આ સમગ્ર મામલાનો ખુલાસો એસપી સિટી આઝમગઢ શૈલેન્દ્ર લાલે કહ્યુ કે, આ પ્રેમ પ્રસંગનો મામલો છે. ધનંજય પાસવાન (22 વર્ષ) એક 18 વર્ષની યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો. યુવતીનો પીછો કરતા કરતા તે મુંબઈ સુધી જતો રહ્યો હતો.
આઝમગઢ: આઝમગઢ રેલવે સ્ટેશન પર મુંબઈથી આવેલી એક ટ્રેનમાંથી ઉતરેલા કપલની વચ્ચે ખબર નહીં શું વિવાદ થયો કે પ્રેમીએ ધારદાર હથિયારથી પહેલા યુવતીનું ગલુ કાપ્યું અને બાદમાં પોતાનું ગળું કાપી નાખ્યું. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસને સૂચના આપીને ઘાયલને જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. પોલીસે કેસ નોંધીને આ મામલે તપાસ શરુ કરી દીધી છે.
કહેવાય છે કે, ઘાયલ યુવતી જહાનાગંજ (આઝમગઢ જિલ્લો)ની રહેવાસી હતી. જ્યારે યુવક બિલરિયાગંજ વિસ્તારનો હતો. મોબાઈલમાંથી ડિટેલ કાઢી તેમના પરિવારને આ અંગે જાણ કરી અને ઘાયલ અવસ્થામાં તેમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.
આ સમગ્ર મામલાનો ખુલાસો એસપી સિટી આઝમગઢ શૈલેન્દ્ર લાલે કહ્યુ કે, આ પ્રેમ પ્રસંગનો મામલો છે. ધનંજય પાસવાન (22 વર્ષ) એક 18 વર્ષની યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો. યુવતીનો પીછો કરતા કરતા તે મુંબઈ સુધી જતો રહ્યો હતો. બંને વચ્ચે લગ્નની વાત બની નહીં. ત્યાર બાદ યુવતી મુંબઈથી પોતાના ઘરે જઈ રહી હતી, ત્યારે તેનો પીછો કરતા આઝમગઢ રેલ્વે સ્ટેશન પર યુવકે ધારદાર હથિયારથી ગળું કાપી નાખ્યું, જેમાં યુવતીનું મોત થઈ ગયું છે.
આ પ્રકારનું કૃત્ય કર્યા બાદ પ્રેમી યુવકે પોતાના પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. તેણે પોતાનું ગળુ કાપી નાખ્યું અને લોહીલુહાણ થતાં તડ઼ફડીયા મારવા લાગ્યો હતો. આજૂબાજૂની ભીડ અને રેલવેના પેસેન્જરોએ બૂમ પાડી અને હાહાકાર મચી ગયો. જ્યાં ડોક્ટર્સે આ મામલાની ગંભીરતા જોતા તેને હાયર સેન્ટરમાં રેફર કર્યો હતો. એસપી સિટી આઝમગઢે જણાવ્યું છે કે, આ ઘટનાને ધ્યાને લઈ લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી થઈ રહી છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર