અયોધ્યા કેસ : સુપ્રીમે મધ્યસ્થતા સમિતિને 15મી ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

News18 Gujarati
Updated: May 10, 2019, 1:12 PM IST
અયોધ્યા કેસ : સુપ્રીમે મધ્યસ્થતા સમિતિને 15મી ઓગસ્ટ સુધીનો સમય આપ્યો
ઇલેસ્ટ્રેશન : Mir Suhail

આઠમી માર્ચના રોજ કોર્ટે કહ્યુ હતુ કે મધ્યસ્થતા પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ થવી જોઈએ અને સમિતિએ ચાર અઠવાડિયાની અંદર તેમનો પ્રથમ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.

  • Share this:
નવી દિલ્હી : બાબરી-મસ્જિદ, રામ જન્મભૂમિ વિવાદને મધ્યસ્થતાથી ઉકેલવા બાબતે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી હતી. મધ્યસ્થતા કમિટિ બનાવ્યા બાદ પ્રથમ વખત સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની કમિટિને આ વિવાદને ઉકેલવા માટે 15મી ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ એવું પણ જણાવ્યું હતું કે, "આખી પ્રક્રિયા ગુપ્ત હોવાથી આ બાબતે અમે અન્ય કોઈ માહિતી જાહેર કરી શકીએ નહીં."

સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી થોડી જ મિનિટોમાં પૂરી થઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે અયોધ્યા મધ્યસ્થતા પેનલ પરિણામને લઈને ખૂબ જ આશાવાદી છે, આથી સમાધાનની સંભાવના શોધવા માટે સમય ન આપવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. આનો મતલબ એવો છે કે મધ્યસ્થતા સમિતિનો સંપૂર્ણ અહેવાલ ન આવે ત્યાં સુધી આ મામલે કોઈ જ સુનાવણી નહીં થાય.

આ કેસને કોર્ટ બહાર જ ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવી હતી. આ મામલે સિમિતિ બંધ કવરમાં પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં આપી ચુકી છે.

મધ્યસ્થતા સમિતિમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એફએમઆઈ કલીફલ્લા, આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર તેમજ સિનિયર વકીલ શ્રી રામ પંચૂ સામેલ છે.

પાંચ જજોની બંધારણીય ખંડપીઠમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની પાંચ જજોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : રામ મંદિર મધ્યસ્થતા: આ 4 મામલામાં નિષ્ફળ રહ્યા છે શ્રી શ્રી રવિશંકરસુપ્રીમ કોર્ટના આઠમી માર્ચના આદેશ બાદ શુક્રવારે પ્રથમ સુનાવણી કરી હતી. આઠમી માર્ચના રોજ કોર્ટે કહ્યુ હતુ કે મધ્યસ્થતા પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ થવી જોઈએ અને સમિતિએ ચાર અઠવાડિયાની અંદર તેમનો પ્રથમ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. કોર્ટે સમિતિને આ પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરીને આઠ અઠવાડિયામાં સંપૂર્ણ અહેવાલ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

શરૂઆતમાં નિર્મોહી અખાડા અને ઉત્તર પ્રદેશ સરકારને બાદ કરતા હિન્દુ સંસ્થાઓએ કોર્ટના આ સૂચનનો વિરોધ કર્યો હતો. જ્યારે મુસ્લિમ સંસ્થાઓએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. હિન્દુ સંસ્થાઓનું કહેવું હતું કે સમધાન માટે પહેલા પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા, જે નિષ્ફળ રહ્યા છે.

આ પણ વાંચો  : જસ્ટિસ ખલીફુલ્લાહ: કોણ છે અયોધ્યા મામલે મધ્યસ્થતા કરનારા નિવૃત્ત જજ?

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે આ આખી કાર્યવાહી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે. તેમજ સમતિના કોઈ પણ સભ્ય પોતાના વિચારોને કોઈ પણ વ્યક્તિ કે માધ્યમ સમક્ષ રજૂ નહીં કરી શકે. સુપ્રીમ કોર્ટે આ માટે અયોધ્યાથી સાત કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં મધ્યસ્થતા માટે જગ્યા નક્કી કરી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આ માટે તમામ વ્યવસ્થા કરવાનો પણ આદેશ કર્યો હતો.
First published: May 10, 2019, 7:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading