મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેના બંગલા 'વર્ષા'ની દીવાલ પર લખાયા અપશબ્દો

News18 Gujarati
Updated: December 28, 2019, 12:41 PM IST
મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેના બંગલા 'વર્ષા'ની દીવાલ પર લખાયા અપશબ્દો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું અધિકૃત નિવાસસ્થાન.

બંગલાના એક રૂમની દીવાલ પર લખ્યું છે કે, 'Whos is UT? ( યૂટી કોણ છે?) UT Is Mean (યૂટી ખરાબ છે)...શટ અપ.' આ યૂટી શબ્દને સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સરકારી બંગલા 'વર્ષા'ની દીવાલ પર અપશબ્દો લખવામાં આવ્યા છે. તાજેતરમાં રાજીનામું આપ્યા બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ બંગલાને ખાલી કર્યો હતો. હકીકતમાં પીડબ્લ્યૂડીને તેમણે જ્યારે બંગલો સોંપ્યો ત્યારથી બંગલાની દીવાલ પર અપશબ્દો લખેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ ઉદ્ધવ ઠાકરે માટે આ અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે રૂમમાં સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અપશબ્દો લખવામાં આવ્યા છે તે રૂમ દેવેન્દ્ર ફડણવીસની દીકરી ઉપયોગ કરતી હતી.

'વર્ષા' બંગલાની દીવાલ બહાર લખાયું - 'Whos is UT'

બંગલાના એક રૂમની દીવાલ પર લખ્યું છે કે, 'Whos is UT? ( યૂટી કોણ છે?) UT Is Mean (યૂટી ખરાબ છે)...શટ અપ.' આ યૂટી શબ્દને સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. આ મામલો સામે આવ્યા પછી દેવેન્દ્ર ફડણવીસ પરિવાર પર સવાલ ઉઠી રહ્યા છે.નોંધનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હજુ સુધી આ બંગલામાં રહેવા આવ્યા નથી. હાલ પીડબ્લ્યૂડી વિભાગ નવા મુખ્યમંત્રી માટે બંગલાનું સમારકામ કરી રહ્યો છે.

શિવસેના પર અનેક વખત કટાક્ષ કરી ચુકી છે અમૃતા ફડણવીસમહારાષ્ટ્રમાં સત્તા હાથમાંથી ગયા બાદ પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ અનેક વખત શિવસેના પર કટાક્ષ કરી ચુક્યા છે. વ્યવસાયે બેન્કર અમૃતા ફડણવીસ અનેક વખત સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો કાઢી ચુક્યા છે. આથી એવું કહેવામાં આવી રહ્યું છે કે 'વર્ષા' બંગલાની દીવાલ પણ અમૃતાના ગુસ્સાનો શિકાર બની ગઈ છે. (દિવાકરસિંહનો રિપોર્ટ)

આ પણ વાંચો :  અમૃતા ફડણવીસ અને શિવસેના વચ્ચેના શાબ્દિક યુદ્ધથી Axis Bank હજારો ગ્રાહકો ગુમાવશે!
First published: December 28, 2019, 12:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading