નાસ્ત્રેદમસ વુમન નામથી પ્રખ્યાત બલ્ગેરિયાઈ ભવિષ્યવક્તા બાબા વેંગાની 2023ની ભવિષ્યવાણીથી લોકો ડરવા લાગ્યા છે. બાબા વેંગાએ 2023 માટે જે ભવિષ્યવાણી કરી છે, તેમાં ધરતી પર એલિયંસનો હુમલો, પરમાણુ હુમલો અને સૂરજ પર સુનામીની ચેતવણી આપી છે અને તે ભવિષ્યવાણી ડરામણી છે. તેમાંથી દરેક ભવિષ્યવાણી ધરતીને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે.
2023 માટે ભવિષ્યવાણી
બુલ્ગેરિયાના ભવિષ્યવક્તા બાબા વેંગા વિશે કહેવાય છે કે, તેણે પોતાના મોતથી 26 વર્ષ પહેલાની તારીખને લઈને ભવિષ્યવાણી કરી હતી. જે બિલ્કુલ સાચી સાબિત થઈ હતી. બાબા વેંગા સમર્થકો દાવો કરતા રહે છે કે, તેમણે અમેરિકા પર 9 નવેમ્બર 2001ના હુમલાની ભવિષ્યવાણી પહેલાથી કરી દીધી હતી અને જો તેમની ભવિષ્યવાણીને ગંભીરતાથી લેવામાં આવશે, તો કદાચ અમેરિકાએ પોતાની ધરતી પર આટલો મોટો હુમલો ક્યારેય નહીં જોયો હોય. એવું કહેવાય છે કે, બાબા વેંગાએ વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરી રાખી છએ અને તેમના મત અનુસાર, 5.79 ઈસ્વીમાં ધરતીનો અંત થઈ જશે. તો વળી બાબા વેંગાએ વર્ષ 2023 માટે પણ કેટલીય ભવિષ્યવાણીઓ કરી રાખેલી છે. જેમાં ધરતી પર અંધકાર ફેલાવવા અને તબાહીની ભવિષ્યવાણી કરી છે.
બાબા વેંગાએ વર્ષ 2023 માટે જે ભવિષ્યવાણી કરી છે, તેમાં ધરતી પર અંધકાર ફેલાવવા અને ભારે તબાહી મચાવાની વાત કરી હતી. તેની સાથે જ તેમની ભવિષ્યવાણીમાં પરમાણુ બોમ્બ વિસ્ફોટ થવા અને પૃથ્વીની કક્ષામાં ફેરફાર થવાની વાત કહી છે, જેના કારણે પરમાણુ બોમ્બમાં વિસ્ફોટ થઈ શકે છે. તેમણે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે, જો પૃથ્વીની રક્ષામાં ફેરફાર થાય છે તો, તેના માટે વિનાશકારી અસર જોવા મળી શકે છે. જેમાં સૌર તુફાન પણ સામેલ છે. જેના કારણે ધરતી પર રેડિએશન ફેલાઈ જશે. તેની સાથે જ 2023ને લઈને ભવિષ્યવાણીમાં અમુક અજીબોગરીબ વૈજ્ઞાનિક આવિષ્કાર પણ સામેલ છે. જેમાં પ્રયોગશાળામાં બાળકોના જન્મ પણ સામેલ છે. તો વળી વધુ એક ખતરનાક ચેતવણી છે, જેમાં તેમણે કહ્યું છે કે, પૃથ્વી પર કોઈ અન્ય ગ્રહથી આવેલી શક્તિઓથી હુમલો થઈ શકે છે. જેમાં લાખો લોકો માર્યા જશે. એટલે કે ધરતી પર એલિયંસનો હુમલો થવાની આશંકા વ્યક્ત કરી છે.
જૈવિક હથિયારોના ઉપયોગનો ખતરો
તેની સાથે જ બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં જૈવિક હથિયારોને લઈને પણ ચેતવણી આપી છે. જેમાં તેમણે જૈવિક હથિયારોને વિનાશનું હથિયાર ગણાવ્યું છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે યુક્રેન યુદ્ધના કારણે કેટલાય જૈવિક હથિયારોનો ઉપયોગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને હજૂ પણ યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે. તેથી પરમાણુ અને જૈવિક હથિયારોનો ઉપયોગની આશંકા બનેલી છે. તેથી આ ખતરાને નજરઅંદાજ કરી શકાય નહીં. તેની સાથે જ તેમની ભવિષ્યવાણીમાં કહેવાય છે કે, વિજળી સંયંત્રમાં વિસ્ફોટથી ઝેરી વાદળ દુનિયામાં ફેલાઈ શકે છે, જે એશિયાના સમગ્ર મહાદ્વિપમાં ગાઢ અંધારામાં ધકેલી દેશે અને તેના કારણે લાખો લોકો ગંભીર બિમારીની ચપેટમાં આવીને મરી જશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર