Home /News /national-international /કોરોનાના નવા સ્ટ્રેન વચ્ચે અમે પણ ઊભો કર્યો આયુર્વેદિક દવાનો નવો અવતાર : બાબા રામદેવ

કોરોનાના નવા સ્ટ્રેન વચ્ચે અમે પણ ઊભો કર્યો આયુર્વેદિક દવાનો નવો અવતાર : બાબા રામદેવ

યોગ ગુરુ બાબા રામદેવ

યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું- આ દવાને દુનિયાના 158 દેશોમાં વેચવાની તૈયારી કરી રહ્યા છીએ

નવી દિલ્હી : યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev)કોરોના વાયરસ સામે પોતાની નવી દવા સાથે હાજર છે. ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીતમાં તેમણે દાવો કર્યો કે આ વખતે દવાની પ્રભાવકારિતા 95 ટકાથી વધારે છે. તેમણે એ પણ કહ્યું કે દવાને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) તરફથી મંજૂરી મળી ગઈ છે. સાથે આયુષ મંત્રાલયે (Ministry of Ayush)પણ તેને માન્યતા આપી છે. પતંજલિ કંપનીએ કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન અને નીતિન ગડકરીની હાજરીમાં દવા લોન્ચ કરી હતી. શુક્રવારે દવાના લોન્ચિંગનો કાર્યક્રમ થયો હતો.

ન્યૂઝ 18 સાથે વાતચીતમાં તેમણે દવાને લઈને મોટી જાણકારીઓ આપી છે. તેમણે કહ્યું કે અમે 100થી વધારે દવાઓ તૈયાર કરી દીધી છે. આ બધી દવા મેડિકલ પેરામીટર્સ સાથે તૈયાર થઈ છે. સાથે તેમણે કહ્યું કે આ દ્વારા તેમણે મેડિકલ માફિયા, ટેરેરિઝમ અને અરાજકતાને જવાબ આપ્યો છે. વાતચીત દરમિયાન યોગ ગુરુએ વિપક્ષની ભૂમિકા ભજવી રહેલા દળોને પણ જોરદાર ઘેર્યા હતા.

આ પણ વાંચો - વિરાટ કોહલી થઈ ગયો હતો ડિપ્રેશનનો શિકાર, ભારતીય કેપ્ટનનું દર્દ આવ્યું સામે

બાબા રામદેવે દવાના લાઇસેસિંગને લઈને કહ્યું કે અમને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા તરફથી માન્યતા મળી છે. આ સાથે આ દવાને દુનિયાના 158 દેશોમાં વેચવાની તૈયારી કરી રહ્યા છીએ. હવે યોગ, આયુર્વેદ આખા વિશ્વમાં સ્થાપિત થશે. દરેક વ્યક્તિ સ્વાસ્થ્યના મામલામાં પણ આત્મનિર્ભર બને આ પહેલ પણ અમે શરૂ કરી દીધી છે.

ગત વર્ષે 23 જૂને કોવિડ-19 મહામારી વચ્ચે કોરોનિલ લઈને આવેલા બાબા રામદેવે તેને સફળ દવા બતાવી હતી. જોકે તે સમયે આયુષ મંત્રાલયે તેના પર સવાલ ઉઠાવ્યા હતા. તેને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે તે સમયે ફક્ત ઇમ્યુનિટી બૂસ્ટરની મંજૂરી મળી હતી. હવે દવાને ઓથોરિટી માન્યતા મળી ગઈ છે. કોરોનાનો નવો સ્ટ્રેન આવ્યો તો અમે પણ નવો અવતાર ઉભો કરી દીધો છે.
First published:

Tags: Corona vaccine, Dcgi, પતંજલી, બાબા રામદેવ