નવી દિલ્હી. બાબા રામદેવ (Baba Ramdev)એ પતંજલિ ગ્રુપ (Patanjali Group)ના 30 હજાર કરોડ રૂપિયાના ટર્નઓવર પાર કરવા પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, લક્ષ્ય સ્વદેશીને પ્રોત્સાહન આપવાનું છે અને વિદેશી કંપનીઓના એકાધિકારને તોડવાનો છે. તેમણે કહ્યું કે, તેમની કંપનીમાં 500 વૈજ્ઞાનિક અને પ્રોફેશનલ કામ કરે છે. રામદેવે સાથોસાથ સરકારથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓછી કરવાનો આગ્રહ પણ કર્યો.
ન્યૂઝ18 સાથેની ખાસ વાતચીતમાં રામદેવે કહ્યું કે, મોટીવેશનથી મૂળ કામ થાય છે. એટલે કે બિઝનેસ ચાલે છે. તેમણે કહ્યું કે, તેમની કંપનીમાં 25 હજારથી 2.5 કરોડની સેલરી મેળવનારા લોકો છે. તેમણે કહ્યું કે, પહેલા તેઓ અમેરિકામાં કામ કરતા હતા, હવે અહીં કામ કરી રહ્યા છે. અમે વિદેશી કંપનીઓને જોરદાર ટક્કર આપી અને જો અમે આ જ મહેનતથી કામ કરતા રહીશું તો ચીજો આપમેળે આગળ વધતી જશે.
જનસંખ્યા નીતિના સવાલ પર રામદેવે કહ્યું કે, વસ્તી નિયંત્રણ જરૂરી છે. તેને આત્મ અનુશાસન અને શાસનના ડંડાથી રોકવી જોઈએ. અજ્ઞાનતાથી જનસંખ્યા વૃદ્ધિ થાય છે. બે બાળકો તો ઠીક છે. હાલના સમયમાં દેશમાં 20 કરોડ લોકોની પાસે કામ નથી. જનસંખ્યા નિયંત્રણ જરુરી છે. બીજા દેશોમાં વસ્તી ઓછી છે.
મોંઘવારી અને પેટ્રોલની કિંમતો પર બાબા રામદેવે જણાવ્યું કે, ઇંધણની કિંમતો ઓછી થવી જોઈએ. થોડા ઘણો ટેક્સ લગાવવો જોઈએ. સરકારને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરવા જોઈએ. આ સરકાર સંવેદનશીલ સરકાર છે.
બાબા રામદેવે વધુમાં જણાવ્યું કે, રૂચિ સોયા કંપની આઇપીઓ લઈને આવી રહી છે. તેમણે એવું પણ જણાવ્યું કે, પતંજલિની અનેક પ્રોડક્ટ્સ આવવાની છે. પતંજલિનો આઇપીઓ ક્યારે આવશે તે સવાલ પર રામદેવે કહ્યું કે, તેના વિશે તેઓ બાદમાં જણાવશે. તેમણે કહ્યું કે, તેમની યૂએસપી આત્મનિર્ભરતા અને સ્વદેશી છે. પતંજલિની પરવિહન કંપનીના સવાલ પર તેમણે કહ્યું કે, જ્યારે કોવિડમાં બધે સન્નાટો હતો ત્યારે જેટલી મોટી કંપની હતી બધી બંધ થઈ ગઈ. અમે કરીએ તો શું કરીએ....અમારી પાસે અનેક ટ્રક છે. લોકો સુધી પ્રોડક્ટ પહોંચાડી. તેમણે કહ્યું કે, અમે આઇટી કંપની પણ બનાવી છે. રિયલ ટાઇમ પર કામ થઈ રહ્યું છે. આ પણ વાંચો, જો તમારી પાસે પણ 1 રૂપિયાની નોટ છે તો તમે પણ કમાઈ શકો છો 7 લાખ રૂપિયા, જાણો કેવી રીતે
કોરોનિલ દવા પર તેમણે કહ્યું કે અમે એક દિવસમાં 5 લાખ કિટ બનાવીએ છીએ. તેમણે કહ્યું કે, કોરોના શરીરમાં ઘૂસીને ડેમેજ કરે છે. રામદેવે કહ્યું કે, અમે કોરોનિલથી લોકોની ઇમ્યુનિટી વધારી છે. આખો દેશ રોજ સવારે યોગ કરી લે, ગિલોય, તુલસી અને અણુતેલનું સેવન કરે. બધું સારું રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર