Home /News /national-international /આવું દેખાય છે ભારતમાં બીજી લહેર માટે જવાબદાર કોરોનાનું નવું રૂપ, વૈજ્ઞાનિકોએ જાહેર કરી તસવીર

આવું દેખાય છે ભારતમાં બીજી લહેર માટે જવાબદાર કોરોનાનું નવું રૂપ, વૈજ્ઞાનિકોએ જાહેર કરી તસવીર

B.1.1.7 કોરોના મ્યૂટેશનની તસવીર (https://twitter.com/UB)

ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર કોરોના વેરિયન્ટ B.1.1.7ની પહેલી તસવીર સામે આવી છે

ઓટાવા. ભારતમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave in India) માટે જવાબદાર કોરોના વેરિયન્ટ B.1.1.7ની પહેલી તસવીર સામે આવી છે. તેમાં એ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે કોરોના શરીરની કોશિકાઓ સાથે ચોંટે છે. આ સ્ટ્રેનના કારણે જ અનેક દેશોમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર આવી છે. કેનેડા (Canada)ના રિસર્ચર્સએ આ વેરિયન્ટની પહેલી મોલિક્યુલર ઇમેજ જાહેર કરી છે. ગયા વર્ષે ડિસેમ્બરના મધ્યમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ B.1.1.7 વેરિયન્ટ વિશે જાણકારી આપી હતી. તેમાં અસામાન્ય રીતે મોટી સંખ્યામાં મ્યૂટેશન છે.

બી.સી. વિશ્વવિદ્યાલયે કહ્યું કે, રિસર્ચર્સ SARS-CoV-2 સ્પાઇક પ્રોટીનના એક હિસ્સા પર મળેલા મ્યૂટેશનના સ્ટ્રક્ચરલ ઇમેજને પ્રકાશિત કરનારી ટીમ છે. સ્પાઇક પ્રોટીન વાયરસનો હિસ્સો છે જે સંક્રમણ માટે જવાબદાર છે. જ્યારે મ્યૂટેશન એ ફેરફાર છે જેના કારણે વાયરસ ઝડપથી ફેલાયો.

આ પણ વાંચો, ફરીથી ન કરાવો RT-PCR ટેસ્ટ, જાણો કોરોના તપાસ પર ICMRની નવી એડવાઇઝરી

બ્રિટિશ કોલંબિયા વિદ્યવિદ્યાલય (UBC)એ એક નિવેદનમાં કહ્યું છે કે, B.1.1.7 વેરિયન્ટની આ તસવીરથી જાણી શકાય છે કે, તે આટલો સંક્રામક કેમ છે. કેમ તેના કારે ભારત, બ્રિટનમાં હાહાકાર મચી ગયો છે અને હવે કેનેડામાં પણ મુશ્કેલીઓ વધી રહી છે. UBCએ કહ્યું કે, આ તસવીરો નિયર એટોમિક રેઝોલ્યૂશન વાળી છે. એટલે કે તસવીરના રેઝોલ્યૂશનમાં વાયરસના કણ પણ છે.

આ પણ વાંચો, કોરોનાથી સાજા થયા બાદ ભૂલ્યા વગર કરાવો આ ટેસ્ટ, બેદરકારીથી વધી શકે છે મુશ્કેલીઓ

UBCના મેડિસિન ડિપાર્ટમેન્ટમાં બાયોકેમેસ્ટ્રી અને મોલિક્યૂલર બાયોલોજી વિભાગમાં પ્રોફેસર શ્રીરામ સુબ્રમણ્યમની આગેવાનીમાં એક ટીમે કહ્યું કે તસવીરોમાં એ જોઈ શકાય છે કે તે માનવ શરીરની કોશિકાઓમાં ખૂબ સરળતાથી પ્રવેશ કરી જાય છે.

હાલમાં પીએલઓએસ બાયોલોજીમાં પ્રકાશિત ટીમના એનાલિસસથી જાણવા મળ્યું છે કે હાલની વેક્સીન્સના માધ્યમથી વાયરસના મ્યૂટેશનને ખતમ કરી શકાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમને જે તસવીરો મળી છે તેમાં N501Y મ્યૂટેશની પહેલી સ્ટ્રક્ચરલ ઝલક જોવા મળે છે. તેનાથી એ જાણી શકાય છે કે મ્યૂટેશનના પરિણામ સ્વરૂપ થનારા ફેરફાર સ્થાનિક છે. હકીકતમાં N501Y મ્યૂટેશન B.1.1.7 વેરિયન્ટમાં એકમાત્ર મ્યૂટેશન છે જે સ્પાઇક પ્રોટીનના હિસ્સા પર છે.
First published:

Tags: Canada, Corona Second Wave, Coronavirus in India, COVID-19, Pandemic, UK, ભારત