પુણે: યોગ ગુરુ બાબા રામદેવ તરફથી મહિલાઓને લઈને કરવામાં આવેલી એક ટિપ્પણી પર ભારે હોબાળો થયો છે. બાબા રામદેવે મહારાષ્ટ્રના પુણેમાં એક યોગ શિબિરમાં બોલતા કહ્યું કે, મહિલાઓ સાડી ,સલવાર અને સૂટમાં પણ સારી લાગી જ છે, પણ મારી જેમ કંઈ ન પહેરે તો પણ સારી લાગે છે. રામદેવ જ્યારે આ બોલી રહ્યા હતા, ત્યારે મંચ પર તેમની બાજૂમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા પણ ત્યાં હાજર હતાં.
રામદેવની આવી નિમ્ન કક્ષાની ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દિલ્હી મહિલા આયોગના પ્રમુખ સ્વાતી માલીવાલે આ ટિપ્પણીની નિંદા કરતા વીડિયો શેર કર્યો છે. સ્વાતી માલીવાલે ટ્વિટ કર્યું કે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીજીની પત્ની સામે સ્વામી રામદેવ દ્વારા મહિલાઓ પર કરવમાં આવેલી આ ટિપ્પણી અમર્યાદિત અને નિંદનિય છે. આ નિવેદનથી તમામ મહિલાને ઠેસ પહોંચી છે. બાબા રામદેવને આ નિવેદન પર દેશની માફી માગવી જોઈએ. બાબા રામદેવ સાથે મંચ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના સાંસદ દીકરો શ્રીકાંત શિંદે પણ હાજર હતા.
महाराष्ट्र के उपमुख्यमंत्री जी की पत्नी के सामने स्वामी रामदेव द्वारा महिलाओं पर की गई टिप्पणी अमर्यादित और निंदनीय है। इस बयान से सभी महिलाएँ आहत हुई हैं, बाबा रामदेव जी को इस बयान पर देश से माफ़ी माँगनी चाहिए! pic.twitter.com/1jTvN1SnR7
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બાબા રામદેવ કહે છે કે, બહુ નસીબદાર છો તમે, ખૂબ જ સારા લાગી રહ્યા છો, સામેના લોકોને સાડી પહેરવાનો મોકો મળી ગયો. પાછળના લોકોને મળ્યો જ નહી. ત્યાર બાદ આગળ કહે છે કે, તમે સાડી પહેરીને પણ સારા લાગો છો, સલવાર સૂટમાં પણ અમૃતાજી માફક સારા લાગો છો અને મારી માફક કંઈ ન પહેરો તો પણ સારા લાગો છે. હવે તો લોકો લોકલાજ માટે થઈને પહેરી લે છે. બાળકોને કોણ પહેરાવતું હતું પહેલા. અમે તો આઠ દશ વર્ષ સુધી આવી જ રીતે નાગા ફરતા હતા. આ તો હવે પાંચ લેયર બાળકોના કપડા પર આવી ગયા છીએ.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર