નવી દિલ્હી. યોગ ગુરૂ બાબા રામદેવ (Baba Ramdev)એ આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને કોરોના વાયરસ (Corona Medicine)ની નવી દવા લૉન્ચ કરી છે. રામદેવની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન (Dr Harsh Vardhan) અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) પણ ઉપસ્થિત રહ્યા. રામદેવે કહ્યું કે પતંજલિ (Patanjali)ની કોરોનીલ ટેબલેટ (Coronil Tablet)થી હવે કોવિડ (Covid-19)ની સારવાર થશે. તેઓએ દાવો કર્યો કે આયુષ મંત્રાલય (AYUSH Ministry)એ કોરોનિલ ટેબલેટને કોરોનાની દવા તરીકે સ્વીકાર કરી દીધો છે.
નોંધનીય છે કે, આ પહેલા કોરોનીલ ટેબલેટને માત્ર ઇમ્યૂનિટી બૂસ્ટર કહેવામાં આવી હતી. બાબા રામદેવે કોરોનિલને CoPP - WHO GMPના પ્રોટોકોલ અને સર્ટિફિકેશન સિસ્ટમ અનુસાર કોરોનીલ ટેબલેટને સહાયક દવા જાહેર કરી.
Delhi: Yog Guru Ramdev releases scientific research paper on 'the first evidence-based medicine for #COVID19 by Patanjali'.
Union Health Minister Dr Harsh Vardhan and Union Minister Nitin Gadkari are also present at the event. pic.twitter.com/8Uiy0p6d8d
રામદેવે કહ્યું કે, આજે ઐતિહાસિક દિવસ છે. એવિડન્સ મેડિસિન તરીકે એવિડન્સ આધારિત રિસર્ચ છે. તેઓએ કહ્યું કે, ચિકિત્સાની દુનિયામાં ભારત સમગ્ર દુનિયામાં લીડ કરશે. પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે મને ખુશી છે કે આયુર્વેદમાં રિસર્ચ કરવા માટે બાબા રામદેવએ રિસર્ચ સંસ્થા બનાવી છે. આયુર્વેદ પર પહેલા પણ ભરોસો હતો. પરંતુ હવે રિસર્ચ કરવામાં આવ્યું છે. લેબથી પ્રમાણ મળી ગયું છે.
એવિડન્સ અને રિસર્ચના આધારે કોરોનાની દવા તૈયાર કરાઈ - બાબા રામદેવ
બાબા રામદેવે છત્રપતિ શિવાજી મહારાજની જયંતીને ઐતિહાસિક દિવસ ગણાવતાં કહ્યું કે, આયર્વેદ વિશે રિસર્ચને લઈ લોકોમાં શંકાઓ ઊભી થતી રહે છે, પરંતુ અમે શંકાના વાદળોને હટાવીને રિસર્ચ અને એવિડન્સના આધાર પર જ દવા તૈયાર કરી છે.