Corona વાયરસની દવા શોધવામાં બાબા રામદેવની પતંજલી પણ આવી માર્કેટમાં, શરૂ કર્યું દવાનું ટ્રાયલ

News18 Gujarati
Updated: May 28, 2020, 5:13 PM IST
Corona વાયરસની દવા શોધવામાં બાબા રામદેવની પતંજલી પણ આવી માર્કેટમાં, શરૂ કર્યું દવાનું ટ્રાયલ
બાબા રામદેવ (ફાઈલ ફોટો)

ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણને કહ્યું કે, અમે અહીં કોઈ ઈમ્યુનિટી બૂસ્ટરની વાત નથી કરી રહ્યા. આ કોરોનાની સારવારની વાત થઈ રહી છે.

  • Share this:
નવી દિલ્હી : પતંજલી ગ્રુપે કહ્યું કે, તેમણે જરૂરી રેગ્યુલેટરી મંજૂરીઓ મેળવ્યા બાદ મનુષ્યમાં COVID-19ની સારવાર માટે ક્લીનિકલ ટ્રાયલ શરૂ કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે, પતંજલી ગ્રુપની પ્લેકશિપ યુનિટ તમામ કન્ઝ્યુમર પ્રોડક્ટ અને આયુર્વેદીક દવાઓ બનાવે છે, અને વેચે છે. પતંજલીના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણને કહ્યું કે, અમે અહીં કોઈ ઈમ્યુનિટી બૂસ્ટરની વાત નથી કરી રહ્યા. આ કોરોનાની સારવારની વાત થઈ રહી છે. તેમણે કહ્યું કે, ગત અઠવાડીએ રેગ્યુલેટરી મંજૂરી મળ્યા બાદ કંપનીએ ઈન્દોર અને જયપુરમાં ક્લિનીકલ ટ્રાયલ શરૂ કર્યું છે.

આ કંપનીઓ પણ લાગી છે દવાની શોધમાં

કોરોનાની સારવાર માટે અત્યાર સુધી દુનિયાની મોટી ફાર્મા કંપનીઓના નામ જ આવી રહ્યા હતા, જેમાં ગિલિયડ સાઈન્સેઝ, ફાઈઝર, જોનસન એન્ડ જોનસન, મોડર્ના, ઈનોવિયો ફાર્મા અને ગ્લેક્સો સ્મિથક્લાઈન જેવા નામ સામેલ છે, જે કોરોનાની દવા અને વેક્સીનની શોધ કરી રહી છે. આ મોટી કંપનીઓના લીસ્ટમાં પતંજલીનું નામ જોડાવું પતંજલી માટે એક મોટી ઉપલબ્ધી છે.

પતંજલીનું ક્લીનિકલ ટ્રાયલ શરૂ

યોગા ગુરૂ બાબા રામદેવ દ્વારા સ્થાપિત પતંજલીએ ખૂબ મોટુ બિઝનેસ એમ્પાયર ઉભુ કરી દીધુ છે. નાણાકીય વર્ષ 2019માં પતંજલી આયુર્વેદનું ટર્નઓવર 8,500 કરોડ રૂપિયા હતું અને કંપનીમાં 50,000 કર્મચારી કામ કરી રહ્યા હતા. બ્રોકરેજ હાઉસ સીએલએસએ અને એચએસબીસીની સલાહ છે કે, પતંજલી ભારતની સૌથી ઝડપી પ્રગતી કરી રહેલી એફએમસીજી કંપની છે. જોકે, વિસ્તાર યોજનાઓમાં લાપરવાહી અને ઉત્પાદનોની ગુણવત્તા સથે જોડાયેલી ફરિયાદોના કારણે કંપનીને ઝટકો લાગ્યો છે. કોરોના મહામારીની દવા માટે ક્લીનિકલ ટ્રાયલ શરૂ કરવું કંપનીનું ઉત્સાહી પગલું છે.

આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું કે, પતંજલી ગ્રુપમાં ફેબ્રુઆરી 2020થી જ COVID-19ના દર્દીઓ માટે સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. માર્ચ સુધી પતંજલીએ અનેક કોરોના દર્દીઓની સારવાર કરી છે. પરંતુ, આ દર્દીઓ કોઈ સાક્ષી આધારિત ક્લીનિકલ ટ્રાયલનો ભાગ ન હતા. પોતાની શોધને સારવાર માટે નોંધણી કરાવવા માટે અમે ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થવું પડશે. આ બાબતને ધ્યાનમાં રાખી કંપનીએ ક્લિનિકલ ટ્રાયલ પર રેગ્યુલેટરીની મંજૂરી લઈ આ ટ્રાયલ શરૂ કર્યું છે.
First published: May 28, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading