Home /News /national-international /

વાહ ! હવે નાના બાળકો માટે પણ રેલ્વેમાં મૂકવામાં આવી 'સ્પેશિયલ બર્થ', બાળક સાથે માતા કરશે આરામદાયક યાત્રા

વાહ ! હવે નાના બાળકો માટે પણ રેલ્વેમાં મૂકવામાં આવી 'સ્પેશિયલ બર્થ', બાળક સાથે માતા કરશે આરામદાયક યાત્રા

વાહ ! હવે નાના બાળકો માટે પણ રેલ્વેમાં મૂકવામાં આવી 'સ્પેશિયલ બર્થ', આ ટ્રેનમાં છે સુવિધા

નાના બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓને બર્થ પર બાળક સાથે સૂવું મુશ્કેલ બને છે. તેને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવેએ લોઅર બર્થમાં બેબી બર્થ (Baby Berth Indian Railway) લગાવી છે. હાલમાં આ સુવિધા માત્ર એક જ ટ્રેનમાં શરૂ કરવામાં આવી છે.

    Baby berth in Train: ભારતીય રેલ્વે (Indian Railway) મુસાફરોની સુવિધામાં સતત વધારો કરી રહી છે. આ દરમ્યાન માં રેલવેએ મહિલાઓ માટે એક નવી સુવિધા શરૂ કરી છે (Special Seat for children in Train). નાના બાળકો સાથે મુસાફરી કરતી મહિલા મુસાફરો માટે આ વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. રેલવે દ્વારા પ્રથમ વખત આવી સુવિધા ઉમેરવામાં આવી છે. નાના બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓને બર્થ પર બાળક સાથે સૂવું મુશ્કેલ બને છે. તેને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવેએ લોઅર બર્થમાં બેબી બર્થ લગાવી છે (Baby Berth Indian Railway). હાલમાં આ સુવિધા માત્ર એક જ ટ્રેનમાં શરૂ કરવામાં આવી છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયેલી આ સુવિધાને મુસાફરો તરફથી પ્રતિસાદ મળ્યા બાદ વધુ ટ્રેનોમાં વધારી શકાય છે.

    નીચેની બર્થમાં બાળકો માટેની સીટનો કર્યો ઉમેર્યો


    ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝન (The Lucknow Division of Northern Railway) દ્વારા લોઅર બર્થમાં બેબી બર્થ (Baby Berth) લગાવવામાં આવી છે. આ બર્થમાં સ્ટોપર પણ લગાવવામાં આવ્યું છે, જેથી બાળક સૂતી વખતે નીચે ન પડી જાય. આ સિવાય આ સીટને ફોલ્ડ પણ કરી શકાય છે. તે ઉપર અને નીચે પણ કરી શકાય છે. આનાથી તે મહિલાઓને સુવિધા મળશે જેમના નાના બાળકો છે. હાલમાં, આ સુવિધા ફક્ત લખનૌ મેલ (Lucknow mail) માં આપવામાં આવે છે. લખનૌ મેલ લખનૌથી નવી દિલ્હી અને નવી દિલ્હીથી પાછા લખનૌ જાય છે.

    આ પણ વાંચો: Coronavirus Cases: ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર? સચોટ અંદાજ લગાવનાર IIT કાનપુરના પ્રોફેસરે કહી આ મોટી વાત

    લખનૌ મેલમાં શરૂ થઈ સુવિધા


    ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનના DRMAએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે લખનૌ મેલના કોચ નંબર 194129/B4માં બર્થ નંબર 12 અને 60માં બેબી બર્થ શરૂ કરવામાં આવી છે, જેથી માતા તેના બાળક સાથે આરામથી મુસાફરી કરી શકે. તેની શરૂઆત 8 મેથી મધર્સ ડે પર કરવામાં આવી છે.

    આ પણ વાંચો: PM મોદીએ શરૂ કરેલી સામાજિક સુરક્ષા યોજનાને થયા 7 વર્ષ, જાણો શું છે હાલની સ્થિતિ?

    તેને ટ્રેનના માત્ર એક જ ડબ્બામાં લગાવવામાં આવ્યું છે. રેલવે આ અંગે મુસાફરોના પ્રતિભાવની રાહ જોઈ રહ્યું છે. આશા છે કે આગામી દિવસોમાં વધુને વધુ ટ્રેનોમાં મહિલાઓ માટે આ સુવિધા શરૂ કરવામાં આવશે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Indian railways, Railways, ટ્રેન

    આગામી સમાચાર