સૌરભ ગૃહસ્થી, જયપુરઃ રાજસ્થાન (Rajasthan)ના પાઠનગર જયપુર (Jaipur)માં ગાંજાનું ઓનલાઇન વેચાણ (online sales)નો મામલો સામે આવ્યો છે. જયપુર પોલીસનો દાવો છે કે મામલામાં બી.કોમ. ફાઇનલ યરના એક સ્ટુડન્ટની ધરપકડ કરવામાં આવી છે. ઓનલાઇન સેલિંગ સાઇટ અમેઝોન પર પોતાની એક વેબસાઇટ બનાવીને આરોપી ગાંજાની હોમ ડિલીવરો કરાવતો હતો. આરોપી નાના-નાના પેકટ બનાવીને ગાંજો સપ્લાય કરતો હતો. ગાંજાની હોમ ડિલીવરી કરતાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ મામલામાં તપાસ કરી રહી છે. તેમાં વધુ પણ લોકો સામેલ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ જયપુર પોલીસે કાર્યવાહી કરતાં આરોપી અભિષેક ઉર્ફે બબ્બૂ પાસેથી 32 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી અભિષેક BCom ફાઇનલ યરનો સ્ટુડન્ટ છે જે જયુપરની એક જાણીતી કોલેજમાં અભ્યાસ કરે છે. આરોપી અભિષેકે પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે તેણે અમેઝોન પર વીડના નામથી ઓનલાઇન વેબસાઇટ બનાવી છે. જેના માધ્યમથી ઓનલાઇન ગાંજાના ઓર્ડર લઈને હોમ ડિલીવરીનુ સુવિધા આપે છે. અભ્યાસ કરતાં-કરતાં વધુ પૈસા કમાવવા માટે આરોપીએ આ રસ્તો અપનાવ્યો છે.
આ પણ વાંચો, શિવ તાંડવ સ્ત્રોતમનો Viral Video ભોજપુરના શિવ મંદિરમાં થયો શૂટ...આ છે તેની કહાણી
આવી રીતે કરતો હતો સપ્લાય
આરોપી સાથેની પૂછપરછમાં ખુલાસો થયો કે તે રાજસમંદથી ગાંજાની ડિલીવરી ટેક્સીમાં લઈને જયપુર આવ્યો અને જયપુરમાં ગાંજાના ઓનલાઇન ઓર્ડર મેળવીને હોમ ડિલીવરી કરે છે.
આ પણ વાંચો, કોરોના કાળમાં પણ સોનાનો ક્રેઝ! 3.5 લાખ રૂપિયાનું માસ્ક પહેરી ગોલ્ડનમેન છવાઈ ગયા
આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે કોલ સેન્ટરમાં કામ કરનારા યુવા વર્ગ પોતાનો તણાવ અછો કરવા માટે ગાંજાનો ઉપયોગ કરતા હોય છે. પોલીસને મળેલી જાણકારી મુજબ, ગાંજાના નાના-નાના પેકેટ બનાવીને પ્રતિ 10 ગ્રામ 300 રૂપિયાના હિસાબથી ગાંજો વેચવાનું કામ કરી રહ્યો હતો.
Published by:Mrunal Bhojak
First published:July 19, 2020, 07:32 am