Home /News /national-international /સ્કૂલમાં માસૂમ વિદ્યાર્થીને આપી તાલિબાની સજા, બહેરમીથી માર્યો ઢોરમાર પછી પ્રિન્સિપલે બાળકના વાળ કાપી નાખ્યા
સ્કૂલમાં માસૂમ વિદ્યાર્થીને આપી તાલિબાની સજા, બહેરમીથી માર્યો ઢોરમાર પછી પ્રિન્સિપલે બાળકના વાળ કાપી નાખ્યા
પ્રિન્સિપલની ક્રૂરતા, વિદ્યાર્થીને ઢોર માર માર્યા પછી તેના વાળ કાપી નાખ્યા
Talibani Punishment:ત્રીજા ધોરણના માસૂમ બાળકની સાથે આચાર્ય દ્વારા ક્રૂરતાનો મામલો સામે આવ્યો છે. શાળાના પ્રિન્સિપાલે દુર્વ્યવહારના આરોપમાં બાળકને ન માત્ર માર માર્યો પરંતુ તેના વાળ પણ કાપી નાખ્યા. પ્રિન્સિપાલના આ વર્તનથી નારાજ પરિવારજનો બાળકને લઈને સિટી કોટવાલી પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી.
ઉત્તર પ્રદેશના આઝમગઢના કરતાલપુરની જીડી ગ્લોબલ સ્કૂલમાં ત્રીજા ધોરણના માસૂમ બાળકની સાથે આચાર્ય દ્વારા ક્રૂરતાનો મામલો સામે આવ્યો છે. શાળાના પ્રિન્સિપાલે દુર્વ્યવહારના આરોપમાં બાળકને ન માત્ર માર માર્યો પરંતુ તેના વાળ પણ કાપી નાખ્યા. પ્રિન્સિપાલના આ વર્તનથી નારાજ પરિવારજનો બાળકને લઈને સિટી કોટવાલી પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી.
મળતી જાણકારીના અનુસાર, કંધારપર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતો 9 વર્ષનો બાળક શહેરની પ્રતિષ્ઠિત જીડી ગ્લોબલ સ્કૂલમાં ત્રીજા ધોરણનો વિદ્યાર્થી છે. મંગળવારે તે રાબેતા મુજબ શાળાએ ગયો હતો. આરોપ છે કે સ્કૂલના કેટલાક બાળકોએ તેની પર ગાળો આપવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી સ્કૂલના પ્રિન્સિપાલ પહોંચ્યા અને બાળકને સમજાવવાને બદલે તેણે હાથ મરોડીને તેનું માથું દિવાલ સાથે અથડાવી દીધું.
આટલું જ નહીં પ્રિન્સિપાલને આનાથી સંતોષ ન થતાં તેણે બાળકના વાળ કાતરથી કાપી નાખ્યા. જાણકારી બાદ પરિવાર બાળકને લઈને સિટી કોતવાલી પહોંચ્યો અને આરોપી પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. હાલ આ મામલે સ્કૂલ મેનેજમેન્ટ કંઈપણ બોલવા તૈયાર નથી. ત્યારે આ મામલે પોલીસનું વલણ પણ ઢીલું જોવા મળી રહ્યું છે. પરિવારની ફરિયાદ બાદ પણ હજુ સુધી સ્કૂલ મેનેજમેન્ટ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
જ્યારે ન્યૂઝ18એ આ મામલે પોલીસ સાથે વાત કરી તો ઉચ્ચ અધિકારીઓએ તપાસ બાદ કાર્યવાહી કરવાનું કહીને વાત ટાળી દીધી. ત્યારે આ સમગ્ર મામલે આઝમગઢ પોલીસની તપાસ ક્યારે પુરી થશે અને સ્કૂલ મેનેજમેન્ટ સામે શું કાર્યવાહી થશે તે જોવાનું રહેશે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર