Home /News /national-international /

Bad Luck : 20 વર્ષ ખોટા રેપ કેસમાં જેલ ભોગવી, બહાર આવી લગ્ન કર્યા, બીજાજ દિવસે પત્ની બધુ લઈ રફૂચક્કર થઈ

Bad Luck : 20 વર્ષ ખોટા રેપ કેસમાં જેલ ભોગવી, બહાર આવી લગ્ન કર્યા, બીજાજ દિવસે પત્ની બધુ લઈ રફૂચક્કર થઈ

ખરાબ નસીબ

Bad Luck : જણાવવામાં આવી રહ્યું છે કે મહરૌની કોતવાલી હેઠળના ગામ સિલાવણના રહેવાસી વિષ્ણુ તિવારીને 20 વર્ષ પહેલા રેપ કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં આ કેસ ખોટો નીકળ્યો. વિષ્ણુ તિવારી નિર્દોષ હોવા છતાં 20 વર્ષ સુધી જેલમાં રહ્યા. હાઈકોર્ટના આદેશ બાદ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. હાલમાં જ એક કન્યા તેની સાથે લગ્નના બહાના હેઠળ છેતરપિંડી આચરી ગઈ

વધુ જુઓ ...
    Bad Luck - unlucky : લોકોના જીવનમાં ઘણા પ્રકારે મુસીબતો (difficulties) આવતી હોય છે. દુઃખી થયેલો માણસ તેને બદનસીબ (unlucky) ગણીને સ્વીકારવાની કોસીસ કરતો હોય છે. આવી જ કંઈક ઘટના વિષે અમે તમને જણાવીશું. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના લલિતપુર જિલ્લામાં એક નવી દુલ્હન વરને ચકમો આપીને ભાગી ગઈ. આરોપ છે કે વરરાજાએ દુલ્હનના માતા-પિતાને એક લાખ રૂપિયા આપીને ધાર્મિક વિધિ અનુસાર મંદિરમાં લગ્ન કર્યા હતા. કન્યા તેની સાથે પચાસ હજાર રૂપિયા રોકડા અને દાગીના લઈ ગઈ હતી. વરરાજાએ આ મામલામાં પોલીસ અધિક્ષકને ફરિયાદ પત્ર આપી આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

    પહેલા થઇ ખોટી જેલ

    પ્રાપ્ત માહિતી મુજબ, મેહરૌની કોતવાલી હેઠળના ગામ સિલાવણના રહેવાસી વિષ્ણુ તિવારીને 20 વર્ષ પહેલા રેપ કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં આ કેસ ખોટો નીકળ્યો. વિષ્ણુ તિવારી નિર્દોષ હોવા છતાં 20 વર્ષ સુધી જેલમાં રહ્યા. હાઈકોર્ટના આદેશ બાદ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આ મામલો બે વર્ષ પહેલા પણ હેડલાઇન્સમાં હતો.

    તાજેતરની ઘટનાઓ અનુસાર, વિષ્ણુ તિવારીએ સ્થાયી થવાના ઉદ્દેશ્ય સાથે 22 જુલાઈના રોજ એક મંદિરમાં ધાર્મિક વિધિ અનુસાર એમપીના સાગર જિલ્લાની રહેવાસી રાજકુમારી નામની છોકરી સાથે લગ્ન કર્યા હતા. તે તેની પત્ની અને તેના એક સહયોગી સાથે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે નવું જીવન શરૂ કરતા પહેલા શનિવારે શહેરના એક મંદિરમાં આવ્યો હતો, પરંતુ કન્યાએ તેના સાથીદારો સાથે વિષ્ણુને ધોખો આપી ત્યાંથી રફુચક્કર થઇ ગઈ હતી.

    આ પણ વાંચોનશામાં ધૂત યુવતીએ કરી ધડા-ધડી, યુવક સાથે કરી જાહેરમાં હાથાપાઈ, VIDEO વાયરલ

    છોકરીના માતા-પિતાને લગ્ન માટે એક લાખ રૂપિયા આપ્યા

    આરોપ છે કે દુલ્હનના માતા-પિતાએ લગ્ન પહેલા વિષ્ણુ તિવારી પાસેથી એક લાખ રૂપિયા લીધા હતા. સાથે જ તેની વહુ તેની સાથે પચાસ હજાર રોકડા અને દાગીના લઈને ભાગી ગઈ છે. તેણે વિષ્ણુ સાથે લગ્ન જેવા પવિત્ર બંધનના નામે છેતરપિંડી આચર્યાની ફરિયાદ પોલીસ અધિકારીને પણ કરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bad luck, Uttar Pradesh‬, ​​Uttar Pradesh News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन