દેશમાં 92 ટકા મહિલાઓનો પગાર 10 હજારથી પણ ઓછો: રિપોર્ટ

સ્ટેટ ઓફ વર્કિંગ ઈન્ડીયા 2018ના રિપોર્ટ અનુસાર, ચિંતાની વાત એ છે કે, વિનિર્માણ ક્ષેત્રમાં પણ 90 ટકા ઉદ્યોગ મજદૂરોને ન્યૂનત્તમ વેતન કરતા નીચી મજદૂરી આપવામાં આવે છે

સ્ટેટ ઓફ વર્કિંગ ઈન્ડીયા 2018ના રિપોર્ટ અનુસાર, ચિંતાની વાત એ છે કે, વિનિર્માણ ક્ષેત્રમાં પણ 90 ટકા ઉદ્યોગ મજદૂરોને ન્યૂનત્તમ વેતન કરતા નીચી મજદૂરી આપવામાં આવે છે

 • Share this:
  દેશમાં એક બાજુ જ્યાં મહિલા સશક્તિકરણનું મોટો ઢંઢેરો પીટવામાં આવે છે, ત્યારે એક વિશ્વવિદ્યાલયના હાલના રિપોર્ટ અનુસાર, દેશમાં કામકાજ કરતી 92 ટકા મહિલાઓનો મહિનાનો પગાર 10000થી પણ ઓછો છે. આ મામલામાં પુરૂષોની સ્થિતિ થોડી સારી છે. પરંતુ મહત્વની વાત એ છે કે, 82 ટકા પુરૂષોનો પગાર પણ 10000થી ઓછો છે.

  અજીમ પ્રેમજી વિશ્વવિદ્યાલય સતત રોજગાર કેન્દ્રએ શ્રમ બ્યૂરોના પાંચમા વાર્ષીક રોજગાર-બેરોજગારી સર્વેક્ષણના આધાર પર સ્ટેટ બેન્ક ઓફ વર્કિંગ ઈન્ડીયા, 2018નો એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં તેમણે દેશમાં કામકાજ કરતા પુરૂષ અને મહિલાઓના આંકડા તૈયાર કર્યા છે.

  રિપોર્ટ અનુસાર, 2015માં રાષ્ટ્રીય સ્તર પર 67 ટકા પરિવારની મહિનાની આવક 10000 રૂપિયા હતી, જ્યારે સાતમા કેન્દ્રીય વેતન આયોગ(સીપીસી) દ્વારા મીનિમમ વેતન 18000 રૂપિયા પ્રતિ મહિના છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, ભારતમાં એક મોટા તબક્કે મજદૂરીના રૂપે વ્યવસ્થિત ચૂકવણી નથી મળી રહી.

  સ્ટેટ ઓફ વર્કિંગ ઈન્ડીયા 2018ના રિપોર્ટ અનુસાર, ચિંતાની વાત એ છે કે, વિનિર્માણ ક્ષેત્રમાં પણ 90 ટકા ઉદ્યોગ મજદૂરોને ન્યૂનત્તમ વેતન કરતા નીચી મજદૂરી આપવામાં આવે છે. અસંગઠિત ક્ષેત્રની હાલત તો આના કરતા પણ વધારે ખરાબ છે. અભ્યાસ અનુસાર, ત્રણ દશકામાં સંગઠિત ક્ષેત્રની ઉત્પાદક કંપનીઓમાં શ્રમિકોની ઉત્પાદક 6 ટકા વધી છે, જ્યારે તેમના વેતનમાં માત્ર 1.5 ટકા વૃદ્ધિ થઈ છે.

  શું તમે માનો છો કે શિક્ષિત યુવાઓ માટે વર્તમાન પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ ચુકી છે, જેના પર સહાયક પ્રોફેસર અમિત બસોલે કહ્યું કે, આજની સ્થિતિ નિશ્ચિત રૂપે ઘણી ખરાબ છે, ખાસકરીને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં. આપણે તે કોલેજોમાંથી બહાર આવતી મોટી સંખ્યામાં શિક્ષિત યુવાનોનો સારો ઉપયોગ કરવાની આવશ્યકતા છે.
  Published by:kiran mehta
  First published: