Home /News /national-international /10 દિવસના આ પ્રાણીની તસવીર social media ઉપર થઈ viral, લોકો પૂછી રહ્યા છે આ શું છે?

10 દિવસના આ પ્રાણીની તસવીર social media ઉપર થઈ viral, લોકો પૂછી રહ્યા છે આ શું છે?

ગેંડાના બચ્ચાને દૂધ પીવડાવનો પાર્કનો કર્મચારી

rhino calf photo viral: આસામમાં (Assam news) પૂરની સ્થિતિ (flood in Assam) સર્જાઈ છે ત્યારે કાઝિરંગા નેશનલ પાર્કમાં (kaziranga national park) મંગળવારે 10 દિવસના નર ગેંડાને પૂરના (rhino calf rescued in flood) પાણીમાંથી બચાવવામાં આવ્યો હતો. પૂરમાં પાર્કનો 70 ટકા ભાગ ડૂબી ગયો છે.

વધુ જુઓ ...
  Assam news: આસામ રાજ્યમાં (Assam news) આવેલા કાઝિરંગા નેશનલ પાર્ક પૂરની (kaziranga national park flood) ચપેટમાં આવ્યું છે. અનેક જાનવરોની જિંદગી ખતરમાં છે. આ વચ્ચે સોશિયલ મીડિયા (social media) ઉપર એક તસવીર સૌનું ધ્યાન ખેંચી રહી છે. અહીં દસ દિવસના એક પ્રાણીને દૂધ પીવડાવતા વ્યક્તિની તસવીર વાયરલ થઈ છે. રિસર્ચ કરવા પર જાણવા મળ્યું કે આ એક ગેંડાની તસવીર (baby rhino photos) છે. જેની ઉંમર માત્ર 10 દિવસની છે. તેને પૂરમાંથી બચાવવામાં આવ્યો હતો.

  વન કર્મચારીઓએ પૂરના પાણીમાંથી બચાવ્યો
  મીડિયા રિપોર્ટ પ્રમાણે કાઝીરંગા નેશનલ પાર્કમાં મંગળવારે 10 દિવસના નર ગેંડાને પૂરના પાણીમાંથી બચાવવામાં આવ્યો હતો. વન કર્મચારીઓને આ વાતની જાણકારી આપી હતી. ગેંડાનું આ બચ્ચું પાર્કની અંદર મિહિમખ હાઈલેન્ડની પાસે સેન્ટ્રલ રેન્જના બહારના ભાગે હતો.

  એક વન અધિકારીએ જણાવ્યું કે હજી આ ગેંડાની માતાની જાણ થઈ નથી. હજી આ નબળો છે. જેને સારવાર માટે સેન્ટર ફોર વાઈલ્ડ લાઈફ રિહેબિલિટેશન એન્ડ કંઝર્વેશન (CWRC) મોકલવામાં આવ્યો છે.

  પૂરમાં કુલ 9 જંગલી પ્રાણીના જીવ ગયા
  પૂરના કારણે સાત હોગ ડિયર સહિત કુલ 9 જંગલી પ્રાણીઓા મોત થયા છે. નેશનલ પાર્કના એક અધિકારીએ જણાવ્યું કે નેશનલ હાઈવે 37 ઉપર એક ગાડીની ચપેટમાં આવતા ચાર હરણોના મોત નીપજ્યા હતા.

  આ પણ વાંચોઃ-Rajkot news: જન્માષ્ટમી ઉજવવા નીકળેલા લોકોની કારને નડ્યો ગમખ્વાર અકસ્માત, ભાવી દંપતીએ એક સાથે લીધા અંતિમ શ્વાસ

  પાર્કનો 70 ટકા ભાગ પૂરના પાણીમાં ડૂબી ગયો
  કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરની સ્થિતિ ગંભીર બની ગઈ છે. પૂરમાં પાર્કનો 70 ટકા ભાગ ડૂબી ગયો છે. પાર્કનો મોટો ભાગ પાણીમાં ડૂબી ગયો છે. વન અધિકારી એ પ્રાણીઓની અવર-જવર ઉપર કડક નજર રાખી રહ્યા છે જે પાર્ક પાસેથી પસાર થતા નેશનલ હાઈવેને પાર કરે છે.

  આ પણ વાંચોઃ-OMG! વાછરડાંને ગળી ગયો 15 ફૂટનો અજગર, પેટમાં ગયા બાદ મૃત વાછરડાંએ લીધો 'બદલો'

  બધી ગાડીઓને કર્યા ડાયવર્ટ
  આસામના મુખ્યમંત્રી ડોક્ટર હિંમત બિસ્વા સરમાએ કહ્યું કે પાણી ઓછું થવા સુધી નેશનલ પાર્કથી પસાર થનારા દરેક વ્હીકલ્સને ડાયવર્ટ કરવામાં આવે. જેના પગલે નેશનલ હાઈવે ઉપરને ક્રોસ કરનારા પ્રાણીઓના જીવ બચાવી શખાય. અકસ્માતોનો ભય ટાળી શકાય.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે ગોવા રબારીની કરી ધરપકડ, જેલમાં બેઠા-બેઠા કેવી રીતે ચલાવતો હતો 'કાળો કારોબાર'

  ચોમાસામાં દર વર્ષે આવે છે નેશનલ પાર્કમાં પૂર

  ઉલ્લેખનીય છેકે ચોમાસા દરમિયાન આસામ રાજ્યમાં વધારે વરસાદ પડે છે. ત્યારે આસામ રાજ્યમાં દર વર્ષે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે આસામનો પ્રખ્યાત કાઝિરંગા નેશનલ પાર્કમાં પૂર આવે છે. અને મોટા ભાગનો વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી જાય છે.
  Published by:ankit patel
  First published:

  Tags: આસામ, પૂર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन