જેપી નડ્ડાને મળ્યા પછી બાબુલ સુપ્રિયોએ કહ્યું- સાંસદ રહીશ પણ બંગલો છોડી દઇશ

જેપી નડ્ડાને મળ્યા પછી બાબુલ સુપ્રિયોએ કહ્યું- સાંસદ રહીશ પણ બંગલો છોડી દઇશ

Babul Supriyo News: બે દિવસ પહેલા રાજનીતિથી નિવૃત્તિની જાહેરાત કરનાર બીજેપી સાંસદ બાબુલ સુપ્રિયોએ (Babul Supriyo)સોમવારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)સાથે મુલાકાત કરી

 • Share this:
  નવી દિલ્હી : બે દિવસ પહેલા રાજનીતિથી નિવૃત્તિની જાહેરાત કરનાર બીજેપી સાંસદ બાબુલ સુપ્રિયોએ (Babul Supriyo)સોમવારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી બાબુલ સુપ્રિયોએ એક મોટો નિર્ણય કર્યો અને કહ્યું છે કે તેમણે રાજનીતિ છોડી છે પણ સાંસદ બન્યા રહેશે. બાબુલ સુપ્રિયો પશ્ચિમ બંગાળના આસનસોલના સાંસદ છે. તેમણે કહ્યું કે હું સાંસદ તરીકે સંવૈધાનિક રૂપથી આસનસોલ માટે કાર્ય જારી રાખીશ.

  આ સાથે તેમણે ટ્વિટ કરીને એ પણ કહ્યું કે હું હવે રાજનીતિમાં કોઇપણ પ્રકારે ભાગ લઇશ નહીં. રાજનીતિ સંવૈધાનિક પદથી પરે છે. એક વખત ફરી તેમણે દોહરાવ્યું કે હું કોઇ બીજી પાર્ટીમાં સામેલ થઇશ નહીં. હું દિલ્હીમાં સાંસદ તરીકે મળેલો પોતાનો બંગલો પણ જલ્દી ખાલી કરી દઇશ અને સુરક્ષાકર્મીઓને તેમની ડ્યૂટીમાં જલ્દીથી રિહા કરી દઇશ.

  સોશિયલ મીડિયામાં કરી હતી નિવૃત્તિની જાહેરાત

  ઉલ્લેખનીય છે કે બીજેપી નેતા બાબુલ સુપ્રિયોએ બે દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં એક ઘણી લાંબી પોસ્ટ લખીને પોતાના નિવૃત્તિની જાહેરાત કરી હતી.

  આ પણ વાંચો - લોકડાઉન દરમિયાન રાખડી વેચવા મજબૂર થઇ હતી ‘સાથ નિભાના સાથિયા’ની આ અભિનેત્રી, સંભળાવી કહાની

  બાબુલ સુપ્રિયોએ પોતાના રાજીનામામાં ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે બંને લોકોએ મને પ્રેરિત કર્યો છે. હું તેમના પ્રેમને ક્યારેય ભૂલીશ નહીં. તેમણે કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે તે મને ખોટો ના સમજે અને મને માફ કરી દે.

  તેમણે કહ્યું કે 2014 અને 2019 વચ્ચે ઘણું મોટું અંતર આવી ચૂક્યું છે. 2014માં હું બીજેપીની ટિકિટથી એકલો લડ્યો હતો પણ બંગાળમાં આજે બીજેપી મુખ્ય વિપક્ષી પાર્ટી છે. આજે પાર્ટીમાં નવા ચમકીલા યુવા નેતા આવી ગયા છે. પાર્ટીમાં તેટલા જ યુવા નેતા છે જેટલા જૂના છે. કહેવાની જરૂર નથી કે યુવા નેતાઓની પાર્ટી એક લાંબી સફર તય કરશે.
  Published by:Ashish Goyal
  First published: