Babri Demolition Case Judgment: લાલકૃષ્ણ અડવાણીએ લગાવ્યો 'જય શ્રી રામ'નો નારો

News18 Gujarati
Updated: September 30, 2020, 4:58 PM IST
Babri Demolition Case Judgment: લાલકૃષ્ણ અડવાણીએ લગાવ્યો 'જય શ્રી રામ'નો નારો
એલ.કે. અડવાણી (ફાઇલ તસવીર)

Babri Masjid Demolition Case: બાબરી વિધ્વંસ કેસની સુનાવણી કરતા સીબીઆઈ જજે કહ્યુ કે, આરોપીઓ વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા નથી મળ્યાં, પરંતુ આરોપીઓએ ઉમટી પડેલી ભીડને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

  • Share this:
નવી દિલ્હી: સીબીઆઈની વિશેષ કોર્ટે (CBI Special Court) છઠ્ઠી ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી (Babri Masjid Demolition Case) પાડવાના કેસમાં બુધવારે નિર્ણય સંભળાવ્યો હતો. આ કેસમાં કોર્ટે તમામ આરોપીઓને પુરુવાના અભાવે મુક્ત કર્યા હતા. વિશેષ કોર્ટના ન્યાયાધીશ એસ.કે. યાદવે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યુ કે, મસ્જિદ તોડી પાડવાની ધટના પૂર્વ નિયોજિત નથી, આ એક આકસ્મિત ઘટના છે. નિર્ણય આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ અડવાણી (LK Advani Reaction on Babri Verdict)એ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ છે કે, સ્પેશિયલ કોર્ટનો નિર્ણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે જય શ્રી રામ કહીને ફેંસલાનું સ્વાગત કર્યું હતું.

અડવાણીએ કહ્યુ કે, બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં વિશેષ અદાલતના ફેંસલાનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ નિર્ણય રામ જન્મભૂમિ આંદોલન પ્રત્યે મારો વ્યક્તિગત અને ભાજપાનો વિશ્વાસ અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

બાબરી વિધ્વંસ કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ પૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીના ઘરે ઉત્સવનો માહોલ છે. મીઠાઈ વહેંચવામાં આવી રહી છે. જ્યારે મુરલી મનોહર જોશીએ કહ્યુ કે, આજે આખો દેશ ખુશ છે. કોર્ટનો નિર્ણય આવ્યા બાદ એક નિવેદન જાહેર કરીને અડવાણીએ કહ્યુ કે, અન્ય દેશવાસીઓની સાથે હું પણ રામ મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યો છું.

આ પણ વાંચો: 


આ કેસમાં કોણ કોણ આરોપી હતા?

આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણસિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા, મહંત નૃત્ય ગોપાલ દાસ, ડૉ રામ વિલાસ વેદાંતી, ચંપલ રાય, મહંત ધર્મદાસ, સતીશ પ્રધાન, પવન કુમાર પાંડેય, લલ્લૂસિંહ, પ્રકાશ શર્મા, વિજય બહાદુરસિંહ, સંતોષ દૂબે, ગાંધી યાદવ, રામજી ગુપ્તા, બ્રજ ભૂષણ શરણસિંહ, કમલેશ ત્રિપાઠી, રામચંદ્ર ખત્રી, જય ભગવાન ગોયલ, ઓમ પ્રકાશ પાંડેય, અમરનાથ ગોયલ, જયભાન સિંહ પવૈયા, સાક્ષી મહારાજ, વિનય કુમાર રાય, નવીનભાઈ શુક્લા, આરએન શ્રીવાસ્તવ, આયાર્ય ધર્મેન્દ્ર દેવ, સુધીર કુમાર કક્કડ અને ધર્મેન્દ્રસિંહ ગુર્જર આરોપી હતા.
Published by: Vinod Zankhaliya
First published: September 30, 2020, 4:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading