Home /News /national-international /ધો.8 પાસ ઢોંગી બાબા 32 યુવતીઓ સાથે અંગ્રેજીમાં ચેટ કરતો, પાંચ પત્નીઓ છતાં છઠ્ઠી પત્ની માટે કરતો હતો તૈયારી
ધો.8 પાસ ઢોંગી બાબા 32 યુવતીઓ સાથે અંગ્રેજીમાં ચેટ કરતો, પાંચ પત્નીઓ છતાં છઠ્ઠી પત્ની માટે કરતો હતો તૈયારી
ઢોંગી બાબાની તસવીર
23 યુવતીઓ સાથે ચેટિંગમાં બાબા ખુદ એક ટીચર બતાવતો હતો અને કોઈને હોટલનો માલિક. આઠમા ધોરણ સુધી ભણેલો અનુજ પોતાને બીએસપી પાસ બતાવીને અંગ્રેજીમાં ચેટ કરતો હતો. અુજને પોતાના નાના ભાઈની પત્નીને પણ છોડી ન્હોતી.
કાનપુરઃ ફિલ્મ કિસ કિસકો પ્યાર કરુંની (kis kis ko pyar karu) કહાની તમને યાદ હશે. ફિલ્મના નાયકે કોઈના કોઈ મજબૂરીથી ચાર લગ્ન (four marriage) કર્યા હતા. પરંતુ આ તો ફિલ્મની વાત થઈ પરંતુ કાનપુરમાં પોલીસે (kanpur police) એક એવા બાબાની (baba arrested) ધરપકડ કરી છે જેણે ફિલ્મની કહાનીથી (filmy story) પણ બે પગલાં આગળ નીકળી ગયો હતો. ચાંપ લગ્ન કર્યા બાદ પણ તે છઠ્ઠા લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો હતો. છેલ્લી ઘડીએ પોલીસે લગ્નવાળા બાબાને દબોચી લઈને જેલભેગો કર્યો હતો.
લગ્નવાળા બાબાનું અસલી નામ અનુજ ચેતન કઠેરિયા છે. જે મૂળરૂપથી શાહજહાંપુરનો રહેવાશી છે. પોલીસના ફેરમાં ફસેલા ઢોંગા બાબાએ પોતાનો ધર્મ સંતાડીને પહેલાથી જ ચાર લગ્ન કરી ચૂક્યો હતો. પાંચમાં લગ્ન તેણે શ્યામનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ચકેરીની રહેનારી એક મહિલા સાથે કર્યા હતા.
લગ્નના થોડા જ સમય પછી ઢોંગા બાબાએ પોતાની પાંચમી પત્નીને ત્રાસ આપવાનું શરું કર્યું હતું. ત્યાર બાદ ચકેરી અને કિદવઈ નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે અનજ બાબા કિદવઈ નગર પોલીસ સ્ટેશનના હથે ચડી ગયો હતો.
પોલીસે જ્યારે બાબાની કુંડળી કાઢવાની શરુ કરી તે જાણવા મળ્યું કે અનુજે શાહજહાંપુરના નિગોહી પોલીસ સ્ટેશનના કામાખ્યા બંજારે બાબા કલ્યાણ સેવા ટ્રસ્ટના નામથી તંત્ર મંત્રનો અડ્ડો બનાવી રાખ્યો હતો. ત્યા પોતાની પરેશાની લઈને જનારી યુવતીઓને બાબા પોતાના જાળમાં ફસાવતો હતો.
બાબા અનુજ કઠેરિયાએ શાદી ડોટ કોમમાં લકી પાંડેના નામથી પોતાની પ્રોફાઈલ બનાવી રાખી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આશરે 32 યુવતીઓ સાથે અનુજ ચેટિંગ કરી રહ્યો હતો. જેનો રેકોર્ડ પણ પોલીસને મળ્યો હતો.
યુવતીઓ સાથે ચેટિંગમાં બાબા ખુદ એક ટીચર બતાવતો હતો અને કોઈને હોટલનો માલિક. આઠમા ધોરણ સુધી ભણેલો અનુજ પોતાને બીએસપી પાસ બતાવીને અંગ્રેજીમાં ચેટ કરતો હતો. અુજને પોતાના નાના ભાઈની પત્નીને પણ છોડી ન્હોતી.
" isDesktop="true" id="1106359" >
નાનાભાઈની પત્નીએ શાહજહાંપુરમાં નિગોહી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018માં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં પોલીસે બાબાની ધરપકડ કરી હતી. જેમાં પોલીસ તપાસ ચાલી રહી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર