વિનાશક તોફાન આવશે
બાબા વેંગાની આગાહી અનુસાર, વર્ષ 2023માં વિનાશકારી તોફાન આવશે. આ દરમિયાન સૂર્યમાંથી નીકળતી ઊર્જાના વિસ્ફોટથી નીકળતા ખતરનાક કિરણો પૃથ્વી પર પડશે, જે અબજો પરમાણુ બોમ્બ જેટલા વિનાશક હોઈ શકે છે. બાબા વેંગા આ પ્રકારની ભવિષ્યવાણિયઓ કરવા માટે જાણીતા છે.
એલિયન્સ પૃથ્વી પર હુમલો કરે છે
બાબા વાંગાએ વર્ષ 2023 માટે એવી ભવિષ્યવાણી કરી છે, જે માનવીને એલિયન્સ વિશે વિચારવા મજબૂર કરી દેશે. તેમની આગાહી મુજબ નવા વર્ષ 2023માં પૃથ્વી પર એલિયનનો હુમલો થશે. તેમણે દાવો કર્યો હતો કે જો આવતા વર્ષે એલિયન્સ પૃથ્વી પર આવશે તો લાખો લોકો બિનજરૂરી કારણોસર મોટી સંખ્યામાં મૃત્યુ પામશે.
આ પણ વાંચો: Pope Benedict Death: વધુ એક મહાન હસ્તીનું નિધન, 2022 ના છેલ્લા દિવસે દુનિયા છોડી ગયા પૂર્વ પોપ બેનેડીક્ટ
બાબા વેંગા કોણ છે?
જણાવી દઈએ કે બાબા વેન્ગાનો જન્મ 1911માં બુલ્ગેરિયામાં થયો હતો અને 86 વર્ષની ઉંમરે તેમણે 1996માં આ દુનિયા છોડી દીધી હતી. તે બાળપણથી જ જોઈ શકતા ન હતા. તમને જાણીને નવાઈ લાગશે કે તેમની આગાહીઓનો જ્યોતિષ સાથે કોઈ સંબંધ નથી. પરંતુ અત્યાર સુધી તેની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે. મૃત્યુ પહેલા તેમણે વર્ષ 5079 સુધીની કેટલીક ભવિષ્યવાણી કરી હતી.
તેમણે કરેલી એક ભવિષ્યવાણી એ પણ હતી કે અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ બ્લેક હશે અને એ ભવિષ્યવાણી સાચી પડી હતી અને અમેરિકના રાષ્ટ્રપતિપદે બરાક ઓબામાં ચૂંટાઈ આવ્યા હતા.