Home /News /national-international /

Video: ડૂબતી વ્યક્તિને બચાવવા હાથીનું બચ્ચું નદીમાં કૂદ્યું, આવી રીતે જીવ બચાવ્યો

Video: ડૂબતી વ્યક્તિને બચાવવા હાથીનું બચ્ચું નદીમાં કૂદ્યું, આવી રીતે જીવ બચાવ્યો

વ્યક્તિને ડૂબતો જોઈ હાથીનું બચ્ચું નદીમાં કૂદી પડ્યું એન તેને ખેંચીને કિનારે લઈ ગયું.

43 સેકન્ડનો આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યમાં મૂકાયા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો

    સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો (Video) ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક હાથીના બચ્ચા (Baby Elephant)ની સમજદારી જોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. એક વ્યક્તિ નદી (River)માં ડૂબી રહ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા હાથીના ઝુંડમાંથી એક હાથીના બચ્ચાની નજર તણાતી વ્યક્તિ પર પડી. તે વ્યક્તિને ડૂબતી બચાવવા હાથીનું બચ્ચું નદીમાં કૂદી ગયું અને તેને કિનારે ખેંચીને લઈ ગયું. આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

    લગભગ 43 સેકન્ડના આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નદીના કિનારે ઊભેલા હાથીનું એક બચ્ચું કેવી રીતે તણાતા વ્યક્તિને જોઈને દોડી પડે છે. તેને લાગે છે કે વ્યક્તિ પાણીમાં ડૂબી રહ્યો છે અને તેની મદદ કરવા માટે તે પાણીમાં કૂદી જાય છે. પછી હાથીનું બચ્ચું તે વ્યક્તિ પાસે પહોંચી જાય છે અને ધકેલતાં તેને નદી કિનારે લઈ જાય છે. જોકે, આ દરમિયાન હાથીના બચ્ચાને જોઈ તે વ્યક્તિ ગભરાઈ જાય છે અને તરતા કિનારે જવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે પહેલા જ હાથીનું બચ્ચું ત્યાં પહોંચી ગયું અને તેને પકડી લીધો.

    તે વ્યક્તિએ હાથના બચ્ચાને કહ્યું Thanks

    વીડિયોમાં સાંભળી શકાય છે કે તે વ્યક્તિ હાથીના બાળકને Thanks બોલી રહ્યો છે. એક જાનવર હોવા છતાંય જે રીતે હાથીના બચ્ચાએ પોતાની સમજદારી દર્શાવી, તેનાથી લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. વીડિયોને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

    આ પણ વાંચો, નંબર પ્લેટ વગરનું ઍક્ટિવા ચલાવતા પોલીસે ફટકાર્યો 1 લાખ રૂપિયાનો દંડ!

    બેન ગોલ્ડસ્મિથ નામના યૂઝરે આ વીડિયો ટ્વિટર પર શેર કરતાં લખ્યું કે, હાથીના બચ્ચાને લાગ્યું કે વ્યક્તિ નદીમાં ડૂબી રહ્યો છે અને તે તેને બચાવવા માટે પાણીમાં ધસી જાય છે. આપણે આવા પ્રાણીઓ સાથે દુનિયાને શેર કરવા માટે ખૂબ જ ભાગ્યશાળી છીએ, પરંતુ હકિકતમાં આપણે તેમના લાયક નથી.

    આ પણ વાંચો, વૈજ્ઞાનિકનો દાવો : મનુષ્યનો મૃતદેહ એક વર્ષ સુધી Movement કરે છે
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Drown, Rescue, River, Social media, એલિફન્ટ, વાયરલ વીડિયો

    આગામી સમાચાર