Home /News /national-international /લવ સ્ટોરી: પહેલી નજરમાં જ કિન્નરને જોઈને ઓળઘોળ થયો યુવક, બે વર્ષ લિવ-ઈનમાં રહ્યા બાદ લગ્ન કરી લીધા

લવ સ્ટોરી: પહેલી નજરમાં જ કિન્નરને જોઈને ઓળઘોળ થયો યુવક, બે વર્ષ લિવ-ઈનમાં રહ્યા બાદ લગ્ન કરી લીધા

Love And Marriage With Transgender

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના રહેવાસી મુસ્કાન કિન્નર બે વર્ષ પહેલા મઉથી બ્રાસ બેન્ડ પાર્ટીમાં નાંચવા માટે આવી હતી. અહીં મુસ્કાનની મુલાકાત મઉના મોહમ્મદાબાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ટેકઈ ગામ નિવાસી વીરુ રાજભર સાથે થઈ. પહેલી મુલાકાતમાં પણ વીરુ અને મુસ્કાન એકબીજાને દિલ દઈ બેઠા હતા.

વધુ જુઓ ...
આઝમગઢ: જ્યાં સુધી પ્રેમની વાત છે, તો પ્રેમી પ્રેમિકા કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જતાં હોય છે. કંઈક આવો જ પ્રેમનો મામલો આઝમગઢથી સામે આવ્યો છે. જ્યાં એક 24 વર્ષના યુવકને કિન્નર સાથે પ્રેમ થઈ ગયો હતો. બે વર્ષ સુધી ચાલેલા આ લફરા બાદ શુક્રવારે બંનેએ લગ્ન (Marriage With Transgender) કરી લીધા હતા. આ લગ્ન હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે.

આ પણ વાંચો: અમદાવાદઃ પ્રેમ લગ્નના દસ જ દિવસમાં યુવતીને સૌતન હોવાની થઇ જાણ, પતિને પકડ્યો રંગેહાથ

હિન્દુ રીતિ રિવાજ સાથે કર્યા લગ્ન


જિલ્લામાં આવેલ ભૈરવ ધામ મંદિર પરિસરમાં યુવકે કિન્નર સાથે હિન્દુ રીતિ રિવાજ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન કેટલાય લોકોએ નવવિવાહીત કપલને ગિફ્ટ અને સુખદ દામ્પત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતા.

2 વર્ષથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા


પ્રાપ્ત વિગતો અનુસાર, પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના રહેવાસી મુસ્કાન કિન્નર બે વર્ષ પહેલા મઉથી બ્રાસ બેન્ડ પાર્ટીમાં નાંચવા માટે આવી હતી. અહીં મુસ્કાનની મુલાકાત મઉના મોહમ્મદાબાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ટેકઈ ગામ નિવાસી વીરુ રાજભર સાથે થઈ. પહેલી મુલાકાતમાં પણ વીરુ અને મુસ્કાન એકબીજાને દિલ દઈ બેઠા હતા. જ્યારે બંને વચ્ચે ગાઢ સંબંધો થયા તો, બંનેએ લિવ-ઈનમાં રહેવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો: આશિકી: તારા વગર રહી શકતો નથી, ને તને કોઈ સાથે જોઈ શકતો નથી; એકતરફી પ્રેમમાં પાગલ યુવકે મોત વ્હાલ કર્યું

એકબીજાના હમસફર બન્યા


પરિવારની મંજૂરી બાદ શુક્રવારે વીરુ મુસ્કાન સાથે ભૈરવ ધામ મંદિરમાં પહોંચ્યા અને હિન્દુ રીતિરિવાજ અનુસાર વિધિ વિધાન સાથે લગ્ન કર્યા અને બંનેએ હંમેશા સાથે રહેવાનો નિર્ણય કર્યો અને એકબીજાના હમસફર બની ગયા હતા.

આ લગ્નથી પરિવારના લોકો પણ ખુશ


વીરુનું કહેવું છે કે, તેણે એક કિન્નર સાથે લગ્ન કર્યા છે. તેનાથી તેના પરિવારને કોઈ વાંધો નથી. પણ પરિવારના લોકોય ખુશ છે. પરિવારની સહમતી બાદ આજે બંને લગ્નના બંધને બંધાયા છે. બંને એકબીજા સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે.
First published:

Tags: Love marriage