Babri Demolition Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત

News18 Gujarati
Updated: September 30, 2020, 1:18 PM IST
Babri Demolition Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત
સુપ્રીમ કોર્ટના જજે ચુકાદો આપતાં કહ્યું કે, બાબરી વિધ્વંસની ઘટના પૂર્વ નિયોજીત નહોતી

સુપ્રીમ કોર્ટના જજે ચુકાદો આપતાં કહ્યું કે, બાબરી વિધ્વંસની ઘટના પૂર્વ નિયોજીત નહોતી

  • Share this:
લખનઉઃ  બાબરી વિધ્વંસ કેસ (Babri Demolition Case)માં આજે ચુકાદો આવી ગયો છે. 6 ડિસેમ્બર 1992ના રોજ જે કંઈ પણ થયું તેની પર સીબીઆઇની વિશેષ કોર્ટ ચુકાદો આપતાં જણાવ્યું કે બાબરી વિધ્વંસની ઘટના પૂર્વ નિયોજીત નથી. સીબીઆઈની સ્પેશલ કોર્ટના જજ એસકે યાદવે કહ્યું કે, બાબરી વિધ્વંસની ઘટના પૂર્વ નિયોજીત નહોતી. કોર્ટે તમામ આરોપીઓને દોષમુક્ત જાહેર કરી દીધા છે.  દેશભરની નજર આ ચુકાદા પર હતી કારણ કે દેશના અનેક જાણીતા નેતા આ કેસમાં આરોપી હતા.

કોર્ટે તમામ આરોપીઓને દોષમુક્ત જાહેર કરી દીધા છે. વિશેષ કોર્ટે ચુકાદો સંભળાવતા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, બીજેપીના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી, યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, મધ્ય પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી, બીજેપીના સીનિયર નેતા વિનય કટિયાર સહિત કુલ 32 આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા છે.

કાવતરું કોવાના કોઈ પુરાવા નથી – સીબીઆઈ કોર્ટબાબરી વિધ્વંસ કેસમાં ચુકાદો સંભળાવતા જજે કહ્યું કે, વીએચપી નેતા અશોક સિંઘલની વિરુદ્ધ કોઈ સાક્ષ્ય નથી. વિવાદાસ્પદ માળખું ધ્વસ્ત થવાની ઘટના પૂર્વ નિયોજીત નહોતી. આ ઘટના અચાનક થઈ હતી. જજે અશોક સિંઘલના એક વીડિયોનો ઉલ્લેખ પોતાના ચુકાદામાં કર્યો છે. જજે કહ્યું કે જે પણ આરોપી ત્યાં હાજર હતા તમામે કારસેવકોને રોકવાનો પ્રયાસ કર્યો. એવા કોઈ પણ સાક્ષ્ય નથી મળ્યા જેનાથી એ પુરવાર થાય કે તેની પાછળ કાવતરું રચવામાં આવ્યું હતું.

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં આ  32 આરોપી  થયા દોષમુક્ત

બાબરી વિધ્વંસ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી રીતંભરા, મહંત નૃત્ય ગોપાલદાસ, ડો.રામવિલાસ વેદાંતી, ચંપક રાય, મહંત ધર્મદાસ, સતિષ પ્રધાન, પવનકુમાર પાંડે, લલ્લુ સિંહ, પ્રકાશ શર્મા, વિજય બહાદુરસિંહ, સંતોષ દુબે, ગાંધી યાદવ, રામજી ગુપ્તા, બ્રજ ભૂષણ શરણ સિંહ, કમલેશ ત્રિપાઠી, રામચંદ્ર ખત્રી, જય ભગવાન ગોયલ, ઓમ પ્રકાશ પાંડે, અમર નાથ ગોયલ, જયભાનસિંહ પવૈયા, મહારાજ સ્વામી સાક્ષી, વિનયકુમાર રાય, નવીન ભાઈ શુક્લા , આર.એન. શ્રીવાસ્તવ, આચાર્ય ધર્મેન્દ્ર દેવ, સુધીરકુમાર કક્કડ અને ધર્મેન્દ્રસિંહ ગુર્જરને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ઝડપથી થઈ થઈ હતી સુનાવણી

ઉલ્લેખનીય છે કે, 19 એપ્રિલ 2017ના રોજ સુપ્રીમ કોર્ટે તમામ કેસ સ્પેશલ કોર્ટ, લખનઉ અયોધ્યા પ્રકરણને સોંપવાના નિર્દેશ આપ્યા અને કહ્યું કે બે વર્ષની અંદર ટ્રાયલ સમાપ્ત કરવામાં આવે. 21 મે 2017ના રોજ સ્પેશલ સીબીઆઈ કોર્ટ અયોધ્યા પ્રકરણમાં રોજરોજ સુપ્રીમ કોર્ટના આદેશના અનુક્રમમાં સુનાવણીની શરૂઆત થઈ. 8 મે 2020ના રોજ સુપ્રીમ કોર્ટે નિર્દશિત કર્યા કે આ ટ્રાયલ 3 મહિનામાં સમાપ્ત થઈ જાય અને 31 ઓગસ્ટ 2020ની તારીખ નક્કી કરી. પરંતુ ટ્રાયલ સમાપ્ત ન થતાં લૉકડાઉનની સ્થિતિને જોતાં સુપ્રીમ કોર્ટે 30 સપ્ટેમ્બર અંતિમ તારીખ ટ્રાયલ સમાપ્ત કરવાની નિશ્ચિત કરી. 1 સપ્ટેમ્બરે બંને પક્ષોની સુનાવણી પૂરી થઈ અને 16 સપ્ટેમ્બરે સ્પેશલ જજે 30 સપ્ટેમ્બરે ચુકાદાની તારીખ નક્કી કરી.

6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત માળખું તોડી પડાયું હતું

6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત માળખાને તોડી પાડવાના મામલામાં કુલ 49 FIR નોંધવામાં આવી હતી. એક FIR ફૈજાબાદના પોલીસ સ્ટેશન રામ જન્મભૂમિમાં SO પ્રયંવદા નાથ શુક્લા જ્યારે બીજી FIR એસઆઇ ગંગા પ્રસાદ તિવારીએ નોંધાવી હતી. બાકીના 47 FIR અલગ-અલગ તારીખે અલગ-અલગ પત્રકારો તથા ફોટોગ્રાફરોએ પણ નોંધાવી હતી. 5 ઓક્ટોબર 1993ના રોજ સીબીઆઈની તપાસ બાદ આ મામલામાં કુલ 49 આરોપીઓની વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 17 લોકોનાં સુનાવણી દરમિયાન મોત થઈ ચૂક્યા છે.
Published by: Mrunal Bhojak
First published: September 30, 2020, 10:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading