મુંબઇની હોસ્પિટલે માનવતા નેવે મૂકી દીધી. થોડા દિવસો પહેલા મુંબઇમાં ESIC હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી તેમાં એક નાનકડી દિકરીનું પણ મોત નિપજ્યુ હતુ. આ દિકરીનાં મોત માટે હોસ્પિટલને બેદરકારી જવાબદાર હતી છતા તેના મા-બાપને પુરુ વળતર ન આપ્યુ અને કારણ એવું આપ્યુ કે, એ દિકરી તો આમેય મરી જ જવાની હતી. હદ થઇ ગઇ! હોસ્પિટલમાં લાગેલી આગનાં કારણે કુલ 11 લોકોનાં મોત નિપજ્યા હતા.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ, હોસ્પિટલ સત્તાવાળાઓએ આ દિકરીનાં મા-બાપને વળતર આપ્યુ નથી. કેમ કે, એ લોકો એવુ માને છે કે, દિકરીનો જન્મ પ્રિમેચ્યોર રીતે થયો હતો અને જન્મથી જ તેની હાલત ગંભીર હતી. તેથી તે કુદરતી રીતે જ મરી જવાની હતી. આ કારણે તેના મૃત્યુ માટે વળતર આપી શકાય નહી. હોસ્પિટલ પર લાગેલા આ આરોપનો સત્તાવાળાઓએ જવાબ આપ્યો નથી.
દિકરીનાં મા-બાપને બે લાખનું વળતર આપવામાં આવ્યુ છે. આ વળતર ગંભીર રીતે ઇજા થઇ હોય તેવા લોકોને આપવામાં આવે છે. પણ આ કિસ્સામાં તો દિકરીનું મૃત્યુ નિપજ્યુ હતું.
દિકરીનાં માતા લલિતા લોગાવીએ જણાવ્યું કે, હોસ્પિટલ સત્તાવાળાઓ આગમાં મૃત્યુ પામનારા લોકોનાં પરિવારજનોને વળતર આપ્યુ. આ લિસ્ટમાં તેમની દિકરીનું નામ ગંભીર રીતે ઘાયલની યાદીમાં હતુ. એ લોકોએ એવો આગ્રહ રાખ્યો હતો કે, અમે આ રકમ સ્વીકારી લઇએ. એક અધિકારીએ અમને કહ્યું કે, અત્યારે તમે આ રકમ સ્વીકારી લો અને પછી તમે હોસ્પિટલનાં ઉપરી અધિકારીઓ સાથે વાત કરી લેજો”.
તાજી જન્મેલી બાળકીનો સિઝેરિયન ઓપરેશન દ્વારા જન્મ થયો હતો. હોસ્પિટલમાં આગ લાગી તેના બે દિવસ પહેલા જ તેનો જન્મ થયો હતો. જન્મથી જ તેની સ્થિતિ ગંભીર હતી પણ ડોક્ટરોએ એવી આશા આપી હતી કે, તે જીવી જશે.
લલિતાએ કહ્યું કે, જ્યારે હોસ્પિટલમાં આગ લાગી ત્યારે બેબી પરથી વેન્ટીલેટર કાઢી લેવામાં આવ્યુ હતુ અને બીજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ 45 મિનીટ મહત્વની હતી. પણ આ દરમિયાન તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુ માટે જવાબદાર કોણ ?
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર