Home /News /national-international /72 કલાક પછી સમાધીમાંથી બહાર આવ્યા બાબા, કહ્યું- માતાજીનો સાક્ષાત્કાર થયો; જુઓ વીડિયો

72 કલાક પછી સમાધીમાંથી બહાર આવ્યા બાબા, કહ્યું- માતાજીનો સાક્ષાત્કાર થયો; જુઓ વીડિયો

પુરષોતમ્માનંદ મહારાજ, ભોપાલ

ભોપાલમાં ત્રણ દિવસથી ભૂ-સમાધિમાં લીન થયેલા સ્વામી પુરષોત્તમાનંદ મહારાજ સોમવારે સવારે બહાર આવ્યા છે. 72 કલાક પછી સમાધીમાંથી બહાર આવ્યા તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમની જય બોલાવી અને ફૂલ વરસાવ્યા. ઉલ્લેખનીય છે કે બાબાની આ સમાધિ વિવાદોમાં આવી ગઈ હતી. પોલીસે તેમને સમાધિ માટે પરવાનગી આપી નહોતી. તેમ છતાં બાબાએ સમાધી લીધી હતી.

વધુ જુઓ ...
    ભોપાલઃ ભોપાલમાં ત્રણ દિવસથી ભૂ-સમાધિમાં લીન થયેલા સ્વામી પુરષોત્તમાનંદ મહારાજ સોમવારે સવારે બહાર આવ્યા છે. 72 કલાક પછી સમાધીમાંથી બહાર આવ્યા તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમની જય બોલાવી અને ફૂલ વરસાવ્યા. ઉલ્લેખનીય છે કે બાબાની આ સમાધિ વિવાદોમાં આવી ગઈ હતી. પોલીસે તેમને સમાધિ માટે પરવાનગી આપી નહોતી. તેમ છતાં બાબાએ સમાધી લીધી હતી. ટીટી નગર સીએસપીએ કહ્યું હતું કે અમે નિયમ મુજબ કાર્યવાહી કરીશું.

    શિષ્યોનું કહેવું છે કે બાબાએ અગાઉ પણ વિવિધ ઉપાસના કરી છે

    ભોપાલના માતા મંદિરની પાસે આવેલા ભદ્રકાળી વિજયાસન દરબારમાં શુક્રવારે સવારે 10 વાગ્યે સાત ફુટ ઉડ્ડા ખાડામાં સાધનામાં લીન થયેલા બાબા પુરષોતમાનંદ મહારાજ સોમવારે સવારે 10 વાગ્યે બહાર આવ્યા હતા. તેમણે ભકતોને તેઓ જેવા સમાધિમાંથી બહાર નીકળ્યાં કે તરત કહ્યું કે મારું તપ પુરુ થયું. બાબાની સેવિકાએ મીડિયાને જણાવ્યું કે બાબાજી લોક કલ્યાણની કામના સાથે સમાધિ લીધી હતી. બાબાના શિષ્યોનો દાવો છે કે મહારાજ આ પહેલા મહેશ્વરમાં પણ 24 કલાકની જળ સમાધિ લઈ ચુક્યા છે. આ સિવાય અગ્નિ સ્નાન પણ કરી ચુક્યા છે. આ વખતે તેમણે 72 કલાકની સામાધિ લીધી હતી.



    બાબાએ કહ્યું- માં દુર્ગાનો સાક્ષાત્કાર થયો, સ્વર્ગના પણ દર્શન કર્યા

    બાબાએ સમાધિમાંથી બહાર આવ્યા પછી કહ્યું કે મારું શરીર તપસ્યામાં લીન હતું અને મારી આત્મા ભગવાનની પાસે હતી. માતા મને એક રથ પર લઈને સ્વર્ગના દર્શન કરાવવા લઈ ગઈ. માતાએ મને શિવલોક, વિષ્ણુલોક અને બ્રહ્મલોકના પણ દર્શન કરાવ્યા.

    આ પણ વાંચો: મૃત્યુના 26 વર્ષ પછી પણ સાચી પડી રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણી, 2022ની આ વાત પણ પડી સાચી!

    7 ફુટ ઉડ્ડો ખાડો ખોદ્યો હતો

    શુક્રવારે બાબાની સમાધિ માટે મંદિર પરિસરમાં સાત ફુટ ઉંડ્ડો ખાડો ખોદવામાં આવ્યો હતો, ચાર ફુંટ પહોંળો અને છ ફુટ લાંબો ખાડો ખોદવામાં આવ્યો હતો. બાબાએ સમાધિ લેતા પહેલા ખાડાની અંદર ગાદલું પાથર્યું અને થોડીવાર પૂજા અર્ચના કરતા તે સમાધિમાં લીન થઈ ગયા હતા. ભક્તોએ ખાડાની ઉપર લાકડાના પાટીયા લગાવીને ખાડો બંધ કરી દીધો હતો. બાબા આ જગ્યા પરથી 72 કલાક પછી સોમવારે સવારે 10 વાગ્યે બહાર આવ્યા.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Baba, Baba baidyanath, Computer Baba

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन