શાઓમી ફેન્સ માટે ખરાબ સમાચાર, મોંઘા થઈ શકે છે બધા ફોન

News18 Gujarati
Updated: September 7, 2018, 3:29 PM IST
શાઓમી ફેન્સ માટે ખરાબ સમાચાર, મોંઘા થઈ શકે છે બધા ફોન

  • Share this:
જો તમે શાઓમીનો ફોન લેવાનું વિચારી રહ્યાં છો તો ઝડપી ખરીદી લો કેમ કે, સ્માર્ટફોન બનાવનાર ચીનની કંપનીએ કહ્યું છે કે, જો ભારતીય રૂપિયો આ સ્તર પર રહ્યો તો તેઓ પોતાના સ્માર્ટફોનની કિંમતોમાં વધારો કરી શકે છે. ઈન્ડિયન સ્માર્ટફોન માર્કેટમાં શાઓમીની ભાગીદારી લગભગ 30 ટકા છે. કંપનીએ કહ્યું છે કે, રૂપિયો નબળો થવાના કારણે તેમના નફા પર અસર પડશે અને મજબૂરીમાં પોતાના ફોન્સની કિંમતમાં વધારો કરવો પડશે.

કંપનીએ કહ્યું કે, તેઓ ભારતમાં પોતાના ફોન બનાવી રહ્યા છે જેના કારણો ગ્રાહકોને ફાયદો પણ થઈ રહ્યો છે, પરંતુ અમારે ફોનના કેટલાક પાર્ટ્સ ચીન, જાપાન અને તાઈવાનથી મંગાવવા પડે છે જેની ચૂકવણી અમારે ડોલરમાં કરવી પડે છે. જોકે, અમે અહી અમારી પ્રોડક્ટ વેચીને પૈસા કમાઈ રહ્યાં છીએ તે રૂપિયામાં છે. કંપનીએ પોતાના બિઝનેસ પ્લાનને 1 ડોલરના 62-63 રૂપિયાને લઈને બનાવ્યો હતો પરંતુ હવે રૂપિયો 71-72 પહોંચી ગયો છે જેનાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

શાઓમી ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર મનુ કુમારે જેને કહ્યું, 6 મહિનામાં એક ડોલરની કિંમત 71 રૂપિયા થઈ ગઈ છે. અમે કહ્યું હતું કે, કે પોતાના હાર્ડવેયર ડિવાઈસ પર 5 ટકાથી વધારે પ્રોફિટ માર્જિન રાખીશું નહી પરંતુ માર્કેટ કોસ્ટ 10 ટકા વધી ગયો છે. આની સીધી અસર અમારા પ્રોફિટ માર્જિન પર પડી રહ્યો છે. જો રૂપિયો આ સ્તર પર જ બનેલો રહેશે તો અમારે ફોનની કિંમતમાં વધારો કરવો પડશે.

જૈનને આગળ કહ્યું કે, જો રૂપિયાની વેલ્યૂ ઘટતી રહશે તો અમે પ્રાઈસને રિવાઈઝ કરવા માટે મજબૂર થઈ જઈશું. આમાં સૌથી પહેલા 10 હજારથી ઓછી કિંમતવાળી પ્રોડક્ટની કિંમત રિવાઈઝ કરવામાં આવશે કેમ કે, 4થી 5 ટકાના પ્રોફિટ માર્જિનવાળી આ પ્રોડક્ટનું એક્ચુઅલ ડોલર પ્રોફિટ ખુબ જ ઓછો છો. જોકે, તેમને તે ના જણાવ્યું કે, કિંમત કેટલી વધશે પરંતુ તે જરૂર કહ્યું કે, કંઈક સૌ રૂપિયાથી વધારે જ હશે.
First published: September 7, 2018, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading