યોગી પર આઝમનો વળતો હુમલો: 'બજરંગ અને અલી બંને મળીને લેશે બીજેપીની બલિ'

સમાજવાદી પાર્ટીના સિનિયર નેતા આઝમ ખાન (ફાઇલ ફોટો)

રામપુરથી સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર આઝમ ખાને સીએમ યોગી આદિત્યનાથના 'અલી'વાળા નિવેદન પર જોરદાર વળતો હુમલો કર્યો છે

 • Share this:
  રામપુરથી સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર આઝમ ખાને સીએમ યોગી આદિત્યનાથના 'અલી'વાળા નિવેદન પર જોરદાર વળતો હુમલો કર્યો છે. આઝમ ખાને કહ્યું કે, આ લોકોએ રામને, સીતાજીને અને દેશને છેતર્યા છે. જે રીતે તેમને જવાનોનો અને રાષ્ટ્રવાદનો ઉપયોગ કર્યો છે, આ લોકો બલિ થશે. આગળ કહ્યું કે બજરંગ બલી અને અલી બંને મળીને બીજેપીન બલિ લેશે.

  આઝમ ખાને યોગી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, જુઓ બજરંગ અને અલી બંને મળી લશે બીજેપીની બલિ અને તે નક્કી થઈ ગયું છે. તેમનું તો જવાનું નક્કી થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટે પણ આજે આ નક્કી કરી દીધું છે કે જે દસ્તાવેજો વિશે કહેતા હતા કે લીક ન કરી શકાય. સુરક્ષા કારણોથી જે વસ્તુ અખબારોમાં છપાઈ ગઈ, જે બધામાં લીક થઈ ગઈ. તેમાં શું બાબત સીક્રેટ છે? તેથી દરેક વસ્તુ દરેક પેપર સુપ્રીમ કોર્ટને આપવા પડશે.

  આ પણ વાંચો, ઓવૈસીએ કહ્યુ- પૂરું નહીં થાય ઈમરાનનું સપનું, મોદીને ખરાબ રીતે હરાવશે વોટર્સ

  ઉલ્લેખનીય છે કે, આ પહેલા આઝમ ખાને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર જોરદાર નિશાન સાધ્યું હતું. બિલાસપુર વિસ્તારમાં યોજાયેલી જાહેરસભામાં બોલતા આઝમ ખાને મુખ્યમંત્રીને 302ના ગુનેગાર ગણાવ્યા હતા.

  આ પણ વાંચો, નોઇડામાં મતદાન બૂથની બહાર 'નમો ફૂડ પેકેટ'નું વિતરણ, ECએ માંગ્યો રિપોર્ટ

  આ પણ વાંચો, દિલ્હી ફતેહ કરવા માટે ઉત્તર પ્રદેશની આ 21 બેઠક છે મહત્‍વપૂર્ણ
  Published by:Mrunal Bhojak
  First published: