આઝમ ખાનની જાહેરાત, કહ્યું - રામ મંદિરના ભૂમિ પૂજનમાં આમંત્રણ નહીં મળે તો સરયૂમાં જળ સમાધી લેશે

આઝમ ખાનની જાહેરાત, કહ્યું - રામ મંદિરના ભૂમિ પૂજનમાં આમંત્રણ નહીં મળે તો સરયૂમાં જળ સમાધી લેશે
આઝમ ખાનની જાહેરાત, કહ્યું - રામ મંદિરના ભૂમિ પૂજનમાં આમંત્રણ નહીં મળે તો સરયૂમાં લેશે જળ સમાધી

રામની નગરી અયોધ્યામાં 5 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભવ્ય રામ મંદિરની આધારશિલા રાખશે

 • Share this:
  અયોધ્યા : રામની નગરી અયોધ્યા (Ayodhya)માં 5 ઓગસ્ટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ભવ્ય રામ મંદિર (Ram Mandir)ની આધારશિલા રાખશે. આ યાદીમાં શનિવારે મુસ્લિમ કારસેવક મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ આઝમ ખાને (Azam Khan)અયોધ્યા પહોંચીને એક પ્રતિજ્ઞા લીધી છે. આઝમ ખાનનું કહેવું છે કે જો 5 ઓગસ્ટે પ્રધાનમંત્રીના ભૂમિ પૂજન કાર્યક્રમમાં તેમને આમંત્રિત કરવામાં ન આવ્યા તો તે જ દિવસે સરયૂમાં જળ સમાધી લઈ લેશે. તેમનું માનવું છે કે તેમણે રામ મંદિર નિર્માણ માટે આંદોલન કર્યું છે, તે ભગવાન રામને માનવાવાળા છે અને ભગવાન રામનો ભક્ત છું.

  ભગવાન રામને કોઈ ધર્મ કે જાતિમાં બાંધી શકાય નહીં. જેથી આ પુણ્ય કામમાં તે સામેલ થઈને રામ મંદિર ભૂમિ પૂજનના સાક્ષી બનવા માંગે છે. અયોધ્યા પહોંચેલા રાષ્ટ્રવાદી આઝમ ખાને કહ્યું કે ભગવાન રામને જ પોતાના આરાધ્ય માને છે. જે રીતે ભગવાન રામ અને લક્ષ્મણે આ સરયૂમાં જળ સમાધી લીધી હતી. તે જ રીતે તે જળ સમાધી લઈ લેશે. આઝમ ખાને રામ લલાના દર્શન કર્યા અને રામ મંદિર આંદોલનમાં સક્રિય રહેલા સ્વર્ગીય મહંત રામચંદ્ર દાસ પરમહંસની સમાધી પર શ્રદ્ધાંજલિ આપી હતી.  આ પણ વાંચો - ટૂ-વ્હીલર પર બેસવાની રીત બદલાશે, સરકારનો નવો આદેશ

  5 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચીને રામ મંદિરની આધારશિલા રાખશે. રામ મંદિરની આધારશિલા અને ભૂમિ પૂજનના કાર્યક્રમમાં રામ મંદિર આંદોલન સાથે જોડાયેલ બધા લોકો આ પુણ્ય પ્રસંગે સામેલ થવા માંગે છે જોકે કોરોનાના કારણે ટ્રસ્ટ ઘણા ઓછો લોકોને આમંત્રિત કરી રહ્યા છે. અયોધ્યાના સાધુ સંતો ઘણા વર્ષોથી રામ મંદિર નિર્માણની રાહ જોઈ રહ્યા હતા જે હવે 5 ઓગસ્ટે પુરી થવા જઈ રહી છે. કોરોના કાળને જોતા બતાવવામાં આવી રહ્યું છે કે ફક્ત 200 અતિથિઓ જ ભૂમિ પૂજનના કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:July 25, 2020, 16:39 pm