ બ્રજલાલ મેમો ઈંટર કોલેજ નજીક આવેલી સમાધી પર એક નાગ પોતાની નાગણના વિયોગમાં લાશ પર ફેણ લગાવીને બેઠો છે.
ગામલોકોના જણાવ્યા અનુસાર, વર્ષોથી એક નાગ અને નાગણનું કપલ અહીં રહેતું હતું. આ કપલને રાહદારીઓએ પણ જોયું હતું. પણ આજ સુધીમાં આ નાગ-નાગણની જોડીએ કોઈને પણ નુકસાન પહોંચાડ્યું નથી. પણ બે દિવસ પહેલા આ જોડી પાછળ અને નોળીયો પડ્યો હતો. તે સતત નાગ પર હુમલો કરતો રહેતો હતો. જ્યારે પણ નોળીયો સાંપને એકલો જોતો, તેના પર તૂટી પડતો હતો. પણ નાગણ નાગ માટે રક્ષક બનીને આગળ આવી જતી હતી. બે દિવસ સુધી આ ક્રમ ચાલતો રહ્યો, જો કે મંગળવારે સાંજે નોળીયાએ નાગણને મારી નાખી અને બાજૂમાં આવેલી એક સમાધી પર લઈ ગયો.
#बदायूं: इतना न आजमा खुद को बरना तरस जायेगा, दुनियां की नगीनों में एक और नगीना जुड़ जाएगा।
नागिन के वियोग में तड़पकर नाग ने त्यागा प्राण; आग की तरह फैल रही इस प्रेम कहानी की चर्चा
ગામલોકોના જણાવ્યા અનુસાર, નાગ દરમાંથી બહાર આવ્યો અને જેવું નાગણને લોહીલુહાણ જોઈ કે, તે પોતાની ફેણ જમીન પર મારવા લાગ્યો અને પોતાની જાતને પણ લોહીલુહાણ કરી નાખી. ત્યાર બાદ નાગ નાગણના વિયોગમાં તેની લાશને મોઢામાં લઈને આમતેમ ભટકવા લાગ્યો. જેણે પણ આ નજારો જોયો તે દંગ રહી ગયો. જોતજોતામાં ત્યાં રાહદારીઓની ભીડ એકઠી થઈ ગઈ. આ વીડિયો પણ હાલમાં વાયરલ થઈ રહ્યો છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર