Home /News /national-international /Babul Supriyo News: બાબુલ સુપ્રિયોએ રાજનીતિમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, નરેન્દ્ર મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું ન હતું
Babul Supriyo News: બાબુલ સુપ્રિયોએ રાજનીતિમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, નરેન્દ્ર મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું ન હતું
Babul Supriyo Latest News : બાબુલ સુપ્રિયોએ (Babul Supriyo)રાજનીતિમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સુપ્રિયોએ સોશિયલ મીડિયા (Social Media)દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી છે. જોકે તેમણે એ સ્પષ્ટ કર્યું છે કે બીજેપી જ તેમની પાર્ટી છે. બાબુલ સુપ્રિયો આસનસોલથી બીજેપીના સાંસદ છે. હાલમાં જ નરેન્દ્ર મોદીના (PM Narendra Modi)મંત્રીમંડળમાં થયેલા ફેરબદલમાં તેમને હટાવી દેવામાં આવ્યા હતા.
તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે બધાની વાત સાંભળી બાપ (માતા), પત્ની, પુત્રી બે પ્યારે મિત્રોમાં હું કોઇ બીજી પાર્ટીમાં જઈ રહ્યો નથી. મને કોઇપણ પાર્ટી તરફથી ફોન આવ્યો નથી. હું એક ટીમનો ખેલાડી છું. હંમેશા એક ટીમનું સમર્થન કર્યું છે. તેમણે પોતાના રાજીનામાની જાહેરાત સોશિયલ મીડિયામાં એક કવિતાના રૂપમાં કરી. તેમણે લખ્યું કે જો સામાજિક કાર્ય કરવું છે તો તે રાજનીતિ વગર પણ થઇ શકે છે.
બાબુલ સુપ્રિયોએ પોતાના રાજીનામામાં ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે બંને લોકોએ મને પ્રેરિત કર્યો છે. હું તેમના પ્રેમને ક્યારેય ભૂલીશ નહીં. તેમણે કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે તે મને ખોટો ના સમજે અને મને માફ કરી દે.
તેમણે કહ્યું કે 2014 અને 2019 વચ્ચે ઘણું મોટું અંતર આવી ચૂક્યું છે. 2014માં હું બીજેપીની ટિકિટથી એકલો લડ્યો હતો પણ બંગાળમાં આજે બીજેપી મુખ્ય વિપક્ષી પાર્ટી છે. આજે પાર્ટીમાં નવા ચમકીલા યુવા નેતા આવી ગયા છે. પાર્ટીમાં તેટલા જ યુવા નેતા છે જેટલા જૂના છે. કહેવાની જરૂર નથી કે યુવા નેતાઓની પાર્ટી એક લાંબી સફર તય કરશે.