અયોધ્યાનો બીજો કેસ : જાણો બાબરી મસ્જિદ વિધ્વંસ કેસની શું સ્થિતિ છે

News18 Gujarati
Updated: November 9, 2019, 11:24 AM IST
અયોધ્યાનો બીજો કેસ : જાણો બાબરી મસ્જિદ વિધ્વંસ કેસની શું સ્થિતિ છે
પ્રતિકાત્મક તસવીર

Babri masjid Ram Janmbhoomi ayodhya verdict 2019: રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ઇમારત તોડવાનું કથિત કાવતરૂં, ભડકાઉ ભાષણ, અને પત્રકારો પર હુમલાના કેસમાં 49માંથી 22 આરોપી પર લખનઉની સ્પેશિયલ સીબીઆઈ અદાલતમાં સુનાવણી અંતિમ તબક્કામાં છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : અયોધ્યા કેસ (Ayodhya Case)માં થોડી કલાકોમાં જ સુપ્રીમ કોર્ટ (Supreme Court)નો ચુકાદો આવી ગયો છે ત્યારે અયોધ્યા કેસની સાથે સાથે અન્ય એક કેસના ચુકાદાની પણ સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે, અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત બાબરી મસ્જિદની ઇમારત તોડવાનું કથિત કાવતરૂં, ભડકાઊ ભાષણ, અને પત્રકારો પર થયેલા હુમલાના પાછલા 27 વર્ષમાં 49 કેસ નોંધાયેલા છે અને અદાલતોની કાયદાકીય પ્રક્રિયામાં અટવાયેલા છે.

કુલ 49 કેસમાંથી 22 આરોપીઓ પર લખનઉની સ્પેશિયલ સી.બી.આઈ કોર્ટમાં સુનાવણી અંતિમ તબક્કામાં છે, જ્યારે 8 આરોપી પર રાયબરેલીમાં કેસ ચાલી રહ્યો છે. 9 આરોપીઓ પર કેસ ચાલી રહ્યા નથી. 10 આરોપી અને 50 સાક્ષીઓની મોત થઈ ગઈ છે. આ આરોપીઓમાં તો કેટલાક મુખ્યમંત્રી અને કેટલાક કૅબિનેટ મંત્રી પણ રહી ચુક્યા છે.

આ પણ વાંચો :  Ayodhya Verdict LIVE: વિવાદિત જમીન રામલલા વિરાજમાનને સોંપવામાં આવી

બાબરી વિધ્વંસ કેસના જાણીતા આરોપીઓ

6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ઇમારત તોડવાનું કથિત ષડયંત્ર, ભડકાઉ ભાષ કેસમાં અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, લાલકૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોષી, વિષ્ણુ હરિ ડાલમિયા, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા પ્રસિદ્ધ આરોપીઓ છે. ભારતીય દંડ સંહિતા (pic)ની કલમ 153-a 153-B, 505, 147 dVS 149 હેઠળ રાયબરેલીમાં આ કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં અત્યાર સુધી 40 સાક્ષીઓ રજૂ થઈ ગયા છે. આ કેસના આધારે પોલીસે 8 ડિસેમ્બર 1992ના રોજ અડવાણી અને અન્ય નેતાઓની ધપકડ કરી હતી અને કાયદો અને વ્યવસ્થાને જોતાં તેમને લલિતપુરના માતાટીલા બાંધના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા.બાબરી વિધ્વંસ કેસ સાથે જોડાયેલી વાતો

- 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડ્યા બાદ 49 કેસ નોંધાયા હતા. આ ઢાંચો તોડવાના 2 કેસ હતા. બાકી તમામ પત્રકારો સાથે મારપીટ અને ફોટોગ્રાફરોના કેમેરાની તોડફોડનો હતો. ઢાંચો તોડી પાડવાના મુદ્દે અજાણ્યા લોકો સામે FIRમાંથી બીજા આઠ લોકોના નામ નોંધાયા હતા.

- 6 ડિસેમ્બર 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસની થોડી જ વારમાં આ કેસમાં એફ.આઈ. આર. નોંધાઈ હતી. FIR no. 197/92 અજાણ્યા કારસેવકો વિરુદ્ધ સાંજે 5:15 વાગે નોંધાઈ હતી. આ કેસમાં આઈ.પી.સી.ની સેક્શન 395-397.332,295,297 અને 153-A લગાડવામાં આવી હતી. આ ઉપરાંત આરોપીઓ પર ક્રિમિનલ ઍમેન્ડમેન્ટ એક્ટની સેક્શન 7 લગાડવામાં આવી હતી.

- આ ઉપરાંત બીજી એફ.આઈ. આર. (FIR no 198/92) પણ નોંધાઈ હતી. આ એફ.આઈ. આર.માં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, વિશ્વહિંદુ પરિષદના નેતા અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, મુરલી મનોહર જોષી, વિનય કટિયાર, વિષ્ણુ હરિ ડાલમિયા, અને સાધ્વી ઋતંભરાનું નામ છે.

આ પણ વાંચો : Ayodhya Case : સુપ્રીમ કોર્ટે અયોધ્યાના ચુકાદા માટે શનિવારનો દિવસ કેમ પસંદ કર્યો

કેસ સી.બી.આઈ.ને ટ્રાન્સફર થયો

આ તમામ એફ.આઈ. આરમાં કેસ નંબર 197 અને કેસ નંબર 198 સૌથી મહત્ત્વનો હતો. તત્કાલીન સરકારે કેસ નંબર 197ની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી,જ્યારે કેસ નંબર 198ની તપાસ યુ.પી. પોલીસની સીબી અને સીઆઈડી વિંગને સોંપવામાં આવી હતી.

અયોધ્યા રેલવે સ્ટેશનની ફાઇલ તસવીર


- કેસ નંબર 198ની પ્રથમ એફ.આઈ.આરની લગભગ 10 મિનીટ બાદ કેસ નંબર 198 દાખલ થયો હતો. અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, વિષ્ણુ હરિ ડાલમિયા, વિનય કટિયાર, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા સહિત આઠ લોકો વિરુદ્ધ રામ કથા કુંજ સભા મંચથી મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવવાની, ઉન્માન સર્જી ભડકાઉ ભાષણ આપવાનો કેસ નોંધાયો હતો.

આ પણ વાંચો : 1528માં મસ્જિદના નિર્માણથી 2019માં કોર્ટમાં સુનાવણી સુધી, અયોધ્યા જમીન વિવાદની સંપૂર્ણ કહાની

- 27 ઑગસ્ટ 1993ના રોજ યુ,પી. સરકારે તમામ કેસ સીબીઆઈને સોંપી દીધા હતા. સીબીઆઈએ આ તમામ કેસની તપાસ, જેમાં બાબરી મસ્જિદ વિધ્વંસ કેસનો મામલો પણ શામેલ હતો. ત્યારબાદ સીબીઆઈએ 5 ઑક્ટોબર 1993માં લખનઉ સ્પેશિયલ કોર્ટમાં 40 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાશે.

- 2 વર્ષ બાદ 11 જાન્યુઆરી 1996ના રોજ સીબીઆઈએ વધુ એક સપ્લીમેન્ટરી ચાર્જશીટ ફાઇલ કરી જેમાં 9 વીઆઈપી લોકોના નામ હતા આવી રીતે કુલ આરોપીઓની સંખ્યા 49 થઈ ગઈ

 
First published: November 9, 2019, 11:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading