જજે કહ્યું- બાબરીની ઘટના અચાનક બની હતી, ફોટાથી ગુનેગાર ન ઠેરવી શકાય, વાંચો અગત્યની 10 વાતો

Babri Masjid Demolition Verdict: સીબીઆઇ કોર્ટે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા

Babri Masjid Demolition Verdict: સીબીઆઇ કોર્ટે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા

 • Share this:
  Babri Masjid Demolition Verdict: અયોધ્યામાં 28 વર્ષ જૂના બાબરી મસ્જિદના વિવાદાસ્પદ માળખાના વિધ્વંસ (Babri Demolition Verdict by CBI Court) મામલામાં લખનઉની સ્પેશલ સીબીઆઈ કોર્ટે બુધવારે મોટો ચુકાદો આપ્યો છે. સીબીઆઇ કોર્ટના જજ એસકે યાદવે લાલકૃષ્ણ અડવાણી (LK Advani), મુરલી મનોહર જોશી (Murli Manohar Joshi), ઉમા ભારતી (Uma Bharti) સહિત 32 આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા છે. આ કેસમાં કુલ 48 લોકો પર આરોપ લાગ્યા હતા, જેમાંથી 17 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. ચુકાદો સંભળાવતા જજ એસકે યાદવે કહ્યું કે બાબરીની ઘટના પૂર્વ નિયોજીત નહોતી. આ ઘટના અચાનક બની હતી. માત્ર તસવીરોના આધારે કોઈને ગુનેગાર ન ઠેરવી શકાય. બાબરી વિધ્વંસ કેસમાં સીબીઆઈ સ્પેશલ કોર્ટના ચુકાદાની 10 ખાસ વાતો...

  1. 6 ડિસેમ્બર 1992ના રોજ મસ્જિદને તોડી પાડવાના મામલામાં કુલ 49 આરોપી હતા, જેમાંથી 17 આરોપીઓનાં મોત થઈ ચૂક્યા છે. એવામાં બાકી બચેલા તમામ 32 મુખ્ય આરોપીઓ પર ચુકાદો આવ્યો. તમામ આરોપી દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા.

  2. આ મામલામાં મુખ્ય આરોપીઓમાં બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, રામ વિલાસ વેદાંતી, ભૂષણ શરણ સિંહ વગેરે સામેલ હતા. આ ઉપરાંત મહંત નૃત્ય ગોપાલ દાસ, ચમ્પ્ત રાય, સાધ્વી રુતંભરા, મહંત ધરમદાસ પણ મુખ્ય આરોપીઓ પૈકી હતા.

  3. ચુકાદામાં જજ એસકે યાદવે કહ્યું કે બાબરી મસ્જિદને લઈને કંઈ પણ પહેલાથી પ્લાન હેઠળ નહોતું થયું. ફોટો, વીડિયો, ફોટોકોપીમાં જે રીતના પુરાવા આપવામાં આવ્યા છે તેનાથી કંઈ સાબિત નથી થતું. તસવીરોની નેગેટિવ રજૂ નથી કરવામાં આવી.

  4. કોર્ટે કહ્યું કે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ટેમ્પર્ડ પુરાવા રજૂ કરવામાં આવ્યા. ગુંબજ પર કેટલાક અસામાજિક તત્વ ચઢ્યા. આરોપીઓએ ભીડને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

  5. ચુકાદો સંભળાવતા જજે કહ્યું કે અશોક સિંઘલ માળખું સુરક્ષિત રાખવા માંગતા હતા, કારણ કે ત્યાં મૂર્તિઓ હતી. કારસેવકોના બંને હાથ વ્યસ્ત રાખવા માટે જળ અને ફૂલ લાવવા માટે કહેવામાં આવ્યું હતું. અખબારોમાં લખેલી વાતોને પુરાવા ન માની શકાય.

  આ પણ વાંચો, હાથરસ પીડિતાનો હાલ સાંભળી પવન જલ્લાદે ગુસ્સામાં કહ્યું- હજુ મારા હાથોમાં ઘણી તાકાત છે

  6. કોર્ટમાંથી દોષમુક્ત જાહેર થયા બાદ લાલકૃષ્ણ અડવાણીએ ANI સાથે વાત કરી. આ દરમિયાન તેઓએ કહ્યું કે, CBI કોર્ટના ચુકાદાનું દિલથી સ્વાગત કરું છું. આ ચુકાદાએ રામ જન્મભૂમિ આંદોલન પ્રત્યે મારા અંગત વિશ્વાસ અને બીજેપીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરી છે.

  7. મુસ્લિમ પક્ષ તરફથી જફરયાબ જીલાનીએ કહ્યું કે, આ ચુકાદો કાયદો અને હાઈકોર્ટ બંનેની વિરુદ્ધ છે. વિધ્વંસ મામલામાં જે મુસ્લિમ પક્ષના લોકો રહ્યા છે તેમના તરફથી હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે.

  8. ચુકાદો જાહેર થયા બાદ મુરલી મનોહર જોશીએ જણાવ્યું કે, આજે કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. તેનાથી સાબિત થાય છે કે 6 ડિસેમ્બરે અયોધ્યામાં વિવાદાસ્પદ માળખાના વિધ્વંસને લઈ કોઈ કાવતરું નહોતું. અમારા કાર્યક્મ અને રેલીઓ આ કાવતરાનો હિસ્સો નહોતા. અમે ખુશ છીએ. આજે દેશ ખુશ છે. હવે દરેક વ્યક્તિ રામજન્મભૂમિ મંદિરના નિર્માણને લઈને ઉત્સાહિત છે.

  આ પણ વાંચો, રસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે

  9. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, શિવસનાના પૂર્વ સાંસદ સતીશ પ્રધાન, મહંત નૃત્ય ગોપાલ દાસ અને પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ વીડિયો કોન્ફરન્સિંગથી કોર્ટરૂમ સાથે જોડાયા. આ ઉપરાંત અન્ય તમામ 26 આરોપી કોર્ટરૂમમાં ઉપસ્થિત હતા.

  10. બાબરી કેસના વિશેષ જજ એસકે યાદવના કાર્યકાળનો આ અંતિમ ચુકાદો રહ્યો. તેઓ 30 સપ્ટેમ્બર 2019ના રોજ નિવૃત્ત થયા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને 30 સપ્ટેમ્બર 2020 સુધી (ચુકાદો સંભળાવવા સુધી) સેવા વિસ્તાર આપ્યો હતો.
  Published by:Mrunal Bhojak
  First published: