ગયા વર્ષે બાબા કા ઢાબા (Baba Ka Dhaba)ને રાતોરાત સફળતા મળી હતી. બાબા કા ઢાબાને 6 મહિના સુધી પ્રસિદ્ધિ મળ્યા બાદ હવે તેમની પહેલા જેવી સ્થિતિ થઈ ગઈ છે. દક્ષિણ દિલ્હી (South Delhi)ના માલવીય નગરમાં આવેલ બાબા કા ઢાબામાં આ વૃદ્ધ દંપતી ફરીથી ગ્રાહકોની રાહ જોઈ રહ્યું છે. ગયા વર્ષે એક યુટ્યુબરે કાંતા પ્રસાદ અને તેમની પત્ની બદામીદેવીનો એક વિડીયો શેર કર્યો હતો, જેમાં આ વૃદ્ધ દંપતી તેમનું જીવન પસાર કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા હતા. વિડીયો વાયરલ 9Viral Video) થતા બાબા કા ઢાબાને રાતોરાત સફળતા મળી ગઈ હતી, તે બાદ સેંકડો લોકોએ જમવા માટે સેલ્ફી ક્લિક કરવા અને દાન કરવા માટે લાઈન લગાવી હતી.
ફૂડ ડિલીવરી સર્વિસ પ્રોવાઈડર ઝોમેટો (Zomato)એ પણ તેની વેબસાઈટ પર આ રેસ્ટોરન્ટને લિસ્ટ કર્યું છે. કાંતા પ્રસાદે એક નવું રેસ્ટોરન્ટ ખોલ્યું હતું અને તે તેના દેવા ચૂકવવા તથા તેના અને તેના પરિવાર માટે સ્માર્ટફોન ખરીદવા માટે સક્ષમ હતા. આ રેસ્ટોરન્ટને સફળતા ન મળતા તેને ફેબ્રુઆરીમાં બંધ કરવું પડ્યું હતું અને હવે ફરીથી આ વૃદ્ધ દંપતી તેમના જૂના સ્ટોલ પર કામ કરવા લાગ્યા છે. લોકડાઉનને કારણે ગ્રાહકો નથી આવી રહ્યા. કાંતા પ્રસાદે હિંદુસ્તાન ટાઈમ્સને જણાવ્યું કે, “લોકડાઉનના કારણે ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે. દૈનિક જે રૂ. 3,500નું વેચાણ થતું હતું ઘટીને હવે માત્ર રૂ. 1000નું વેચાણ થાય છે. અમારા આઠ લોકોના પરિવાર માટે આ ખૂબ જ ઓછી આવક છે.”
ગયા વર્ષની સફળતા બાદ કાંતા પ્રસાદે રેસ્ટોરન્ટ ખોલવા માટે રૂ. 5 લાખનું રોકાણ કર્યું હતું અને ત્રણ કર્મચારીઓને કામ પર રાખ્યા હતા. જોકે, નાની સફળતા બાદ ગ્રાહકોની સંખ્યા ઓછી થઈ ગઈ અને રેસ્ટોરન્ટ બંધ કરવું પડ્યું. તેમણે હિંદુસ્તાન ટાઈમ્સને વધુમાં જણાવ્યું કે, “રેસ્ટોરન્ટમાં માસિક વેચાણ એવરેજ રૂ. 40,000થી વધુ થતું ન હતું. મારે ખૂબ જ નુકસાન ભોગવવું પડ્યું. મને લાગે છે કે મને નવું રેસ્ટોરન્ટ ખોલવાની ખોટી સલાહ આપવામાં આવી હતી. રેસ્ટોરન્ટ બંધ કર્યા બાદ કુલ 5 લાખના રોકાણમાંથી ખુરશી, વાસણ અને કુકિંગ મશીન વેચીને માત્ર રૂ. 36,000 વસૂલ કરી શકાયા છે.”
આ પણ વાંચો, OMG: પુરાતત્ત્વવિદોને નોર્વેના ગ્લેશિયલમાં મળ્યું 500 વર્ષ જૂનું સંપૂર્ણ સંરક્ષિત મીણબત્તીનું બોક્સ યુટ્યુબર ગૌરવ વાસને (Gaurav Vasan) વિડીયો શેર કરીને આ વૃદ્ધ દંપતીના ફૂડ સ્ટોલની સ્થિતિ લોકો સમક્ષ રજૂ કરી હતી. કાંતા પ્રસાદે યુટ્યુબર અને તેના સહયોગીઓ સામે દાનમાં મળેલ પૈસાનો દુરુપયોગ કરવા માટે છેતરપિંડીની ફરિયાદ કરી હતી. કાંતા પ્રસાદે આરોપ મુક્યો હતો કે વાસને જાણીજોઈને તેનો ખુદનો અને તેના પરિવારની બેન્ક ડિટેઈલ્સ, મોબાઈલ નંબર ડોનર સાથે શેર કરી. અલગ અલગ રીતે બેન્ક ખાતા અને વોલેટમાં દાનની મોટી રકમ ભેગી કરી છે.
ત્યાર બાદ વાસને છેતરપિંડીના આરોપોને નકાર્યા હતા અને કાંતા પ્રસાદના ખાતામાં ટ્રાન્ઝેક્શન કર્યું છે તેવું બેન્ક સ્ટેટમેન્ટ પણ રજૂ કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર