લંડનઃ બાલ્કાનની નાસ્ત્રેદમસ (Nostradamus) તરીકે ઓળખાતી એક ભવિષ્યવક્તા બાબા વેંગા (Baba Vanga)એ વર્ષ 2021ને લઈને અનેક ભવિષ્યવાણીઓ કરી છે. તેમની ભવિષ્યવાણીના હિસાબથી માનવતા માટે વર્ષ 2021 ખતરનાક સાબિત થવાનું છે. ઉલ્લેખીય છે કે બાબા વેંગાએ 86 વર્ષ ઉંમરે 1996માં દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓએ 9/11 હુમલો, બ્રેક્ઝિટ સંકટ સહિત દુનિયામાં ઘટી ચૂકેલી અનેક ઘટનાઓની એકદમ સચોટ ભવિષ્યવાણી કરી હતી.
2021ને લઈને તેઓએ જણાવ્યું છે કે દુનિયાના ઘણા બધા પ્રલય અને ગંભીર આપદાઓનો સામનો કરશે. બીજી તરફ તેઓએ કહ્યું છે કે એક મોટું ડ્રેગન (Dragon) માનવતા પર કબજો કરી લેશે. જાણકારોના મત મુજબ, બાબા વેંગાએ આ વાતના માધ્યમથી ચીન (China) તરફ ઈશારો કર્યો છે. આ ઉપરાંત તેઓએ પેટ્રોલ-ડીઝલને લઈને પણ મોટી વાત કહી છે. બાબા અનુસાર, પેટ્રોલિયમ ઉત્પાદન બંધ થયા બાદ ટ્રેન સૂર્યના પ્રકાશના માધ્યમથી હવામાં ઉડશે.
બાબા વેંગાએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)ના ભવિષ્યનો પણ ઉલ્લેખ કર્યો છે. તેઓએ કહ્યું છે કે ટ્રમ્પને એક રહસ્યમયી બીમારી ઘેરી લેશે, જેના કારણે તેઓ બહેરા થઈ જશે અને તેમને બ્રેન ટ્રોમા થશે. બીજી તરફ, પુતિન પર હુમલો થવાની વાત કહી છે. બાબા વેંગા મુજબ પુતિન પર તેના જ દેશના કોઈ જીવલેણ હુમલો કરશે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે યૂરોપ પર ઈસ્લામી કટ્ટરવાદી હુમલો કરશે.
બીમારીઓને લઈ એક સારી ખબર
બાબા વેંગાની બીમારીઓને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણીઓએ એક તરફ જ્યાં લોકોમાં ચિંતા વધારી દીધી છે, તો બીજી તરફ રાહતના પણ સમાચાર આપ્યા છે. તેઓએ કહ્યું છે કે 2021 એવું વર્ષ હશે જેમાં દુનિયાને કેન્સરથી આઝાદી મળશે. તેમની ભવિષ્યવાણી મુજબ, દુનિયાને આ વર્ષે કેન્સરનો ઉપચાર મળી જશે. જોકે તેઓએ એક અન્ય ઘટના પર ઈશારો કરતાં કહ્યું છે કે 2021માં ‘ત્રણ રાક્ષસ એક થઈ જશે.’
આ પણ વાંચો, તુર્કીમાં 99 ટન સોનાની શોધ, અનેક દેશોના GDPથી પણ વધુ છે તેની કિંમત આ પહેલા પણ બાબા વેંગાએ અનેક ભવિષ્યવાણીઓ કરી છે. સોવિયત સંઘના તૂટવા, 9/11નો હુમલો, પ્રિન્સેલ ડાયનાનું મોત, ચર્નોબિલ ડિઝાસ્ટર જેવી વાતો સાચી સાબિત થઈ છે. તેઓએ પોતાના મોતની ભવિષ્યવાણી પણ કરી હતી. તેઓએ કહ્યું કે બ્રહ્માંડ 5079માં ખતમ થઈ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર