Home /News /national-international /ત્રણ ફુટની લાડી અને અઢી ફુટનો વર: યૂપીમાં થયા અનોખા લગ્ન, ઠીંગણા વર-વધુના લગ્ન જોવા આખું ગામ ઉમટી પડ્યું

ત્રણ ફુટની લાડી અને અઢી ફુટનો વર: યૂપીમાં થયા અનોખા લગ્ન, ઠીંગણા વર-વધુના લગ્ન જોવા આખું ગામ ઉમટી પડ્યું

હાપુડમાં થયા અનોખા લગ્ન (ANI)

ઉત્તર પ્રદેશના સામલીના રહેવાસી અઢી ફુટના અઝીમ અંસારીનું વરરાજો બનવાનું સપનું પુરુ થઈ ગયું છે. બુધવારે હાપુડની રહેવાસી 3 ફુટની બુશરા સાથે ધૂમધામથી નિકાહ થયા.

  હાપુડ: ઉત્તર પ્રદેશના સામલીના રહેવાસી અઢી ફુટના અઝીમ અંસારીનું વરરાજો બનવાનું સપનું પુરુ થઈ ગયું છે. બુધવારે હાપુડની રહેવાસી 3 ફુટની બુશરા સાથે ધૂમધામથી નિકાહ થયા. આ ખાસ અવસર પર નજીકના સંબંધીઓ અને આજૂબાજૂના લોકો અઝઈમની જાનમાં નાચ્યા હતા. વરરાજાના ગેટઅપમાં અઝીમને જોવા માટે ભારે ભીડ એકઠી થઈ હતી.

  અઝીમ લાંબા સમયથી પોતાના લગ્નને લઈને પરેશાન હતો. તેના માટે તેણે પીએમ મોદી, યોગી આદિત્યનાથ, બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને આ વિસ્તારના પોલીસ અધિકારીઓને પણ તેના માટે કન્યા શોધી આપવા માટે ભલામણ કરી ચુક્યો હતો. આ ઘટનાનો વીડિયો રાતોરાત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તે ફેમસ થઈ ગયો હતો. તથા તેના માટે દેશભરમાં કન્યા માટે વાતો આવવા લાગી હતી.

  આ પણ વાંચો: ફુટબોલર દીકરીના નામે સરકાર રસ્તો બનાવે છે, માતા-પિતા ત્યાં જ કરે છે મજુરીકામ

  બુધવારે જ્યારે અઝીમ જાન લઈને ઘરેથી નિકળ્યો તો તેના પિતાએ તેને ઉંચકી લીધો હતો. પરિવાર અને આજૂબાજૂના લોકોને કહ્યું કે, આજે હું મારી બેગમને લેવા જઈ રહ્યો છું. અલ્લાહે મારી વાત સાંભળી લીધી. શેરવાની પહેરીને નાચતા નાચતા અઝીમ કારમાં બેઠો. નિકાહની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી.

  અઝીમે ક્રીમ કલરની શેરવાની અને સાફો પહેર્યો હતો. તો વળી બુશરા લાલ રંગના લહેંગામાં જોવા મળી હતી. બંને લગ્નને લઈને ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. બેન્ડ વાજા સાથે ધૂમધામ સાથે અઝીમની જાન નિકળી અને સંબંધીઓએ મન મુકીને ડાંસ કર્યો. અઝીમે કારમાં બેસતા જ પોતાની ખુશી જાહેર કરી હતી.

  29 વર્ષના અઝીમની જાન જેવી હાપુડથી બુશરાના ઘરે પહોંચી, વરને જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોએ અજીમ મંસૂરી અને બુશરાને શુભકામનાઓ આપી હતી. આ દરમિયાન કેટલાય લોકોએ તો એવું પણ કહ્યું કે, અલ્લાહે શું શાનદાર જોડી બનાવી છે. બંનેના સુખી લગ્નજીવનની કામના કરીએ છીએ. નિકાહમાં હાજર લોકોએ બંને સાથે સેલ્ફી લેવા માટે પડાપડી થઈ હતી.  અઝીમના પિતા હાઝી નસીમ મંસુરી પણ દિકરાના નિકાહ પર અત્યંત ખુશ હતા. તેમણે કહ્યુ કે મારો દિકરો વર બન્યો છે, તે લગ્ન માટે ખૂબ પરેશાન હતો. તેની ઈચ્છા પુરી થઈ ગઈ છે. અમે લાંબા સમયથી ઈચ્છતા હતા કે દિકરાના ફટાફટ લગ્ન થઈ જાય. 20 જાનૈયા સાથે હાપુડથી તેઓ જાન લઈને ગયા હતા.

  બુશરા હાપુડના મોહલ્લા મઝીદપુરાની રહેવાસી છે. તેણે બીકોમ કરેલું છે.તો વળી અઝીમને શામલીમાં કૈરાના તાલુકામાં કપડાનો બિઝનેસ છે. આ સંબંધ અઝીમના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ નક્કી થયો છે. હાપુડના રહેવાસી હાઝી અય્યૂબે આ લગ્ન કરાવ્યા છે.  હાઝી અય્યૂબે જણાવ્યું છે કે, તેમણે બુશરાને આ વિસ્તારમાં આવતા જતાં જોઈ હતી. અઝીમ મંસૂરીનો વીડિયો વાયરલ થયો તો, તેમના મનમાં તેમના નિકાહ કરવાનો વિચાર આવ્યો. નિકાહની વાત બુશરાના પરિવારને કરી તો બંનેના પરિવારવાળા રાજી થઈ ગયા. બાદમાં બુશરાને પરિવારને પણ અઝીમને જોયો તો હા કરી દીધી. બંને પરિવારે મળીને સગાઈ કરી લીધી હતી.

  હાપુડમાં નમાઝે જૈૌહર અઝીમના નિકાહ થયા. મૌલાના આબિદે એક વકીલ અને બે સાક્ષીની હાજરીમાં 5100 રૂપિયાના મેહર સાથે અઝીમના નિકાહ કરાવ્યા હતા. જેવું દુલ્હન બુશરાએ કુબુલ હે, કુબુલ હે કહ્યુ કે, લોકો ખુશ થયા અને નાચવા લાગ્યા હતા. મિઠાઈ અને શુભકામનાઓનો વરસાદ વરસ્યો. નિકાહનો આ કાર્યક્રમ સાદગીથી રાખવામાં આવ્યો હતો. બંને પરિવાર માટે આ દિવસ અત્યંત ખાસ હતો.
  Published by:Pravin Makwana
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन