Sahdev Dirdo Road Accident: ‘બચપન કા પ્યાર’ (Bachpan Ka Pyaar) ગીત ગાઈને રાતો રાત દેશભરમાં લોકપ્રિય થનાર સહદેવ દિરદો (Sahdev Dirdo)એક અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે છત્તીસગઢનો રહેવાસી સહદેવનો સુકમા પાસે અકસ્માત થયો છે. જે પછી ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ‘જાનેમન જાને જા તેરા બચપન કા પ્યાર’ ગીત ગાઇને બસ્તરના (Bastar) બીહડથી બોલિવૂડના પ્રખ્યાત સિંગર બાદશાહ (Badshah)સાથે ગીત ગાનાર સહદેવ દિરદો આજે એક ઘણું જાણીતું નામ છે.
બાદશાહે કર્યું ટ્વિટ
રેપર બાદશાહે ટ્વિટ કર્યં હતું. ટ્વિટમાં લખ્યું છે કે આ દુર્ઘટનાની જાણકારી મળતા જ સહદેવના પરિવારજનોને ફોન કર્યો અને તેના ખબરઅંતર પૂછ્યા હતા. સાથે કહ્યું હતું કે કોઇપણ જરૂર હોય તો દરેક સમયે તમારા માટે હાજર છું. સહદેવના જલ્દી સ્વસ્થ થવાની દુઆ પણ કરી છે. બીજી તરફ છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ આ દુર્ઘટના બાબતે દુખ વ્યક્ત કર્યું છે અને સારી સ્વાસ્થ્ય સેવા આપવાનો આદેશ કર્યો છે.
In touch with Sahdev’s family and friends. He is unconscious, on his way to hospital. Im there for him. Need your prayers 🙏
સૌથી પહેલા સહદેવ દિરદોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે પોતાની સ્કૂલમાં ‘બચપન કા પ્યાર’ ગીત ગાતો જોવા મળ્યો હતો. રાતો રાત તેનો આ વીડિયો ઇન્ટરનેટ પર છવાઇ ગયો હતો અને તે જોત જોતામાં સહદેવ ઇન્ટરનેટ સ્ટાર બની ગયો હતો. આ પછી સહદેવની ચારેય તરફ પ્રશંસા થઇ હતી. એક દિવસ તેની પાસે રેપર બાદશાહનો (Badshah)કોલ આવ્યો અને ત્યાંથી નસીબ બદલાયું હતું.
બાદશાહ સાથે આવ્યું હતું પ્રથમ ગીત
આ પછી સહદેવનું પ્રથમ ગીત પ્રખ્યાત રેપર બાદશાહ સાથે આવ્યું હતું. ગીતને રેપર બાદશાહે ક્રિએટ કર્યું હતું. ગીતનું ટાઇટલ પણ ‘બચપન કા પ્યાર’જ રાખવામાં આવ્યું હતું. ગીત રિલીઝ થતા જ ‘બચપન કા પ્યાર’લોકોમાં ઘણું લોકપ્રિય બની ગયું છે. આજે પણ આ ગીત ઘણું જ સુપરહીટ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર