Home /News /national-international /બાબા વેંગાની વર્ષ 2022 માટેની 2 ભવિષ્યવાણીઓ પડી સાચી, બાકીની 4 ને લઈને લોકોમાં ભય!

બાબા વેંગાની વર્ષ 2022 માટેની 2 ભવિષ્યવાણીઓ પડી સાચી, બાકીની 4 ને લઈને લોકોમાં ભય!

બાબા વેંગાએ તેમની ભવિષ્યવાણીઓને જાતે ક્યાંય લખી નથી, તેમને આ બધી વાતો તેમના શિષ્યોને જણાવી હતી

Baba Vanga Predictions : બાબા વેંગાએની બાકીની ભવિષ્યવાણીઓ વધુ ખતરનાક છે. તેથી લોકો તે ભવિષ્યવાણીઓ સાચી ના પડે તો સારું તેમ વિચારી રહ્યા છે

    ભવિષ્યવેત્તા બાબા વેંગા (Baba Vanga)ની ઘણી ભવિષ્યવાણી સાચી પડી છે. તેમણે 2022ની સાલ માટે અવિશ્વસનીય છ ભવિષ્યવાણીઓ (Predictions) કરી હતી. જેમાંથી બે સાચી પડી હોય તેવું લાગે છે અને હવે તેમની બાકીની (Baba Vanga Predictions) ભવિષ્યવાણીઓ વધુ ખતરનાક છે. તેથી લોકો તે ભવિષ્યવાણીઓ સાચી ના પડે તો સારું તેમ વિચારી રહ્યા છે.

    રહસ્યમય ગણાતા બાબા વેંગાએ 2022માં કેટલાક એશિયાના દેશ અને ઓસ્ટ્રેલિયા ભયંકર પુરથી પ્રભાવિત થશે તેવી ભવિષ્યવાણી કરી હતી. તેમની આ ભવિષ્યવાણી મુજબ થઇ રહ્યું હોય એમ દેખાઈ રહ્યું છે. ભારત અને ચીનની સાથે સાથે ઓસ્ટ્રેલિયા પણ પુરગ્રસ્ત છે. ઓસ્ટ્રેલિયાના ઘણા પ્રદેશોમાં આ વર્ષની શરૂઆતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે અને હવે દેશના ઘણા પ્રદેશોમાં પુર ભારે હોનારત સર્જી રહ્યું છે. ખેતીના પાકને ભયંકર નુકસાન થયું છે.

    યુરોપમાં દુષ્કાળની ચેતવણી

    તે સાથે જ બાબા વેંગાએ એક અન્ય ભવિષ્યવાણીમાં ભીષણ ગરમી અને સૂકા દુષ્કાળ પડવાની શક્યતા જાહેર કરી હતી. તેમને કહ્યું હતું કે, દુષ્કાળના કારણે યુરોપના ઘણા પ્રદેશોને જળસંકટનો સામનો કરવો પડશે. બાબા વેંગાની આ ભવિષ્યવાણી પણ સાચી પડતી દેખાય છે. કારણકે યુરોપના ઘણા દેશ સૂકા દુષ્કાળથી પ્રભાવિત છે. દુષ્કાળના કારણે પોર્ટુગલના નાગરિકોને પાણીનો વપરાશ ઓછો કરવા જણાવી દેવાયું છે અને ઈટલી 1950માં દશક પછી સૌથી ખરાબ જળસંકટથી પસાર થઈ રહ્યું છે. એટલે બાબા વેંગાંએ 2022 માટે જે ભવિષ્યવાણી કરી હતી તેમાંથી બે સાચી પડી છે.

    બાબા વેંગા ની અન્ય ભવિષ્યવાણીઓ

    બાબા વેંગા એ કહ્યું હતું કે 2022ની સાલમાં સાઇબિરીયામાંથી એક ભયંકર વાયરસનો વિસ્ફોટ થશે અને તીડના હુમલા વિશે પણ તેમણે ભવિષ્યવાણી કરી હતી.  ઉલ્લેખનીય છે કે, બાબા વેંગનો જન્મ સાલ 1911માં થયો હતો અને 1996 માં તેમનું મૃત્યુ થયું હતું , પરંતુ મૃત્યુ પછી પણ તેમને કરેલી ભવિષ્યવાણીઓના લીધે તે હમેશાં સમાચારોમાં રહ્યા છે. બાબા વેંગા જ્યારે જીવતા હતા ત્યારે તેમણે પોતાના માટે પણ ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે, એક વાર એક તૂફાને તેમને જમીન પર પટકી દીધા હતા ત્યારથી તેમનું જીવન બદલાઈ ગયું હતું.

    તેમને ખૂબ મુશ્કેલીથી શોધી શકાયા હતા અને જ્યારે તે મળ્યા તે ખૂબ ડરેલા હતાં. તે ઘટના બાદ જ તેમણે બંને આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી અને પરિવાર પાસે પૈસા ના હોવાના કારણે તેમનું ઓપરેશન પણ શક્ય ન બન્યું. પરંતુ બાબાએ પછીથી દાવો કર્યો હતો કે તેમને ભવિષ્ય જોવાની શક્તિ હસિલ થઈ ગઈ છે અને પછી તેમને ભવિષ્યવાણીઓ કરવાનું શરૂ કરી દીધું હતું.

    ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી હોવાનો દાવો

    બાબા વેંગા બલ્ગેરિયા ની રહેવાસી હતી અને 1996માં મૃત્યુ પામ્યા હતા પરંતુ તેમની ભવિષ્યવાણી હજી પણ સત્ય થઈ રહી છે એમ કેહવાય છે. તેમને 9/11 ના આતંકી હુમલા, બ્રેક્ઝિટ, સોવિયત સંઘ વગેરે માટે જે વાતો કહી હતી એ સાચી પડી હતી. બાબા વેંગાના ભકતોનું કેહવુ છે કે, એમણે ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2001માં અમેરિકાના આકાશમાં બે સ્ટીલની ચકલીઓ ટકરાશે, જેનો મર્મ 9/11 નો હુમલો હતો. ટ્વીન ટાવર્સમાં આતંકીઓએ વિમાન અથડાવી દીધું હતું. તેમજ હાલની સ્થિતિ માટે પણ બાબા વેંગાએ પહેલેથી જ ભવિષ્યવાણીઓ કરી હતી કે, 2022માં રશિયા દુનિયા પર રાજ કરશે જ્યારે કે યુરોપ એક બંજર ભૂમિ બની જશે.

    તેમણે વધુમાં કહ્યું હતું કે, બધા જ બરફની જેમ પીગળી જશે માત્ર એક જ બચશે , 'વાલ્દિમીરનો મહિમા, રશિયાનો મહિમા'. તેમના શિષ્યોના પ્રમાણે બાબાના કહેવાનો મતલબ હતો કે રશિયા સૌને રસ્તામાંથી હટાવી દેશે અને દુનિયા પર રાજ કરશે.

    અસંખ્ય ભવિષ્યવાણી કરી હોવાનો દાવો

    બાબા વેંગાના શિષ્ય પ્રમાણે પોતાના જીવનમાં તેમને 5079ની સાલ સુધીની ભવિષ્યવાણીઓ કરી છે. તેમનું માનવું છે કે, વર્ષ 5079 પછી દુનિયા ખતમ થઈ જશે. ખાસ વાત એ છે કે, બાબા વેંગાએ તેમની ભવિષ્યવાણીઓને જાતે ક્યાંય લખી નથી, તેમને આ બધી વાતો તેમના શિષ્યોને જણાવી હતી ,જેઓ દરેક વર્ષની શરૂઆતમાં આ ભવિષ્યવાણીઓને દુનિયાની સામે મૂકે છે.
    First published:

    Tags: Ajab Gajab, World