ચૂરુ: બાબા રામદેવે પાકિસ્તાનને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. રામદેવે ચૂરુના સુઝાનગઢમાં આવેલ પ્રસિદ્ધ સિદ્ધપીઠ સાલાસર બાલાજી ધામમાં પીઓકેને ભારતમાં સામેલ કરવાની કામનાને લઈને કરવામાં આવેલ હનુમન મહાયજ્ઞમાં આવ્યા હતા. યોગ ગુરુ બાબા રામદેવે આ દરમિયાન નિવેદન આપ્યુ છે. બાબા રામદેવે કહ્યું કે, જે રીતે પાકિસ્તાનમાં હાલત છે, તેનાથી સ્પષ્ટ જાહેર થાય છે કે, ટૂંક સમયમાં તેના ચાર ટુકડા થશે. પીઓકે, બલૂચિસ્તાન અને સિંધ પ્રાંત ભારતમાં સામેલ થશે. પાકિસ્તાન માત્ર નાનો એવો દેશ રહી ગયો છે. તેમણે કહ્યુ કે, ટૂંક સમયમાં આપણા અખંડ ભારતનું સપનું પુરુ થશે.
બાબા રામદેવે અહીં પદ્ વિભૂષણ ચિત્રકૂટના તુલસી પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્ય મહારાજની કથામાં પણ ભાગ લીધો. રામદેવે કથા સાંભળી. મીડિયા સાથે વાતચીત દરમિયાન બાબા રામદેવે કહ્યું કે, સ્વામી રામભદ્રાચાર્ય મહારાજની મનોકામના ટૂંક સમયમાં બાલાજી મહારાજ પૂર્ણ કરશે. આ દરમિયાન બાબા રામદેવે કહ્યું કે, ધર્માંતરણ એક વૈશ્વિક બિમારી બની ચુકી છે.
બાબા રામદેવ બોલ્યા અમારા માટે રાષ્ટ્ર ધર્મ સૌથી મોટો ધર્મ છે
રામદેવે કહ્યું કે, ભારતીય શાસ્ત્રોમાં જ્ઞાન ભરેલું છે. તેમાં 10 લાખથી વધારે શ્લોક છે. પણ અમુક મંદબુદ્ધિ લોકો રામચરિતમાનસ પર પણ આક્ષેપ લગાવાથી સુધરતા નથી. અમારા માટે રાષ્ટ્રધર્મ સૌથી મોટો ધર્મ છે. જો બાલાજીની કૃપા જોવાની છે, તો બંધ આંખોવાળા મહારાજ રામભદ્રાચાર્યને જોઈ લો. આ દરમિયાન તેમણે વિવિધ યોગ ક્રિયાઓનું પણ પ્રદર્શન કર્યું અને તમામને સ્વદેશી અપનાવવાનું આહ્વાન કર્યું.
મહાયજ્ઞ અખંડ ભારતની પરિકલ્પનાને સાકાર કરશે
કથાવાચક ચિત્રકૂટ તુલસી પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્યે કહ્યું કે, આ મહાયજ્ઞ અખંડ ભારતની પરિકલ્પનાને સાકાર કરશે. આ દરમિયાન તેમણે બાલાજીની કથાઓનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, વ્યક્તિએ હંમેશા કર્મ કરતા રહેવું જોઈએ, ક્યારેય ફળની ઈચ્છા ન કરવી જોઈએ. મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ સામેલ થયું. ઉલ્લેખનિય છે કે, પીઓકેને ભારતમાં સામેલ કરવાની કામનાને લઈને અહીં 1008 કુંડીય હનુમન મહાયજ્ઞ થઈ રહ્યું છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર