બાબા કા ઢાબાના ‘અચ્છે દિન’ લાવનારા યૂટ્યૂબરની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, ડોનેશનમાં ગોટાળાનો આરોપ

બાબા કા ઢાબાના ‘અચ્છે દિન’ લાવનારા યૂટ્યૂબરની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, ડોનેશનમાં ગોટાળાનો આરોપ
બાબા કા ઢાબાને લાઇમલાઇટમાં લાવનારા યૂટ્યૂબરની વિરુદ્ધ નાણાની હેરાફેરીનો આરોપ લગાવીને કાંતા પ્રસાદે ફરિયાદ નોંધાવી

બાબા કા ઢાબાને લાઇમલાઇટમાં લાવનારા યૂટ્યૂબરની વિરુદ્ધ નાણાની હેરાફેરીનો આરોપ લગાવીને કાંતા પ્રસાદે ફરિયાદ નોંધાવી

 • Share this:
  નવી દિલ્હીઃ દક્ષિણ દિલ્હીના માલવીય નગર સ્થિત ‘બાબા કા ઢાબા’ (Baba Ka Dhaba) સોશિયલ મીડિયા પર થોડા દિવસો પહેલા ખૂબ વાયરલ થયો હતો. લોકો આ ઢાબાને ચલાવનારા 80 વર્ષીય કાંતા પ્રસાદની મુફલિસીની કહાણી સાંભળીને તેમના ઢાબા પર ખાવા આવી રહ્યા હતા ઉપરાંત ડોનેશનથી મદદ પણ કરી રહ્યા હતા. હવે આ ઢાબાને ચલાવનારા કાંતા પ્રસાદે સોશિયલ મીડિયા (Social Media) પર બાબાના ઢાબાને લાઇમલાઇટમાં લાવનારા યૂટ્યૂબરની વિરુદ્ધ નાણાની હેરાફેરીનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.

  યૂટ્યૂબર ગૌરવ વસાને 7 ઓક્ટોબરે ‘બાબા કા ઢાબા’નો એક વીડિયો પોતાની યૂટ્યૂબ ચેનલ અને ફેસબુક પર અપલોડ કર્યો હતો અને લોકોને વૃદ્ધ દંપતીને મદદની અપીલ કરી હતી. આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો અને લોકો દૂર-દૂરથી અહીં ખાવા માટે આવવા લાગ્યા. તેનાથી વૃદ્ધ દંપતીનો બિઝનેસ દોડી પડ્યો, જે કોરોના વાયરસ લૉકડાઉનના કારણે ઠપ થઈ ગયો હતો. લોકોએ ઢાબાને ચલાવનારા કાંતા પ્રસાદની મદદ માટે નાણા પણ ડોનેટ કર્યા હતા.  શું છે ફરિયાદ?

  પ્રાપ્ત જાણકારી મુજબ, કાંતા પ્રસાદે રવિવારે યૂટ્યૂબર ગૌરવ વસાનની વિરુદ્ધ માલવીય નગર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો છે. જેમાં’ ડોનેશનના નાણાનો ખોટો ઉપયોગ અને હેરાફેરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોતાની ફરિયાદમાં કાંતા પ્રસાદે કહ્યું કે, વીડિયો વાયરલ થયા બાદથી અત્યાર સુધી માત્ર 2 લાખ રૂપિયાના ચેક મળ્યા છે. હવે ઢાબા પર વધુ ગ્રાહક પણ નથી આવી રહ્યા. મોટાભાગના લોકો અહીં સેલ્ફી ખેંચાવવા માટે આવે છે. પહેલા એક દિવસમાં 10 હજાર રૂપિયાની કમાણી થઇ જતી હતી. હવે માંડમાંડ 3થી 5 હજારનો ધંધો થઈ રહ્યો છે. વેચાણ ફરીથી ઓછું થઈ ગયું છે.

  આ પણ વાંચો, BSNLનો જોરદાર પ્લાન! 425 દિવસ માટે મળશે 1275 GB ઇન્ટરનેટ ડેટા, કોલિંગ અને અનેક સેવાઓ ફ્રી

  કાંતા પ્રસાદે પોતાની ફરિયાદમાં દાવો કર્યો કે, ગૌરવ વાસન તેમની બેન્ક ડિટેલ શૅર કરીને ડોનેશન લઈ રહ્યા છે અને તેની હેરાફેરી કરી રહ્યા છે. બીજી તરફ ગૌરવ વાસને આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ ડોનેશનના તમામ નાણા કાંતા પ્રસાદના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ચૂક્યા છે.

  યૂટ્યૂબરે કહ્યું- તમામ રકમ બાબાને ટ્રાન્સફર કરી

  ગૌરવ વાસનના જણાવ્યા મુજબ, જ્યારે મેં બાબા કા ઢાબાનો વીડિયો શૂટ કર્યો, મને ખબર નહોતી કે તે આટલો વાયરલ થઈ જશે. હું નથી ઈચ્છતો કે લોકો બાબા કાંતા પ્રસાદને પરેશાન કરે. જેથી ડોનેશન માટે મેં મારી બેંક ડિટેલ આપી દીધી. વસાને ત્રણ ટ્રાન્ઝેક્શનની રસીદ પણ શૅર કરી. આ ત્રણેય 27 ઓક્ટોબરની હતી. તેમાં બે ચેક 1 લાખ રૂપિયા અને 2 લાખ 33 હજાર રૂપિયાના હતા, જ્યારે ત્રીજું પેમેન્ટ 45 હજાર રૂપિયાનું હતું.

  વસાને જણાવ્યું કે, સમગ્ર રકમ બાબાના એકાઉન્ટમાં ત્રણ દિવસમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. જ્યારે પોલીસે બીજા ટ્રાન્જેક્શન વિેશે પૂછ્યું તો બાબાએ જણાવ્યું કે તે મેસેજ ચેક નથી કરી શક્યા, કારણ કે તેઓ પોતાનો ફોન લઈને નહોતા આવ્યા.

  આ પણ વાંચો, આ સુંદર ગામમાં વસવા માટે મળી રહ્યા છે 38.60 લાખ રૂપિયા, 1500 લોકો કરી ચૂક્યા છે અરજી

  પોલીસનું શું કહેવું છે?

  ડીસીપી સાઉથ અતુલ કુમાર ઠાકુરે કહ્યું ક , અમને બાબા કાંતા પ્રસાદની ફરિયાદ મળી છે. મામલાની તપાસ શરૂ કરી દીધી છે. હાલ કોઈ એફઆઈઆર નોંધવામાં નથી આવી.
  Published by:Mrunal Bhojak
  First published:November 02, 2020, 07:57 am

  ટૉપ ન્યૂઝ