Home /News /national-international /

માતા-પિતાના મોતનાં ચાર વર્ષ પછી થયો બાળકનો જન્મ

માતા-પિતાના મોતનાં ચાર વર્ષ પછી થયો બાળકનો જન્મ

    મેડિકલ સાઈન્સની દુનિયામાં ઘણાં ચમત્કાર જોવા મળ્યાં છે. પરંતુ હાલમાં જ ચીનમાં એક એવો મામલો સામે આવ્યો છે જે કે મેડિકલ સાઇન્સના ઇતિહાસમાં પહેલા કદાચ જ જોયો હોય. અહીંયા માતાપિતાના મૃત્યુના ચાર વર્ષ પછી બાળકનો જન્મ થયો છે. ચીનમાં એક સેરોગેટ માતાએ એક બાળકને તેના માતા-પિતાના મૃત્યુના ચાર વર્ષ પછી જન્મ આપ્યો છે. આ બાળકના માતા-પિતાની એક કાર દૂર્ધટનામાં મોત નીપજ્યા હતા.

    ચીની મીડિયાના એક રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે 2013માં થયેલી આ દૂર્ધટના પહેલા આ દંપતીને પ્રજનન સંબંધી ઉપચાર ચાલી રહ્યો હતો. દંપતિના મોત પછી તેમના માતા-પિતાએ સચવાયેલા ભ્રૂણને મેળવવા માટે ઘણી લાંબી કાનૂની લડાઇ લડી હતી. આ ભ્રૂણને નનજીંગના પૂર્વ શહેરના એક હોસ્પિટલમાં રાખવામાં આવ્યું હતું. બીજીંગ ન્યૂઝે મંગળવારે રિપોર્ટ આપી કે બાળકને નવ ડિસેમ્બરના લાઓસની સેરોગેટ માતાએ જન્મ આપ્યો હતો.

    ચીનમાં સેરોગેસી અકાયદેસર છે અને આ ટેકનીકથી બાળકની ઇચ્છા રાખનારાને વિદેશમાં વિકલ્પ શોધવા પડે છે. બાળકના દાદા-દાદીને આ ભ્રૂણને ચીનથી બહાર લઇ જવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને બાળકના જન્મ પછી તેમના પિતૃત્વ અને નાગરિકતા સાબિત કરવી પડી.

    પરિવારની આમાં મદદ કરનારા સેરોગેસી વિશેષજ્ઞ લુયૂ બાઓજૂએ 'ધ બીજીંગ ન્યૂઝ'ને જણાવ્યું કે અમે પહેલા વિચાર્યું હતુ કે આ ભ્રૂણને હવાઇ માર્ગથી લઇ જવામાં આવે પરંતુ કોઇપણ એરલાઇન્સ આને લઇ જવા ઇચ્છુક ન હતી. જેના કારણે પરિવારે તેને રોડ માર્ગે લઇ જવાનો નિર્ણય કર્યો જ્યાં સેરોગેસી કાયદાસર છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Medical science, New born, ચીન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन