અયોધ્યા મંદિર-મસ્જિદ જમીન વિવાદ મામલામાં એક અરજીકર્તાએ શુક્રવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, જે રીતે અફઘાનિસ્તાનના બામિયાનમાં તાલિબાને બુદ્ધની મૂર્તિને ધ્વસ્ત કરી, તેજ રીતે હિન્દૂ તાલિબાને બાબરી મસ્જિદ તોડી છે.
અયોધ્યા મામલાના મુખ્ય અરજીકર્તાઓમાંથી એક દિવંગત એમ. સિદ્દીકીના કાયદાકીય વારસ અને અરજી કરનાર વરિષ્ઠ અધિવક્તા રાજીવ ધવને મુખ્ય ન્યાયાધિશ દિપક મિશ્રા, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નજીરને કહ્યું કે, કોઈ પણ કાયદો કે સંવિધાન કોઈ પણ ધર્મની ધાર્મિક જગ્યાને તોડવાની મંજૂરી નથી આપતો. ધવને આ મામલામાં શિયા કેન્દ્રીય વકફ બોર્ડના સંબંધ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા છે.
તેમણે આ ટિપ્પણી તે સમયે કરી, જ્યારે શિયા બોર્ડે ન્યાય પંચને કહ્યું કે, આ મહાન દેશમાં શાંતી, સૌહાર્દ, એકતા અને અખંડતા માટે તે ઈલાહાબાદ હાઈકોર્ટ દ્વારા મુસ્લિમોને આપવામાં આવેલા વિવાદિત જમીનનો એક તૃતિયાંસ ભાગ હિન્દૂ સમુદાયને દાનમાં આપવા માંગે છે.
શિયા કેન્દ્રીય વકફ બોર્ડ તરફથી દલિલ કરી રહેલ વકિલે કહ્યું કે, તે અયોધ્યાના વિવાદીત સ્થળની જમીનના મુસ્લિમ ભાગના દાવેદારોમાં શામેલ છે, કારણ કે, બાબરી મસ્જિદ એક શિયા મુસ્લીમ મીર બાકી દ્વારા બનાવવામાં આવી હતી.
વકિલે કહ્યું કે, આ મૌલિક મુદ્દો છે. શિયા કેન્દ્રીય વકફ બોર્ડે નિર્ણય કર્યો છે કે, એકતા, અખંડતા અને શાંતી માટે, અમે હિન્દૂ સમુદાયને જમીનનો એક તૃતિયાંસ ભાગ દાનમાં આપવા માંગીએ છીએ.
પહેલા પરોક્ષ આરોપનો જવાબ આપવાની ના પાડનારા ધવને બાદમાં શિયા બોર્ડની દલિલોનો જવાબ આપ્યો, અને કહ્યું કે, 1946માં બાબરી મસ્જિદ સુન્ની મસ્જિદ હતી.
તેમણે કહ્યું કે, તમે એ દલિલ ન કરી શકો કે, આ મસ્જિદ કેટલાક અસામાજિક તત્વોએ તોડી પાડી છે.
તેમણે કહ્યું કે, 1992માં શું થયું હતું - બામિયાનમાં બુદ્ધની મૂર્તિ તાલિબાને દ્વસ્ત કરી હતી અને આ મસ્જિદ હિન્દૂ તાલિબાનીઓએ પાડી હતી. આ ન થવું જોઈએ, આવું કોઈ ન કરી શકે.
ધવને દલીલ કરી કે, જેમણે મસ્જિદ તોડી પાડી છે, તેમને કોઈ પણ પ્રકારનો દાવો કરતા રોકવા જોઈએ. કારણ કે, કોઈને મસ્જિદ કે કોઈ અન્ય ધાર્મિક જગ્યાને ધ્વસ્ત કરવાનો અધિકાર નથી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર