યૂપીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું 'ભગવાકરણ'

 • Share this:
  બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામમાં રામજી જોડવાની સાથે તેમની પ્રતિમાનું પણ ભગવાકરણ થઈ ગયું છે. બદાયૂ જિલ્લાના કુંવરગામના દુગરૈયા સ્થિત એક ગામમાં શુક્રવારે રાત્રે તોડવામાં આવેલ ડો. આંબેડકરની નવી પ્રતિમા વાદળી રંગની જગ્યાએ ભગવા રંગની લગાવવામાં આવી છે. રવિવારે સમાજના લોકો અને પોલિસ અધિકારીઓની હાજરીમાં આ ભગવા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.

  આ પહેલો મોકો છે, જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા વાદળી રંગને બદલે ભગવા રંગની જોવા મળી રહી છે. બાબાસાહેબની ભગવા રંગની પ્રતિમા જોઈ લોકો પણ હેરાન છે. ચોંકાવતી વાત એ છે કે, આ પ્રતિમાના રંગ પર ન કોઈ બસપાના નેતાએ વિરોધ દર્શાવ્યો કે ન બાબા સાહેબના કોઈ અનુયાયીઓએ.

  ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા બાબાસાહેબની પ્રતિમાને કેટલાક તોફાની તત્વોએ તોડી નાખી હતી. ત્યારબાદ માહોલ બગડતો જોઈ જીલ્લા પ્રશાસને તત્કાલીન આગ્રામાં આંબેડકરની નવી મૂર્તી બનાવડાવી. રવિવારે ગ્રામીણોની હાજરીમાં મૂર્તીનું અનાવરણ કરવામાં આવ્યું.

  આ મોકા પર બસપા જિલ્લા અધ્યક્ષ હેમેન્દ્ર ગૌતમ સહિત બસપાના નેતાઓએ જોર-શોરથી પ્રતિમાનું માલ્યાર્પણ કર્યું. પરંતુ નવી પ્રતિમા પહેલી પ્રતિમા કરતા અલગ હતી. નવી આંબેડકર પ્રતિમા વાદળી રંગની જગ્યાએ ભગવા રંગમાં સ્થાપિત કરવામાં આવી. સામાન્ય રીતે બાબાસાહેબની પ્રતિમા વાદળી રંગની જોવા મળતી હોય છે. ભગવા રંગમાં રંગાયેલી પ્રતિમા જોઈ હવે રાજકીય ગરમાવો આવી રહ્યો છે.  સપા પ્રવક્તા અને એમએલસી સુનિલ સિંહ સજને કહ્યું કે, આ સરકાર માત્ર ભગવાકરણ કરી અન્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનું કામ કરી રહી છે. આ સરકારમાં માં, દીકરી અને મહિલા સુરક્ષિત નથી.

  તમને જણાવી દઈએ કે, ગત એક મહિનામાં પ્રદેશમાં 10થી વધારે જગ્યાઓ પર આંબેડકરની પ્રતિમા તોડવાની ગટના સામે આવી છે. જોકે, દરેક મામલામાં ફરિયાદ તો નોંધવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈની દરપકડ નથી કરવામાં આવી. એટલું જ નહીં બાબા સાહેબના નામ સાથે રામજી જોડવાને લઈ પણ રાજકારણ રમાઈ રહ્યું છે. એકવાર ફરી ભગવા મૂર્તિને લઈ રાજકારણમાં ગરમાવો આવે તેવી પૂરી સંભાવના છે.
  Published by:kiran mehta
  First published: